[ad_1]
(જી.એન.એસ) તા. 15
નવી દિલ્હી,
ભારતીય સેના હવે વધુ તાકત્વર થઈ ગઈ છે, કેમ કે સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ સુસાઇડ દ્રોન મળ્યું છે. આ ડ્રોનથી ભારતીય સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનને નિશાન બનાવી તેમણે ખતમ કરી શકશે. આ ડ્રોન દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ, લોન્ચ પેડ્સ અને ઘૂસણખોરોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ નાગાસ્ત્ર 1 લોઇટરિંગ મ્યુનિશનની પ્રથમ બેચ, જેને Suicide drone તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પાવરનો ઉપયોગ કરીને ડ્રોનનો ઓર્ડર આપ્યો હતો. આ સુસાઇડ દ્રોન બંને પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સરહદો પર દેખરેખ દરમિયાન તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મંગાવવામાં આવ્યા છે. જો આ drone ની ખાસિયતો પર નજર કરીએ તો તે ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરી શકે છે. ઇકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ (ઇઇએલ) દ્વારા ભારતમાં સંપૂર્ણ રીતે ડિઝાઇન કરાયેલ આ drone નિશાનાને સરળતાથી ભેદી શકે છે. જીપીએસ ટેક્નોલોજીથી સજ્જ આ ડ્રોન 2 મીટરની ચોકસાઈ સાથે લગભગ 30 કિમીની રેન્જમાં લક્ષ્યને માત આપી શકે છે. આ ડ્રોનમાં ઓછો અવાજ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે જે તેને સાયલન્ટ કિલર બનાવે છે. આ ડ્રોનની બીજી વિશેષ વિશેષતા એ છે કે તે પેરાશૂટ રિકવરી મિકેનિઝમ પર પણ કામ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.