વ્યાપાર જગત – BUSINESS – GNS NEWS

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ...

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૯ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં અંદાજીત ૭૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવતા અને ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે બજારમાં આરબીઆઈ દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માંગતું હોવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ મક્કમ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને સર્વિસીસ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૧૬ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૩.૪૮%, ઈટર્નલ લિ. ૧.૪૦%, આઈટીસી ૧.૦૧%, કોટક બેન્ક ૦.૯૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૪%, ટેક મહિન્દ્ર ૦.૧૦%, મારુતિ સુઝુકી ૦.૧૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૨૦%, સન ફાર્મા ૧.૬૯%, અદાણી પોર્ટ્સ ૧.૫૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૯%, એનટીપીસી લિ. ૧.૩૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૪%, ભારતી એરટેલ ૦.૯૩%, ટાઈટન કંપની લિ. ૦.૮૯%, બીઈએલ ૦.૮૮%, લાર્સન લિ. ૦.૮૦%, ઈન્ફોસિસ લિ. ૦.૬૯% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૬ લાખ કરોડ ઘટીને ૪૪૯.૭૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી લાગુ પડશે. આ નિર્ણયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો ઊભા થાય છે અને ભારતીય નિકાસ ક્ષેત્રમાં ચિંતા વધી છે. ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના ૨૫% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી ૮૭ અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું ૨૫%ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિકન્ડક્ટર અને આવશ્યક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આગામી દિવોસમાં ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે. જો ચીન અને વિયેતનામી સ્પર્ધકો પર અમેરિકી ટેરિફ ઊંચા રહેશે તો ઓછી કિંમતવાળી કેટેગરીમાં ભારતીય કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ ઉચ્ચ માર્જિનવાળા ફેશન અને વિશેષ કપડાંમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફની લાંબાગાળે જોખમી અસર થઈ શકે છે અને તે ભારતને વિયેતનામ અને ચીન કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. ટેરિફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રહેશે તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં ૦.૨% થી ૦.૫% નો ઘટાડો આવી શકે છે.

તા.૦૧.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૬ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

એચસીએલ ટેકનોલોજી ( ૧૪૭૬ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

ટેક મહિન્દ્રા ( ૧૪૬૯ ) :- રૂ.૧૪૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૧ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!

અદાણી ગ્રીન ( ૯૯૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૭ થી ૧૦૧૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

ઈન્ફોસીસ લિ. ( ૧૫૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

અદાણી પોર્ટ્સ ( ૧૩૮૦ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

ઓરબિંદો ફાર્મા ( ૧૧૪૩ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૦ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૪૭ ) :- આર્યન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!

ટાટા કેમિકલ ( ૯૮૬ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ ૧ મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો
મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત

(જી.એન.એસ) તા. ૩૧

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં ૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં ગુજરાતે સિમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા  DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તથા બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અને બંદરો, શિપિંગ તથા જળમાર્ગ મંત્રાલય સચિવ શ્રી ટી.કે. રામચંદ્રન, તથા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલે આ પ્રોજેક્ટની ઝડપી ગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, 26 મે 2025 ના રોજ ભૂજની મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અને માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે, આ પ્રોજેક્ટ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.

પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, મંત્રીશ્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે.

તેઓશ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અને આ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.

અમેરિકા પાકિસ્તાનમાં મોટા પાયે તેલ ભંડાર વિકસાવશે: ‘તેઓ કોઈ દિવસ ભારતને વેચી શકે છે’: ડોનાલ્ડ ટ્રમ્પ
(જી.એન.એસ) તા. ૩૧

વોશિંગટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવડન આપ્યું હતું કે, પાકિસ્તાન “કોઈ દિવસ” ભારતને તેલ વેચી શકે છે, એમ કહીને કે વોશિંગ્ટન દ્વારા ઇસ્લામાબાદ સાથે એક કરાર થયો છે જેના હેઠળ તેઓ દક્ષિણ એશિયાઈ દેશના તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે.

ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસે પાકિસ્તાન સાથે એક કરાર કર્યો છે

“અમે હમણાં જ પાકિસ્તાન દેશ સાથે એક કરાર કર્યો છે, જેમાં પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમના વિશાળ તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. અમે આ ભાગીદારીનું નેતૃત્વ કરતી તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ. કોણ જાણે છે, કદાચ તેઓ કોઈ દિવસ ભારતને તેલ વેચશે!” ટ્રમ્પે બુધવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું.

ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી

ટ્રમ્પનો આ પોસ્ટ ભારત પર 25 ટકા ટેરિફ અને ભારત દ્વારા રશિયન લશ્કરી સાધનો અને ઉર્જાની ખરીદી માટે વધારાના દંડની જાહેરાત કર્યાના કલાકો પછી આવ્યો.

તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસ વેપાર સોદાઓ પર “ખૂબ જ વ્યસ્ત” છે, અને તેઓ દક્ષિણ કોરિયાના વેપાર પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે.

“તે જ રીતે, અન્ય દેશો પણ ટેરિફ ઘટાડા માટે ઓફર કરી રહ્યા છે. આ બધું આપણા વેપાર ખાધને ખૂબ જ મોટા પાયે ઘટાડવામાં મદદ કરશે. યોગ્ય સમયે સંપૂર્ણ અહેવાલ બહાર પાડવામાં આવશે,” તેમણે કહ્યું.

ટેરિફ પર વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકારે શું કહ્યું

આ દરમિયાન, વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વેપાર વાટાઘાટોમાં પ્રગતિના અભાવથી “નિરાશ” છે અને તેમને લાગે છે કે દેશ પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ પરિસ્થિતિને “સંબોધિત અને સુધારણા” કરશે.

રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડિરેક્ટર કેવિન હેસેટે સંકેત આપ્યો કે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સોદા પર વાટાઘાટો જે રીતે યોજાઈ તેનાથી ટ્રમ્પ નારાજ હતા.

બંને પક્ષોએ વેપાર સોદા પર શ્રેણીબદ્ધ વાટાઘાટો કરી હતી પરંતુ કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

ભારત પર ટેરિફની જાહેરાતને નવી દિલ્હીને યુએસ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર સંમત થવા માટે દબાણ યુક્તિ તરીકે જોવામાં આવી રહી છે, જેણે તાજેતરના દિવસોમાં જાપાન, યુકે અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય ભાગીદારો સાથે અનુકૂળ વેપાર સોદા કર્યા છે.

અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફથી હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડશે…!!
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫% ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે પેનલ્ટી ફટકારવાનું જાહેર કરતાં દેશના વેપાર-ઉદ્યોગ જગતને મોટો આંચકો લાગ્યો છે. ટ્રમ્પ ટેરિફથી ભારતની સૌથી વધુ થતી નિકાસો પૈકી જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને મોટો ફટકો પડવાના એંધાણ છે. ૨૫% ટેરિફ અને પેનલ્ટી મળીને ટેરિફનો આંક ૩૦ થી ૩૨%થી વધુ વધવાના નિષ્ણાતોના અનુમાન વચ્ચે ભારતની ૩૨ અબજ ડોલરની રત્નો અને ઝવેરાત નિકાસને રૂંધાવાનું જોખમ ઊભું થયું છે. નવા ટેરિફ સાથે, કટ અને પોલિશ્ડ હીરા જેવા ઉત્પાદનો, જે અગાઉ કોઈ ડયુટીનો ભાગ બનતા નહોતા, તેના માટે હવે ૨૫% ટેરિફ લાગુ પડશે.

