[ad_1]
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૯૩.૩૬ સામે ૭૬૯૩૫.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૩૭૯.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૯.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૪૯૦.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૨૫.૧૫ સામે ૨૩૩૦૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૨૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની સળંગ ત્રણ દિવસની તેજીને આજે વિરામ લાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરે આજે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી આજે ૧.૬૭ લાખ કરોડ વધી છે. સેન્સેક્સ ૭૭૦૭૯.૦૪ ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ ૬૯૯.૩૧ પોઈન્ટની વોલેટિલિટીના અંતે ૨૦૩.૨૮ પોઈન્ટ ઘટાડે ૭૬૪૦૯.૦૮ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર નિફ્ટી ઈન્ટ્રા ડેમાં ૨૩૪૧૦.૦૦ ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.બેન્ક નિફ્ટી ઈન્ટ્રા ડે ૫૦૨૮૯.૭૫ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૫૦૦૦ પોઈન્ટથી વધુ ઉછળો નોંધાવ્યો છે. જેથી હવે માર્કેટ કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશતુ નજરે ચડ્યું છે.
અમેરિકાના રોજગાર ડેટાં મજબૂત નોંધાયા બાદ ફેડ દ્વારા વ્યાજદરોમાં કોઈપણ સમયે ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૨% તૂટ્યો છે. નિફ્ટી માં સામેલ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસના શેર્સે આજે ખરાબ પ્રદર્શન કર્યું હતું. સ્મોલકેપ અને મીડકેપ પણ આજે સર્વોચ્ચ ટોચે નોંધાયા બાદ ટ્રેડિંગ સેશનના અંતે ૧%થી વધુ ઉછાળે બંધ રહ્યા હતા. જ્યારે મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. ઓટો ઈન્ડેક્સ પણ ઘટ્યો હતો. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૨૬%, ગ્રાસિમ ૨.૪૩%, હિરો મોટોકોર્પ ૨.૩૦% ટકા, સિપ્લા ૨,.૧૨%, અને પાવરગ્રીડ ૨.૦૯% ઉછાળે બંધ આપી ટોપ ગેનર્સ રહ્યા હતા,સાથે સાથે આ બધા શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.
સોમવારે શેરબજારના ટોપ ગેનર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, સિપ્લા, પાવર ગ્રીડ, નેસ્લે ઈન્ડિયા,એચડીએફસી લાઈફ, ટીટાગઢ રેલ, ટેક્સ મેકો રેલ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, એનટીપીસી, આરઆઈટીઈએસ લિમિટેડ,આઈઆરસીઓન ઈન્ટરનેશનલ,આઈઆરસીટીસીના ના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લુઝર્સમાં ટેક મહિન્દ્રા,આઈસીઆઈસીઆઈ બેંક, અશોક લેલેન્ડ, કોટક મહિન્દ્રા બેંક,એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ,ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ, આઈઆરએફસી, કોચીન શિપયાર્ડ, મઝગાંવ ડોક, એનએમડીસી, બીઈએમએલ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર અને ગેઈલ ઈન્ડિયા લિમિટેડના શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૦ અને વધનારની સંખ્યા ૨૬૩૧ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ હવે ચોમાસાના પોઝિટીવ પરિબળે બજાર શકય છે કે આંચકા પચાવીને ફરી તેજીના પંથે સવાર થાય અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં બજારમાં વંટોળ બાદ ઐતિહાસિક તેજી જોવાય. ચૂંટણી પરિણામના સપ્તાહની ઉથલપાથલથી દૂર રહેવું હિતાવહ છે.બરોબર એ મુજબ બજારે ફંગોળાતી ચાલ ગત સપ્તાહમાં બતાવી સપ્તાહના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં હેટ્રિક એનડીએ સરકાર રચવાનો દાવો કરી દેતાં બજારે ઐતિહાસિક તેજી બતાવી છે. હવે આ વિક્રમી તેજીને રવિવારે નવી સરકારના ગઠન અને શપથવિધિ સાથે દેશના મજબૂત વિકાસના નવા દોરની થનારી શરૂઆત સાથે તેજીનું સેન્ટીમેન્ટ આગામી દિવસોમાં જળવાઈ રહેવાની પૂરી શકયતા છે. જે સાથે ચોમાસાની શરૂઆત થવાનું પરિબળ પણ બજારને ગતિ આપશે.આગામી દિવસોમાં એનડીએ સરકારની મહત્ત્વના ૧૦૦ દિવસની કામગીરી પર અને સાથે સાથે નવી સરકારના મંત્રી મંડળની ફાળવણી અને આગામી યોજનાઓ ભારતીય શેરબજારની નજર રહેશે. જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ અને નીફ્ટીમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.