[ad_1]
અયોધ્યાના વિવાદિત ઢાંચા વિધ્વંસ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 32 આરોપીઓને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે તમામને મુક્ત કરવાના સેશન કોર્ટના નિર્ણયને પડકાર આપતી અરજી બુધવારે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ અરજી સાંભળવા લાયક નથી. અહીં ઉલ્લેખનિય છે કે, અડવાણી, કલ્યાણ સિંહ, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત 32 આરોપીઓને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે છુટા કરવાનો નિર્ણય કર્યો હતો.
સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અયોધ્યાના હાઝી મહમૂદ અહમદ અને સૈયદ અખલાક અહમદે પડકાર આપ્યો હતો. આ મામલામાં સીબીઆઈ, સરકાર અને અરજીકર્તાના પક્ષને સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ સરોજ યાદવની બેન્ચે અરજીકર્તાની અરજીને પોષણીયતાના આધાર પર રદ કરી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણય મુજબ અરજીકર્તા ઢાંચા વિધ્વંસ મામલામાં વાદી નહોતા. તેથી સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના ચુકાદાને પડકાર આપતી તેમની અરજી પોષણીય નથી.
હકીકતમાં જોઈએ તો, અરજીકર્તાઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, બંને આ મામલામાં ન ફક્ત સાક્ષી છે, પણ ઘટનાના પીડિત પણ હતા. તેમણે સ્પેશિયલ કોર્ટ સમક્ષ ખુદને સાંભળવા માટે અરજી કરી હતી. પણ કોર્ટે તેમના પ્રાર્થનાપત્ર ફગાવી દીધા હતા. સાથે જ હાઈકોર્ટને માગ કરી હતી કે, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત તમામ 32 લોકોને દોષિત ઠેરવવામાં આવે.
GNS NEWS