સોના અને પ્લેટિનમ જવેલરી પર ૩૦થી ૩૨% ડયુટી લાગશે, જ્યારે ચાંદીના દાગીના પર ૩૮ થી ૩૯% જેટલી ટેરિફ લાગી શકે છે. લેબગ્રોન હીરા અને ઈમિટેશન જવેલરી જેવી અન્ય વસ્તુઓ પર પણ નોંધપાત્ર વધારો થશે, જે ૩૬ થી ૩૮% સુધી પહોંચી શકે છે. અલબત હજુ ૨૫% ટેરિફ અને પેનલ્ટી વિશે વેપાર-ઉદ્યોગ જગત સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રત્નો અને ઝવેરાત પર ૨૫% ટેરિફ લાદવાથી ઉદ્યોગમાં વિક્ષેપ પડશે, કારણ કે અમેરિકા ભારત માટે મુખ્ય નિકાસ સ્થળોમાં એક છે. નિષ્ણાતો ચેતવણી આપી છે કે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના વ્યવસાયો, આ ડયુટીનો સામનો નહીં કરી શકે અને અન્ય દેશો માટે યુ.એસ. બજારોમાં હિસ્સો ગુમાવી શકે છે. વૈશ્વિક રત્નો અને ઝવેરાત વેપારમાં દેશના નેતૃત્વને સુરક્ષિત રાખવા માટે ભારતીય નીતિ નિર્માતાઓ પાસેથી ઝડપી પગલાં લેવાની ઉદ્યોજકો અરજ કરી રહ્યા છે.

વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી…!!
વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ.૧.૬૫ લાખ કરોડની વેચવાલી કરી છે. વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂ.૩ લાખ કરોડથી વધુ ઈક્વિટીસમાં ઠાલવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ રૂ.૪૮૦૦૦ કરોડ અને પેન્શન ફન્ડોના રૂ.૨૧૫૦૦ કરોડ આવ્યા છે. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી તથા ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે પણ ડીઆઈઆઈની ખરીદી જોવા મળી રહી છે.

દેશની ઈક્વિટી માર્કેટમાં એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચવાલ રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો એ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં ઈક્વિટીસમાં રૂ.૪ લાખ કરોડથી વધુની રકમ ઠાલવી છે. મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણકારોના ઈન્ફલોસ તથા વીમા કંપનીઓ અને પેન્શન ફન્ડોના સતત ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહને જોતા ઈક્વિટીસમાં ઘરેલું રોકાણકારોની વર્તમાન રોકાણ ગતિ જળવાઈ રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫માં ડીઆઈઆઈનો ઈન્વેસ્ટમેન્ટ આંક ૨૦૦૭ બાદ બીજો મોટો વાર્ષિક આંકને આંબી ગયો છે. ૨૦૨૪માં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીસમાં રૂ.૫.૨૩ લાખ કરોડ ઠાલવ્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં…!!
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની તેની ટેલિકોમ શાખા Jio Infocomm માંથી ફક્ત ૫% હિસ્સો વેચીને અંદાજીત રૂ.૫૨૦૦૦ કરોડ એટલે કે ૬ અબજ ડોલર જેટલો ફંડ ઉઘરાવવાનો પ્લાન બનાવી રહી છે. જો આ યોજનાને મંજૂરી મળશે, તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. ૨૮૦૦૦ કરોડના અત્યારસુધીના સૌથી મોટા IPOનો રેકોર્ડ તૂટી જશે.

આ માટે રિલાયન્સે ભારતીય મૂડી બજાર નિયામક SEBI સાથે અનૌપચારિક ચર્ચાઓ શરૂ કરી છે. હાલના નિયમ મુજબ, કોઈપણ કંપનીએ ઓછામાં ઓછો ૨૫% હિસ્સો જાહેર કરવા ફરજીયાત છે, પરંતુ રિલાયન્સ માને છે કે બજાર હાલ આટલી મોટી રકમ શોષી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી કંપની SEBI સમક્ષ ખાસ છૂટછાટ માંગે છે, જેથી ઓછા હિસ્સાવાર પણ IPO લાવી શકાય.

