[ad_1]
(જી.એન.એસ) તા. ૨
નવી દિલ્લી
કોંગ્રેસના સીનીયર નેતા અને સાંસદ રાહુલ ગાંધીના એક નિવડન પર અખા દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ આ નિવેદનની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહે પણ ટિકા કરી છે. આ નિવેદનના પડઘા રાતે સંસદની બહાર પણ જોવા મળ્યા. રાહુલ ગાંધીએ NEET મુદ્દે સરકાર પાસે જવાબ માંગવા ઉપરાંત લોકસભામાં તેમના સંબોધનમાં ભાજપ, આરએસએસ, પીએમ મોદી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવવા સાથે હિંદુઓને લઈને ટિપ્પણી કરવા મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હંગામો મચાવ્યો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1 જુલાઈએ તેમના સંબોધનમાં હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા, ભાજપ અને RSS જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. હિંદુ ધર્મને લઈને કેટલીક વાતો કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ડરો મત અને ડરાવો મત. રાહુલ ગાંધી સંસદમાં ભગવાન શિવની તસવીર લઈ હિંદુઓને લઈને ઉલ્લેખ કર્યો કે હિન્દુઓ હુમલાખોર નથી હોતા. કાયર હોય તે જ હિંસા કરતા હોય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે BJP અને RSS હિન્દુત્વના ઠેકેદાર નથી. નરેન્દ્ર મોદીજી સમગ્ર હિન્દુ સમાજ નથી. જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે.
રાહુલ ગાંધીના “જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે” આ નિવેદન પર અમદાવાદમાં મોડી રાત્રે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરષિદના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન પર હંગામો મચાવ્યો. કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદી રાહુલગાંધીના પોસ્ટર અને બેનર હટાવ્યા. આ મામલાની પોલીસને જાણ થતાં તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે આ મામલે કાયદેસર કાર્યવાહી કરીશું. અમે ડરતા નથી કેમકે અમે સત્યની સાથે છીએ. રાહુલ ગાંધીએ આપેલ નિવેદન સત્ય છે કે જે લોકો નકલી હિંદુત્વની વાતો કરે છે અને તેઓ ડરે છે અને હિંસા આચરતા હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.