(જી.એન.એસ),તા.07
મુંબઇ,
ઓગસ્ટમાં ઓટોમોબાઈલ કંપનીઓએ તમામ વિભાગોમાં વેચાણમાં ઘટાડો નોંધ્યો હતો. ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના ઓછા વેચાણે ઓટો કંપનીઓની કમર તોડી નાખી હતી, જોકે બસ અને ટેમ્પો જેવા પેસેન્જર વાહનોએ બજારને અમુક અંશે નિયંત્રણમાં રાખ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ સ્થિર રહ્યું છે અથવા તો તેમના વેચાણમાં નજીવો ઘટાડો થયો છે. આ શ્રેણીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીઓએ પણ ગયા મહિને ઘણો ઓછો નફો કર્યો છે.
ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સના ડેટા અનુસાર ઓગસ્ટમાં ટુ-વ્હીલરનું વેચાણ 88,472 નોંધાયું હતું, જ્યારે જુલાઈમાં આ આંકડો 1 લાખ 7000 હજાર હતો. ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સના ડેટા અનુસાર ઓગસ્ટમાં ટુ-વ્હીલરનું વેચાણ 88,472 નોંધાયું હતું, જ્યારે જુલાઈમાં આ આંકડો 1 લાખ 7000 હજાર હતો.
ઓગસ્ટ મહિનામાં TVS મોટર્સના વેચાણમાં પણ 10%નો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ જુલાઈમાં 19,486 સ્કૂટર વેચ્યા હતા પરંતુ ઓગસ્ટમાં તેનું વેચાણ ઘટીને 17,543 થઈ ગયું હતું. બજાજ ઓટોના વેચાણમાં મહિના દર મહિને 5% નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ કુલ 16,706 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ મહિનામાં TVS મોટર્સના વેચાણમાં પણ 10%નો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ જુલાઈમાં 19,486 સ્કૂટર વેચ્યા હતા પરંતુ ઓગસ્ટમાં તેનું વેચાણ ઘટીને 17,543 થઈ ગયું હતું. બજાજ ઓટોના વેચાણમાં મહિના દર મહિને 5% નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ કુલ 16,706 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
Source link