આ IPO વિશ્વનાં મોટાં ટેક રોકાણકારો માટે એક્ઝિટનો રસ્તો બનાવી શકે છે. Meta અને Google જેવા પ્લેયર્સે ૨૦૨૦માં Jio Platformsમાં ૨૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું. આજે Jioનું મૂલ્ય ૧૦૦ અબજ ડોલરથી વધુ આંકવામાં આવે છે, છતાં રિલાયન્સ હજુ યૂઝર બેઝ અને રેવન્યુ વધારવા પર જોર આપી રહી છે.

અગાઉ રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે કંપનીએ ૨૦૨૪ માટે IPO યોજનાઓ સ્થગિત કરી હતી, પણ હવે ફરીથી બજારની ગતિશીલતા પ્રમાણે ટાઈમલાઇન પર વિચાર કરી રહી છે. હવે સૌની નજર ઓગસ્ટમાં થનારી રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) પર છે, જ્યાં Jioના IPO અને SEBIના નવા નિયમોને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો…!!
છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે. આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ  દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦% વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી કહી શકાય છે. માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો. દેશમાં ડિજિટલ પેમેન્ટસના સ્વીકાર અને તેના વિસ્તારનો ઈન્ડેકસમાં અંદાજ આપવામાં આવે છે.

ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે. માર્ચ, ૨૦૨૧માં ૨૭૦.૫૯થી વધી ઈન્ડેકસ હાલમાં ૪૯૩.૨૨ના સ્તરે પહોંચી ગયો છે, જે દેશમાં ડિજિટલ પેમેન્ટસનો વ્યાપ વધી રહ્યાનું સૂચવે છે. દેશમાં ડિજિટલ પેમેન્ટસ માત્ર શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ નાના નગરો તથા ગામડાઓના ઉપભોગતા પણ તેનો સ્વીકાર કરતા થયા છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાન, ૬૫,૦૦૦ કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ.૧૨,૦૦૦ લાખ કરોડથી વધુ છે તેમ લોકસભામાં માહિતી આપતા સરકારે જણાવ્યું હતું.

સરકાર, રિઝર્વ બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એ એમએસએમઈ અને નાના વેપારીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરી છે: નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ડિજિટલ ચુકવણીના ફેલાવાથી નાણાકીય સેવાઓની ઍક્સેસ સરળ બની છે, ખાસ કરીને ગ્રામીણ, પછાત અને વંચિત સમુદાયો માટે. યુપીઆઈ જેવા પ્લેટફોર્મે માત્ર નાના વિક્રેતાઓને ડિજિટલ ચુકવણી સ્વીકારવા સક્ષમ બનાવ્યા નથી, પરંતુ વ્યવહારોની ટ્રેસેબિલિટીને કારણે નાણાકીય સંસ્થાઓને પરંપરાગત દસ્તાવેજો વિના ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. ભારતમાં ડિજિટલ ચુકવણી પ્રણાલી ફક્ત એક ટેકનોલોજીકલ પરિવર્તન જ નહીં પરંતુ આર્થિક સમાવેશ અને વિકાસનો એક મજબૂત સ્તંભ બની ગઈ છે.

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૭ સામે ૮૧૫૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૮૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૮ સામે ૨૪૮૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૬૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૫ના અંતના ત્રિમાસિક પરિણામો પડાકરજનક પરિસ્થિતિ વચ્ચે સાધારણથી નબળા આવી રહ્યા હોવાની સામે ચોમાસાની સારી પ્રગતિ અને ટેરિફ મામલે પોઝિટીવ સંકેતે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૧૫% ટેરિફ સાથે ટ્રેડ ડિલ કર્યા બાદ હવે અન્ય દેશો સાથે પણ ૧૫% થી ૨૦%ની રેન્જમાં ટ્રેડ ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ભારત સાથે પણ પોઝિટીવ ટ્રેડ ડિલની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

