[ad_1]
દિલ્હીમાં એઈમ્સ (AIIMS) ખાતે વપરાતું નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરનું ઈ-હોસ્પિટલ સર્વર સવારે 7 વાગ્યાથી ડાઉન છે, જેનાથી ઓ.પી.ડી (OPD) અને સેમ્પલ કલેક્શન સેવાઓને અસર થઈ છે. એઈમ્સના અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ સેવાઓ હાલમાં ‘મેન્યુઅલ મોડ’ પર કામ કરી રહી છે. દિલ્હી એઈમ્સએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આખો દિવસ સર્વર ડાઉન રહ્યા બાદ આ રેન્સમવેર એટેક હોઈ શકે છે. એઈમ્સએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એઈમ્સખાતે કાર્યરત નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ની એક ટીમે માહિતી આપી છે કે તે રેન્સમવેર એટેક હોઈ શકે છે. યોગ્ય કાયદા અમલીકરણ અધિકારીઓ આની તપાસ કરશે.
એઈમ્સના અધિકારીએ જણાવ્યું કે સર્વર બંધ થવાને કારણે સ્માર્ટ લેબ, બિલિંગ, રિપોર્ટ જનરેશન અને એપોઇન્ટમેન્ટ સિસ્ટમ સહિતની ઓ.પી.ડી (OPD) અને આઈ.પી.ડી ડિજિટલ હોસ્પિટલ સેવાઓને અસર થઈ છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે ઓપીડી અને સેમ્પલ કલેક્શન સેવાઓ મેન્યુઅલ મોડમાં શરૂ કરવામાં આવી છે. એમ્સે નિવેદનમાં કહ્યું કે ડિજિટલ સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-વન) તથા એનઆઈસીની મદદ લેવામાં આવી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા રોકવા માટે એમ્સ અને એનઆઈસી યોગ્ય સાવચેતી રાખશે. સાંજે સાડા સાત કલાક સુધી હોસ્પિટલ સેવાઓ મેન્યુઅલ મોડ પર આપવામાં આવી રહી છે. આ માટે સંવેદનશીલ છે આ મામલો.. એઈમ્સના સર્વરમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ સહિત ઘણી હસ્તિઓનો હેલ્થકેર રેકોર્ડ સાથે જોડાયેલો સંવેદનશીલ ડેટા સેવ રહે છે. તેને લઈને ગોપનીય જાણકારી લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલમાં સેવાઓ મેન્યુઅલ મોડ પર ચાલી રહી છે. એઈમ્સ તરફથી દિલ્હી પોલીસના સાયબર સેલને સર્વર હેલ થવાની માહિતી મેળવવાના સંબંધમાં ફરિયાદ આપવામાં આવી છે. નેશનલ ઇનફોર્મેટિક્સ સેન્ટર દ્વારા એમ્સનું સર્વર સંચાલિત થાય છે.
GNS NEWS