સૌરાષ્ટ્ર – GNS NEWS

શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય છે.

સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર..ભારતમાં આ બાર જ્યોતિર્લિંગ આવેલા છે.

આ પૌરાણિક નાગેશ્વર મંદિરની સ્થાપના વિશે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહીં સમુદ્રકાંઠે આવેલા વનમાં દારૂક નામના રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસીનો આતંક હતો. દારૂકાના આતંકથી પૂજાને બચાવવા શિવભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવીને ભગવાન શિવજીની આરાધના કરી. કઠોર તપશ્ચર્યાથી ભગવાન શિવ પ્રસન્ન થતાં નાગેશે દારૂક અને દારૂકાનું પતન કરવાનું વરદાન માગ્યું. શિવભક્તિથી આ રાક્ષસી દંપતિનો નાશ થયો. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ અહીં શિવલિંગ જ્યોતિર્લીંગ તરીકે પૂજાશે, તેવું વરદાન આપ્યું. ભક્ત નાગેશની તપશ્ચર્યાથી પ્રગટ થયેલા શિવલિંગના કારણે આ સ્થળ નાગેશ્વર તરીકે પ્રચલિત થયું. મથુરાથી મથુરાના પ્રજાજનોના વિકાસઅર્થે યુદ્ધના વાતાવરણ માંથી વિકાસના માર્ગે વાળવાના હેતુથી દ્વારકા વસાવનાર ભગવાન શ્રીકૃષ્ણે અનાદિકાળથી રહેલા નાગેશ્વર મહાદેવની પૂજા અભિષેક કરીને શિવજી પાસેથી પશુપતાસ્ત્ર મેળવ્યું હતું અને સમુદ્રક્ષેત્રના શંખ, કુશ, દારૂકા વગેરે રાક્ષસોના દળ-બળનો નાશ કર્યો હતો અને મનુષ્યના વસવાટ માટે આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું તેવી માન્યતા પણ છે અને તેને શ્રીમદ્ ભાગવત વગેરે પુરાણો-ગ્રંથોનું સમર્થન મળે છે.નજીકમાં જીલકા નદી, ભીમગજા સરોવર અને મંદિરને અડીને જ આવેલા કમળ સરોવરમાં કમળો ઉગે છે. આ ભવ્ય તીર્થધામના દર્શન કરવા એ લ્હાવો છે, તેમાંય શિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દૃશ્ય ખડું થતું હોય છે.

દ્વારકાથી અંદાજે ૧૭ કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને સ્વ.ગુલશનકુમારના ટ્રસ્ટ દ્વારા રૂા.૫ કરોડના અંદાજિત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાનું નિર્માણ થયું છે. ભક્ત સમૂદાય ઉપરાંત પર્યટકો અને પ્રવાસીઓ પણ શિવપ્રતિમા નિહાળવા અવશ્ય જતા હોય છે. લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે.

રાજ્ય સરકાર દ્વારા સામાજીક વનીકરણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪ માં નાગેશ્વર ખાતે રાજયકક્ષાના ૬૪ મા વન મહોત્સવની ઉજણવી માટે ૧૦માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીં પૂજા અર્ચના કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે.

અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો
(જી.એન.એસ) તા. 27

અમરેલી,

અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજના ખાંભા શહેરના રેવન્યુ વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દીપડાના મોતના સમાચાર આપતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ખાંભાથી મીતીયાળા જવાના કાચા રસ્તા પરથી આશરે 14 થી 15 વર્ષના આ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા તુલસીશ્યામ રેન્જ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ મામલે પ્રાતંત્ર દ્વારા થમિક તપાસમાં સામે આવ્યું છે કે, દીપડાનું મોત ઉંમર મર્યાદાને કારણે થયું હોવાની શક્યતા છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ
(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્યના પત્નિ હિરલ જાડેજા સામે વધુ એક પોલીસ કેસ
(જી.એન.એસ) તા. 21

પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને તે અનુસંધાને હિરલબેન જાડેજા સામે ગુન્હો દાખલ થયો છે.

પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હરીશ પોસતરીયા એ ભૂરા મુંજા પાસેથી વર્ષ 2012 માં 75 લાખ લીધા હતા ભૂરા મુંજા નું 2016 ભૂરા મુંજાના મૃત્યુ બાદ હિરલબા જાડેજાએ પઠાણી ઉઘરાણી શરુ કરી ફરિયાદીની 16 કરોડની ફેક્ટરી 50 % કિંમતમાં વેચી અને ત્રણ મોટી મિલકત જેમાં બંગલા અને મકાન પણ વેચી વ્યાજ ચૂકવ્યા તેમ છતા પૂરું નહીં પાડતા ફરિયાદી રહીશે તેમની 18 ફિશિંગ બોટ માંથી 13 ફિશિંગ બોટો વેચી વ્યાજ ચૂકવેલ. આજે આખો પરિવાર થરથર ધ્રૂજે છે. હાલ તમામ ભાડાના મકાનોમાં રહે છે. ફરિયાદીનો ભાણેજ ધંધાકીય વ્યવહાર ચલાવે છે. પરંતુ હીરલબાની દાદાગીરી સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતુ નથી. છતાં હિંમત કરી ગઈકાલે સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ધમકી આપતા હોવાનો ઓડિયો પુરાવા રૂપે આપ્યા છે. જો કે હિરલ બા આજે પણ જૂનાગઢ જેલમાં છે. હીરલ જાડેજા સામે હથિયાર ધારા, અપહરણ, સાયબર ફ્રોડ સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે.

ફરિયાદી હરીશભાઈ 18 બોટના માલિક હતા, પોરબંદરમાં 18 જેટલી બોટ રાખીને માચ્છીમારીનો વ્યવસાય કરતા હતા અને વર્ષ 2001માં વાડીપ્લોટ શેરી નં 2માં અનમોલ નામના બંગલાનું બાંધકામ કર્યું હતું અને ત્યાં રહેવા જતા રહ્યા હતા અને ત્યાં સંયુક્ત પરિવારમાં રહેવા જતા રહ્યા હતા અને વર્ષ 2010માં જાવર ખાતે અનમોલ ઈમ્પેક્ષ નામની મચ્છીની ફેકટરી 6 પાર્ટનર વચ્ચે બનાવી હતી અને વર્ષ 2012માં બેંક લોન ન થતા તાત્કારિક ધોરણે 75 લાખ રૂપિયા જેવી રકમની જરૂરિયાત ઉભી થતા ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના મોટાભાઈ દિનેશભાઈ પોસ્તરીયાના જાણીતા પરબતભાઈ મેર સાથે ચર્ચા કરી તેણે એવું જણાવ્યું હતુ કે સૂરજ પેલેસ ખાતે રહેતા ભૂરા મુંજા કડછા વ્યાજે રૂપિયા આપે છે, તેની પાસેથી અપાવી દઈશ પણ સિક્યુરિટી પેટે મકાનના સાટાખત કરી આપવા પડશે. ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના ભાણેજ સુનિલ ખોરાવાને હિરલબેન દ્વારા બેફામ ગાળો બોલી હતી અને હિરલબેને પઠાણી ઉઘરાણી કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.

સીબીઆઈ કોર્ટે લાંચ કેસમાં પશ્ચિમ રેલવે, ભાવનગરના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
(જી.એન.એસ) તા. 21

અમદાવાદ/ભાવનગર,

અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એટલે કે 21.07.2025ના રોજ એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર લાંચ માંગવા અને સ્વીકારવાના ગુના સંબંધિત કેસમાં રૂ. 1,00,000/- ના દંડ સાથે 3 વર્ષની સખત કેદ (RI)ની સજા ફટકારી હતી.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 15.07.2010ના રોજ આરોપી વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી હરીશ કિશોર ગુપ્તા, ડિવિઝનલ એન્જિનિયર (C), ભાવનગર પરા, DRM ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગર દ્વારા ફરિયાદી, એક રેલવે કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 5000/- ની ગેરકાયદેસર રકમ માંગી અને સ્વીકારી હતી. જે રૂ. 19,91,432.11/- ની રકમનો વર્ક ઓર્ડર જારી કરવા અને 10.03.2010ના રોજ ઉપરોક્ત કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવેલા કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાનો સમય વધારવા માટે વિચારણા કરવા અંગેની રકમ હતી.

આરોપી હરીશ કિશોર ગુપ્તાની 16.07.2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હરીશ કિશોર ગુપ્તાના નિવાસસ્થાન અને કાર્યાલય પર સર્ચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તપાસ પછી, 29.06.2011ના રોજ આરોપી હરીશ કિશોર ગુપ્તા વિરુદ્ધ જાહેર સેવક દ્વારા ગેરકાયદેસર રકમ માંગવા અને સ્વીકારવા તેમજ ગુનાહિત ગેરવર્તણૂક કરવાના ગુના બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ટ્રાયલ પછી, લેફ્ટનન્ટ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને તેને તે મુજબ સજા ફટકારી હતી.

ભાવનગરમાં રેલવેના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યો
(જી.એન.એસ) તા. 21

ભાવનગર,

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમ દ્વારા ભાવનગરમાં રેલવે વિભાગના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યો છે.

આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, આ કેસમાં ફરિયાદી એક કોન્ટ્રાક્ટર છે. તેમણે તેમના બિલ મંજૂર કરાવવા માટે રેલવેના એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરનો સંપર્ક કર્યો હતો. ત્યારે એન્જિનિયર દાસર દ્વારા બિલ મંજૂર કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ આ મામલે ACB માં ફરિયાદ કરી હતી.

કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા લાંચીયા અધિકારી ને જ્હ્દ્પી પાડવા છટકું ગોઠવ્યું હતું. સોમવારે જયારે આરોપી અન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસર ભાવનગર રેલવેની DRM કચેરીમાં લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પડ્યા હતા. ACB એ આરોપી એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

નેશનલ હાઇવે 147 પર ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી
(જી.એન.એસ) તા. 15

અમદાવાદ/ગાંધીનગર,

રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 સરખેજ ગાંધીનગર હાઇવે પર ખોડિયાર રેલવે ઓવર બ્રિજ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 પર અલગ અલગ સ્થળોએ ક્ષતિ પામેલા રસ્તાઓ પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 147 પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.

જુનાગઢ જિલ્લામાં જર્જરીત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી થઈ રહી છે- કલેકટર અનિલ કુમાર રાણાવસિયા
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ

(જી.એન.એસ) તા. 15

જુનાગઢ,

જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે  બંધ કરાવવામાં આવ્યા છે.  આ પુલોમાં  સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.

કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ કરાયું
(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર/અમદાવાદ,

ગુજરાતમાં વાહનવ્યવહારને સુગમ બનાવતા તેમજ આર્થિક પ્રવૃત્તિઓ અને નાગરિકોના જીવનને જોડતા વિવિધ માર્ગ અને બ્રિજના ભારે ઉપયોગને કારણે પુલની સમારકામ અને જાળવણી જરૂરીયાતને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા પુલોના સમારકામ અને મજબૂતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો અને રાજ્યના વિકાસને વેગ આપવાનો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તપાસ બાદ ક્ષતિગ્રસ્ત પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને તેને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવામાં આવ્યા છે.

બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભોગાવો નદી ઉપર ૬ માર્ગીય પુલનું નિર્માણ

વાહન વ્યવહાર અને સલામતી સુરક્ષિત કરવાના આશય સાથે બગોદરા-લીંબડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-અ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪૭) પર બગોદરા પાસેની ભોગાવો નદી પર 0૬ માર્ગીય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ મુજબ ભોગાવો નદી પર ડાબી બાજુએ હયાત બે-માર્ગીય બ્રિજને ત્રણ-માર્ગીય બનાવવાની કમગીરી બે વર્ષ પહેલા જ પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં, ભોગાવો નદી પરના આ હયાત બ્રિજને વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, જેનું નિયમિતપણે મેઈન્ટેનન્સ કરવામાં આવે છે.

આ ઉપરાંત ભોગાવો નદી પર જ હયાત બ્રિજની બીજી બાજુ નવા ત્રણ-માર્ગીય બ્રિજનું નિર્માણ કાર્ય હાલ પૂર્ણતાના આરે છે. આ કામગરી પૂર્ણ થતા ટૂંક જ સમયમાં સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતા વાહનવ્યવહારમાં નોંધપાત્ર સુધારો થશે. આ નવા અને વિસ્તૃત પુલના નિર્માણથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રવાસ વધુ સુગમ અને સુરક્ષિત બનશે.

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજની મરામત-સમારકામ

અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૪૭ પર આવેલા વિશાલા નજીકના શાસ્ત્રી બ્રિજનું રૂ. ૬.૫ કરોડના ખર્ચે મરામત અને પુનઃનિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. બે અલગ-અલગ લેન માટે બે સ્વતંત્ર પુલ ધરાવતા શાસ્ત્રી બ્રિજ પૈકીનો જમણી બાજુનો પુલ વર્ષ ૧૯૭૦માં જ્યારે, ડાબી બાજુનો પુલ વર્ષ ૨૦૦૨માં નિર્માણ પામ્યો હતો. ગત વર્ષ ૨૦૨૨માં જમણી બાજુના પુલના બેરિંગમાં ખામી અને બંને પુલના એક્સ્પાન્સન જોઇન્ટ્સને નુકસાન જણાતાં, તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ પૂર્ણ કરીને વર્ષ ૨૦૨૪માં ફરી આ પુલને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

