[ad_1]
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના થઈ છે. સાંબા જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવ પર બસની ટક્કરમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક 13 વર્ષની બાળકીનો પણ જીવ ગયો છે અને 17 લોકો ગંભીર રીતે ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ટક્કર બાદ ચારે તરફ ચિસો પડવા લાગી હતી.
એક સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સાંબા જિલ્લા હોસ્પિટલના ચિકિત્સા અધિકારી ડો. ભારત ભૂષણે જાણકારી આપી છે કે આ દુર્ઘટનામાં મરનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ છે. સાથે જ 17 ઘાયલ લોકો છે અને 7ન અન્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. કારણ કે તેમને ઈજા થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.
હાલમાં દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી. કહેવાય છે કે, આ ઘટના બુધવારે સાંજની છે. જ્યારે બે બસોની એકબીજા સામે ટક્કર થઈ હતી. ત્યાર બાદ બસ બેકાબૂ થઈ અને જોતજોતામાં ચીસો પડવા લાગી હતી. બંને બસને ખૂબ જ નુકસાન થયું છે. એક બસના તો ચિથરાં ઊડી ગયા હતા.હાલમાં પોલીસ ડ્રાઈવરની શોધી રહી છે અને ઘાયલો તથા મૃતકોના પરિજનો સાથે સંપર્ક કરવાની કોશિશ કરે છે.
GNS NEWS