[ad_1]
(જી.એન.એસ) તા. 6
ચંદીગઢ,
બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર એક સીઆઈએસએફ ગાર્ડે લાફો મર્યાની ઘટના બની હતી. અભિનેત્રીએ સીઆઈએસએફ ગાર્ડ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે અને તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.
કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર સીઆઈએસએફ મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે સીઆઈએસએફ ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવાને કારણે કંગના રનૌતથી નારાજ હતો. મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ગુરુવારે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.