આ મરામત અને પુનઃનિર્માણ કામગીરીમાં જમણી બાજુના બ્રિજના બેરિંગનું મરામત અને સુધારાવિધાન કરવામાં આવ્યું હતું. સાથે જ, સુરક્ષાની દ્રષ્ટીએ બંને પુલના એક્સ્પાન્સન જોઇન્ટ્સને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમણી બાજુના બ્રિજની RCC (રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ) પેરાપેટ દિવાલનું પુનઃનિર્માણ, અનેક જગ્યાઓએ ગ્રાઉટિંગ અને ગનાઇટિંગ દ્વારા બ્રિજના બાંધકામની મરામત, ડાબી બાજુના પુલ પર મેટલ બીમ ક્રેશ બેરિયર સ્થાપિત કરીને વાહનચાલકોની સુરક્ષા વધારવા જેવા વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમારકામના કારણે શાસ્ત્રી બ્રિજ હવે વધુ સુરક્ષિત અને ટકાઉ બન્યો છે.

ભરૂચમાં કદરામા ખાડી પર નવો બ્રિજ ખુલ્લો મૂકાયો

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર કદરામા ખાડી ઉપર એક જૂના, જર્જરિત અને સાંકડા પુલના સ્થાને નવા માઇનોર બ્રિજનું (નાનો પુલ) નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિથી રૂ. ૯.૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજને તાજેતરમાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂના નેરો બ્રિજની તપાસ હાથ ધરતા તે બ્રિજ સાંકડો અને જર્જરિત હોવાથી, નાગરિકોની સલામતીને ધ્યાને રાખતા સરકાર દ્વારા તેની સ્થાને નવા માઈનોર બ્રિજનું યુદ્ધના ધોરણે નિર્માણ કરીને તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ – લીંબડી પેટા વિભાગ દ્વારા વિવિધ બ્રિજનું મજબૂતીકરણ:

ચોમાસા પૂર્વે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પ્રિ-મોન્સૂન પ્રિકોશનરી કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન વાહનવ્યવહારને સુગમ અને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ-લીંબડી દ્વારા વિવિધ સ્થળોએ સમારકામ અને મજબૂતીકરણના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.-

૧. વિરેન્દ્રગઢ (સુરેન્દ્રનગર) નજીક બ્રિજનું સમારકામ:

લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર વિરેન્દ્રગઢ ગામ નજીકના બ્રિજમાં મરામત કામગીરીની જરૂર જણાતા, તાત્કાલિક ધોરણે બ્રિજ પર ગ્રાઉટીંગ અને ગનાઇટીંગની કામગીરી હાથ ધરીને બ્રિજની મજબૂતી વધારવામાં આવી છે.

૨. કુડા ગામ (સુરેન્દ્રનગર) પરના બ્રિજ પર વાહન પ્રતિબંધ:

લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (NH-51) પર કુડા ગામ પાસે આવેલા બ્રિજની ટેક્નિકલ અધિકારીઓ અને બ્રિજ નિષ્ણાતોએ તપાસ હાથ ધરીને બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. જેને પગલે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું બહાર પાડીને બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, બ્રિજની બાજુમાં ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

૩. રાણપુર-બોટાદ (મિલેટ્રી) રોડ પર ડામર સપાટીનું સમારકામ:

ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51)ના રાણપુર-બોટાદ (મિલેટ્રી રોડ) પ્રભાગ પર ખરાબ થયેલ ડામર સપાટીને હોટ મિક્સ મટીરીયલથી પેવર વડે દુરસ્ત કરવામાં આવી છે. રોડ સેફ્ટીના ભાગરૂપે, લેયિંગ કરાયેલ ડામર સપાટી પર થર્મોપ્લાસ્ટ માર્કિંગ પણ કરવામાં આવ્યું છે.

૪. પાંદરી-કારોલ ગામ (સુરેન્દ્રનગર) વચ્ચે સી.ડી. વર્કનું સમારકામ:

ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51)ના રાણપુર-લીંબડી રોડ પર પાંદરી અને કારોલ ગામ વચ્ચે આવેલા સી.ડી. વર્કમાં મરામતની જરૂર જણાતા, તાત્કાલિક ધોરણે ગ્રાઉટીંગ અને ગનાઇટીંગની કામગીરી હાથ ધરીને બ્રિજને વધુ મજબૂત અને સુરક્ષિત કરવામાં આવ્યો છે.

