[ad_1]
ઓડિશાના જાજપુરમાં કોરઈ રેલ્વે સ્ટેશન પર સોમવારે સવાર સવારમાં મોટી દુર્ઘટના થઈ હતી. જ્યાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જાણકારી અનુસાર, ઈસ્ટ કોસ્ટ રેલ્વે અંતર્ગત આવતા કોરઈ સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડી પાટા પર ઉતરી ગઈ હતી. માલગાડીના ડબ્બા પ્લેટફોર્મ પર બનેલા વેઈટિંગ હોલ અને ટિકિટ કાઉંટર સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન 2 યાત્રી તેની ચપેટમાં આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુ, જ્યારે અન્ય કેટલાય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આ દુર્ઘટનાના કારણે બે રેલ લાઈન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સ્ટેશન ભવન પણ તૂટી ગયું અને રાહત દળ, રેલ્વે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યા ચે. ડબ્બા નીચે અમુક લોકો કચડાયા હોવાની આશંકા છે. પૂર્વોત્તર રેલ્વેના જનસંપર્ક અધિકારીએ આ દુર્ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટના બાદ અપ અને ડાઉન સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 6.40 કલાકે આ દુર્ઘટના થઈ હતી.
જાજપુરના પોલીસ અધિક્ષક રાહુલ પીઆરે કહ્યું કે, મોટી સંખ્યામાં મુસાફરો કોરેઈ સ્ટેશન પર બલૌર ભુવનેશ્વર ડીએમયૂમાં ચડવાની રાહ જોઈ રહ્યા હતા, તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ફુલ સ્પિડ આવતી માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને કેટલાય ડબ્બા પ્લેટફોર્મ પર ચડી ગયા. જેમાં લોકો કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આશંકા છે કે ડબ્બા નીચે અન્ય કેટલાય લોકો પણ દટાયા હશે, બચાવ અભિયાન ચાલું છે.
GNS NEWS