અમેરિકામાં આવનારા સમયમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવી શક્યતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક ભાવનાનું માહોલ સર્જાયો હતો, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે ભારત – અમેરિકા વેપાર કરાર અંગે અનિશ્ચિતતાને કારણે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા ૫૦ દિવસના આપેલા સમયમાં ઘટાડો કરવાની આપેલી ચીમકી બાદ રશિયા પર વધુ સખતાઈ લાવવાના અમેરિકાના પ્રમુખના સંકેતે ક્રુડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, સર્વિસીસ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઓઈલ એન્ડ ગેસ, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૬૮ અને વધનારની સંખ્યા ૨૦૩૦ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લાર્સન લિ. ૪.૮૭%, સન ફાર્મા ૧.૪૧%, એનટીપીસી ૧.૨૬%, મારુતિ સુઝુકી ૧.૧૯%, ભારતી એરટેલ ૦.૮૭%, ટ્રેન્ટ લિ. ૦.૮૩%, એક્સિસ બેન્ક ૦.૬૩% મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૬૨% અને એશિયન પેઈન્ટ્સ ૦.૫૬% વધ્યા હતા, જ્યારે ટાતા મોટર્સ ૩.૪૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૮% ઈટર્નલ લિ. ૦.૯૩%, બજાજ ફિનસર્વ ૦.૭૩%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬૮% કોટક બેન્ક ૦.૬૭%, રિલાયન્સ ૦.૫૭%, બીઈએલ ૦.૫૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૩૮ લાખ કરોડ વધીને ૪૫૨.૨૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨% નો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ ૧૨%નો વધારો થયો હતો. રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે. સપ્ટેમ્બર ૨૦૨૪ પછીના તીવ્ર ઘટાડાએ શેરબજારનું સેન્ટીમેન્ટ નબળું પાડતા આ વર્ષે રોકાણકારોના જોડાણમાં ઘટાડો થયો છે.

ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) પણ નવા રોકાણકારો ઉમેરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ સેગમેન્ટમાં પણ મંદી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ ૨૫ એક્ટિવ ઇક્વિટી સ્કીમો શરૂ કરી છે, જે ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૩૦ હતી. એનએફઓ કલેક્શન આ સમયગાળામાં રૂ.૩૭,૮૮૫ કરોડથી ઘટીને રૂ.૧૦,૬૯૦ કરોડ થયું છે. મંદીના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે અને નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ છતાં હાલના રિટેલ રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે અને આગામી સમયમાં મજબૂતી અકબંધ રહેશે તેવી બજાર નિષ્ણાંતોને અપેક્ષા છે.

તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૨ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૩૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૮ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૧૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૮૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

ઓરબિંદો ફાર્મા ( ૧૧૫૬ ) :- રૂ.૧૧૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૮ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

એક્સીસ બેન્ક ( ૧૦૭૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૦ થી રૂ.૧૧૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!

અદાણી ગ્રીન ( ૧૦૦૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૩ થી ૧૦૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

ઈન્ફોસીસ લિ. ( ૧૫૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૭૯ ) :- રૂ.૧૫૦૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૫૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

અદાણી પોર્ટ્સ ( ૧૩૯૬ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૩૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

ભારત ફોર્જ ( ૧૧૮૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!

જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૩૨ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૯૧ સામે ૮૦૬૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૦ સામે ૨૪૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૩૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નબળા કોર્પોરેટ પરિણામોની અને અમેરિકા સાથે યુરોપીયન યુનિયનેએ આકરાં ટેરિફ દરે ટ્રેડ ડિલ કરતાં અને યુરોપના દેશો માટે ૧૫% જેટલી ટેરિફ લાગુ કરવાના નિર્ણય વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, પરંતુ ટેરિફ મામલે ભારત સાથે મામલો હજુ ગૂંચવાયેલો હોઈ ટ્રમ્પ ભારત પર ક્યા ટેરિફ દરે, ક્યાં શરતે ટ્રેડ ડિલ કરશે એના પર ભારત અને વિશ્વની નજર મંડાયેલી હોઈ આ સૂચિત ટ્રેડ ડિલના કાઉન્ટ-ડાઉન વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

આર્થિક રીતે, જૂલાઈ માસમાં જીએસટી કલેક્શન મજબૂત રહેવાની અપેક્ષા સાથે રોકાણકારો હવે આગામી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી મીટિંગ તરફ આશાવાદી નજરે જોઈ રહ્યા છે, જ્યાં વ્યાજદરમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ન હોવાથી બજારમાં સ્થિરતા અને તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુરોપ તથા અમેરિકા વચ્ચે ટેરિફ કરાર થઈ જવાને કારણે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વેપાર કરાર થવાને પગલે માંગ વધવાની અપેક્ષાએ ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, કોમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૧ અને વધનારની સંખ્યા ૨૪૮૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૨૧%, લાર્સન લિ. ૨.૧૩%, એશિયન પેઈન્ટ ૧.૮૧%, ટાટા મોટર્સ ૧.૪૮%, અદાણી પોર્ટ્સ ૧.૪૨%, ટાટા સ્ટીલ ૧.૨૮, મારુતિ સુઝુકી ૧.૨૮% અને ભારતી એરટેલ ૦.૭૫% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૦.૭૩%, ટાટા કન્સલ્ટન્સી ૦.૭૩%, ટાઈટન કંપની લિ. ૦.૪૧% આઈટીસી લિ. ૦.૩૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૮%, બીઈએલ ૦.૨૬%, ઈટર્નલ લિ. ૦.૨૪% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૬% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૬૪ લાખ કરોડ વધીને ૪૫૧.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતાઓ જળવાઈ રહી છે. બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં હજુ સુધી નક્કર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. ભારત અને અમેરિકા વેપાર કરારમાં વિલંબ પાછળનું એક કારણ એલ્યુમિનિયમ અને તાંબા પર અમેરિકા તરફથી લાદવામાં આવેલો ઊંચો ટેરિફ પણ છે.

ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ ૫૦% અને ઓટો સેક્ટરમાં ૨૫% ટેરિફમાં રાહત ઈચ્છે છે. જ્યારે ડેરી અને કૃષિ પ્રોડ્કટ્સ પર અમેરિકાને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવાના પક્ષમાં નથી. બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ભારત પેટ્રોકેમિકલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગાડીઓ અને ઔદ્યોગિક સામાનો પર લાગુ ટેરિફ ઘટાડે. આગામી દિવસોમાં ક્યાં શરતે ટ્રેડ ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આવતીકાલથી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દરને લઈને કેવો નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેશે. સાથે સાથે અમેરિકામાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઉપરાંત રોજગારના ડેટાની વર્તમાન સપ્તાહમાં થનારી જાહેરાત બજારની ચાલ નક્કી કરનારા પરિબળો બની રહેશે.

તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૮૭ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

એસીસી લિ. ( ૧૮૨૮ ) :- સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૩ થી રૂ.૧૮૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

ઓબેરોય રિયલ્ટી ( ૧૬૭૩ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૬ ) :- રૂ.૧૩૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

અદાણી પોર્ટ્સ ( ૧૩૯૮ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!

ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૩૪ થી ૧૨૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

એસબીઆઈ લાઈફ ( ૧૮૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૭૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

સિપ્લા લિ. ( ૧૫૭૩ ) :- રૂ.૧૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૩૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૮૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૫૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

ટેક મહિન્દ્રા ( ૧૪૫૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!

