[ad_1]
દિલ્હીની તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈની માલિશ કરાવતો હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભ્રષ્ટ્રાચારના આરોપમાં સત્યેન્દ્ર જૈન પાંચ મહિનાથી જેલમાં છે. પણ અત્યાર સુધી તેમને મંત્રી પદેથી નથી હટાવ્યા, હવે આ વીડિયો સામે આવ્યો છે. જેનાથી સાબિત થાય છે કે, જેને કેજરીવાલ કટ્ટર ઈમાનદાર માને છે, તે કટ્ટર બેઈમાન અને ઠગ નિકળ્યો.કેજરીવાલ મહાઠગ છે અને તેના તમામ મંત્રી ઠગ છે.
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, દેલ મૈનુઅલનું પાલન નથી થતું. જેલમાં કપડા પણ નિશ્ચિત હોય છે. પણ સત્યેન્દ્ર જૈન ટી-શર્ટમાં દેખાય છે. ચાર ચાર લોકો મળ્યા છે અને વાતચીત ચાલી રહી છે. વીડિયોમાં બિસલેરીનું પાણી દેખાઈ રહ્યું છે. આ લોકો વીઆઈપી કલ્ચરને ખતમ કરવાની વાત કરતા હતા, પણ આમને તો જેલમાં પણ બધી સુખ સુવિધાઓ જોઈએ છે.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, એવો વ્યક્તિ જેના પર આરોપ છે, તે કેબિનેટમાં રહે તે ચિંતાજનક છે. ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જેલ મંત્રાલય દિલ્હી સરકારને આધીન છે. હવે માલિશના મામલામાં અરવિંદ કેજરીવાલે જવાબ આપવો જોઈએ અને જેલના નિયમો તોડ્યા છે કે નહીં ? શું વીડિયોમાં સત્યેન્દ્ર જૈન છે કે નહીં તે જણાવે.
તો વળી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઉઝ એવેન્યૂ કોર્ટે સત્યેન્દ્ર જૈનની મેડીકલ કંડીશનને જોતા તેમને તમામ જરુરી સારવારની મંજૂરી આપી છે. તેમાં એક્યૂપ્રેશર પણ સામેલ છે. આપે કહ્યું કે, જેલમાં સત્યેન્દ્ર જૈનને થેરેપી આપવામાં આવે છે. જેને કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટના આદેશ પર જ એક્યૂપ્રેશર થેરેપી આપવામાં આવે છે. એક્યૂપ્રેશર થેરેપી સત્યેન્દ્ર જૈનના ઈલાજનો ભાગ છે.
GNS NEWS