[ad_1]
(જી.એન.એસ) તા. 27
પટના/નવી દિલ્હી,
વિધાનસભાની ચૂંટણી પહેલાજ બિહારમાં મોટા ઉલતફેર જોવા મળે તો નવાઈ નઈ, સૂત્રો દ્વારા મળતા એહવાલ મુજબ કુશવાહા સમુદાય લોકોને ભાજપમાં જોડવાના પ્રયાસમાં વેગ આપવા માટે પાર્ટી દ્વારા ઉપેન્દ્ર કુશવાહાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવી ચર્ચા ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપની હારનું એક મહત્ત્વનું કારણ જ્ઞાતિના ગણિત માટે વ્યવસ્થિત આયોજન ન થઈ શકવાનું હતું, પરંતુ ભાજપ ભવિષ્યની ચૂંટણીમાં આ ભૂલનું પુનરાવર્તન કરવા માગતી નથી. બિહારમાં કુશવાહા સમુદાયની સારી સંખ્યા છે અને ઉપેન્દ્ર કુશવાહાની પકડ પણ ઘણી મજબૂત માનવામાં આવે છે. હાલમાં આ અટકળો પર ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
ઉપેન્દ્ર કુશવાહાને કરકટ લોકસભામાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને બિહાર અને ખાસ કરીને કુશવાહા સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ભાજપ તેમને રાજ્યસભામાં મોકલે છે તો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. દેશની રાજ્યસભાની 10 બેઠકો પણ ખાલી પડી છે. આમાંથી બે બેઠકો બિહારની પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારમાં કુશવાહ સમુદાયની વસ્તી 4.2 ટકા છે. આવી સ્થિતિમાં ઉપેન્દ્ર કુશવાહનો રસ્તો સરળ બની જાય છે.
જો ચુંટણીની વાત કરીએ તો, કરકટ લોકસભા સીટ પરથી સીપીઆઈ એમએલએસ ઈન્ડિયા એલાયન્સના રાજા રામ સિંહે ઉપેન્દ્ર કુશવાહાને હરાવ્યા હતા અને તેઓ ત્રીજા નંબર પર રહ્યા હતા મતોની ગણતરીમાં. આ સીટ પરથી ભોજપુરી એક્ટર પવન સિંહ પણ મેદાનમાં હતા અને તેઓ બીજા ક્રમે રહ્યા હતા. ઉપેન્દ્ર કુશવાહા પણ એનડીએના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. રાજા રામ સિંહ 3,80,581 મતો સાથે જીત્યા. તે જ સમયે, ભોજપુરી સ્ટાર પવન સિંહને 2,74,723 વોટ મળ્યા અને RLM પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહાને માત્ર 2,53,876 વોટ મળ્યા. 2014માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહ RLSAPની ટિકિટ પર ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.
હવે જોવાનું રહ્યું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા શું ફેર બદલ કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.