ટાટા કેમિકલ ( ૧૦૦૧ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો https://www.capsavaj.com/policies ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

સુરતમાં ખુલ્યો દેશનો સૌથી પહેલો VinFast ગાડીનો શોરૂમ
(જી.એન.એસ) તા. 29

સુરત,

દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે જાણીતી વિનફાસ્ટની ભારતીય સહાયિક કંપની વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કરીને ભારતમાં રિટેલ ક્ષેત્રે એક નવી શરૂઆત કરી. વિનફાસ્ટ, વિયતનામના Vingroup JSC ની સહાયિક છે. જે દેશના સૌથી મોટા કોંગ્રોમેરેટ્સ પૈકીનું એક છે. વિનફાસ્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો નિર્માણ કરતી કંપની છે, જે ઇવીને દરેક માટે સુલભ બનાવવાનો મિશન ધરાવે છે.

વિનફાસ્ટ એશિયા ના CEO, ફામ સન્હ ચાઉએ જણાવ્યું કે, “ગુજરાતના સુરતમાં વિનફાસ્ટનું પ્રથમ શોરૂમ અમારા ભારત પ્રત્યેના ઊંડા વચનબદ્ધતાનું પ્રતિક છે. અમારા ટેકનોલોજી અને ગુણવત્તાસભર સેવા દ્વારા ગ્રાહકો માટે સંપૂર્ણ માલિકી અનુભવ (ownership journey) આપવાનો ઉદ્દેશ છે.”

તેમણે ઉમેર્યું, “ચંદન કાર જેવા ભરોસાપાત્ર પાર્ટનરો સાથે મળીને, અમે ભારતમાં એક ભવિષ્યગામી ઈવીઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, જે શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક વાહન અનુભવ આપશે.”

આ કંપનીના આગામી 2 અબજ ડોલર મૂલ્યના ઉત્પાદન યુનિટના ઉદ્ઘાટન પહેલાં થયો છે, જે 4 ઓગસ્ટે તમિલનાડુના થૂથુકુડીમાં શરૂ થવાનો છે. સુરત શોરૂમ વિનફાસ્ટનો ભારતની જમીન પરનો પ્રથમ ફિઝિકલ ટચપોઈન્ટ છે અને કંપનીના લાંબા ગાળાના દૃષ્ટિકોણને ઉજાગર કરે છે કે જેમાં ગ્રાહકો કેન્દ્રમાં હોય અને એક મજબૂત ઇલેક્ટ્રિક મોબિલિટી ઈકોસિસ્ટમ ઊભું કરવામાં આવે.

ડાયમંડ સીટી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલું 3000 ચોરસ ફૂટનું આ શોરૂમ ‘વિનફાસ્ટ સુરત’ નામથી ઓળખાવાશે અને તેને ચંદન કાર પ્રમોટ કરે છે, જે ભારતીય ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. અહીં ગ્રાહકો માટે પ્રોડક્ટનું ઇમર્સિવ અનુભવ, સરળ ખરીદી પ્રક્રિયા અને વર્લ્ડ ક્લાસ આફ્ટર-સેલ્સ સર્વિસ ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, સુરત શોરૂમમાં વિનફાસ્ટના આગામી બે પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયૂવી મોડલ – VF 6 અને VF 7 પ્રદર્શિત કરવામાં આવશે. કંપનીના વિસ્તરણ યોજના અંતર્ગત, 2025ના અંત સુધીમાં 27થી વધુ શહેરોમાં કુલ 35 ડીલરશીપ સ્થાપવાની યોજના છે.

VF 6 અને VF 7 માટે 15 જુલાઈથી પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. બુકિંગ રકમ રૂ. 21,000 છે અને સંપૂર્ણપણે રિફંડેબલ છે.

આ વાહનોનું સ્થાનિક એસેમ્બલીંગ થૂથુકુડી ખાતેના નવીન Upcoming પ્લાન્ટમાં થશે, જેના દ્વારા વિનફાસ્ટ ભારતને માત્ર માર્કેટ તરીકે નહીં, પરંતુ ભાવિ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાની દૃષ્ટિ રાખે છે.