૫. સુખભાદર બ્રિજ, રાણપુર (બોટાદ) પર રેલિંગનું સમારકામ:

ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51) પર આવેલા રાણપુર ગામે સુખભાદર નદી પર સ્થિત બ્રિજની હયાત આર.સી.સી. પેરાપેટને નુકસાન થયું હોવાનું જાણવા મળતાની સાથે જ, યુદ્ધના ધોરણે જૂની પેરાપેટ હટાવીને પાઇપ રેલિંગ લગાવવામાં આવી છે, જેથી માર્ગસુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

૬. આંકડીયા બ્રિજ, બોટાદ ખાતે ડાયવર્ઝન:

ઢસા-ગઢડા-બોટાદ-રાણપુર-લીંબડી રોડ (NH-51) પર આવેલા આંકડીયા ગામ પાસેના ‘આંકડીયા બ્રિજ’ની થયેલી તપાસમાં બ્રિજને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષાને ધ્યાને રાખતા આ બ્રિજને તુરંત જ બંધ કરીને તેની નીચેની બાજુએ (ડાઉનસ્ટ્રીમ) ડાયવર્ઝનનું બાંધકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં સંપૂર્ણ વાહનવ્યવહાર આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહ્યો છે.

ગુજરાતમાં પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને નાગરિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા રોડ-રસ્તા અને બ્રિજની જાળવણી, નિયમિત નિરીક્ષણ અને મજબૂતીકરણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું, જેમાં વેફર્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટેના પ્રોસેસ્ડ બટાટાનો પણ સમાવેશ
બટાટાના ઉત્પાદનમાં બનાસકાંઠાએ બાજી મારી, વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન ઉત્પાદન; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર,

ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જેવી ક્રિસ્પ વસ્તુઓ જે પ્રોસેસ્ડ બટાટામાંથી બને છે તેનું પણ ભરપૂર ઉત્પાદન કરી રહ્યું છે. આમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો છે.

છેલ્લા બે દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું

2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલે વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સાથે 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આજે ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફર્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે મૂલ્યવર્ધિત ખેતપેદાશો પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓ તેમજ કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મજબૂત સમર્થન સાથે ગુજરાતે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતીમાં નોંધનીય સફળતા મેળવી છે.

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું જેમાં લગભગ 25%થી વધુ લેડી રોસેટા અને બાકી કુફરી બટાટાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. ગુજરાત જે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતી કરે છે તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા ફ્રોઝન ફૂડ બનાવતા દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને મોટા પાયે સપ્લાય કરવામાં આવે છે. પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 60 ટકા વેફર માટે અને લગભગ 40 ટકા ફ્રેન્ચ ફ્રાય પ્રોડક્શન માટે વપરાય છે. આમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓનો મુખ્ય ફાળો છે, જે ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફરની વધતી માંગને પૂરી કરી રહ્યા છે.

વર્ષ 2024-25માં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 1.19 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પ્રતિ હેક્ટર 32.36 ટન સરેરાશ ઉત્પાદકતા સાથે કુલ 38 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.

18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે

વર્ષ 2022-23માં બનાસકાંઠા જિલ્લામાં 53,548 હેક્ટરના વાવેતર વિસ્તારમાં 15.79 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું, એટલે કે તેની ઉત્પાદકતા 29.5 ટન પ્રતિ હેક્ટરની હતી. વર્ષ 2023-24માં 52,089 હેક્ટર વિસ્તારમાં 30 ટન પ્રતિ હેક્ટરની ક્ષમતા સાથે 15.62 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. આ આંકડો વર્ષ 2024-25માં 18.70 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતમાં કોઈ જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સમયગાળામાં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા નોંધાઈ હતી.

સાબરકાંઠા અને અરવલ્લીમાં અનુક્રમે 12.97 લાખ ટન અને 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન

બનાસકાંઠા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ બટાટાનું વિપુલ ઉત્પાદન થયું છે. સાબરકાંઠામાં વર્ષ 2024-25માં 37,999 હેક્ટર વિસ્તારમાં 34.13 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 12.97 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ બટાટાની ખેતી તાજેતરના વર્ષોમાં શરૂ થઈ છે તેમ છતાં આ જિલ્લાએ રાજ્યના કુલ બટાટાના ઉત્પાદનમાં નોંધનીય ફાળો આપ્યો છે. વર્ષ 2024-25માં અરવલ્લીમાં 20,515 હેક્ટર વિસ્તારમાં 34.05 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.

બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છે અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ

ગુજરાતનો ઉત્તરીય પટ્ટો ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આદર્શ બન્યો છે. અહીં લેડી રોસેટા, કુફરી ચિપ્સોના, સન્તાના જેવી જાતોની ખેતી થાય છે, જેમાં શુષ્ક પદાર્થનું પ્રમાણ વધુ અને ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, જેથી તે ક્રિસ્પ, ગોલ્ડન ફ્રાઈસ બનાવવા માટે યોગ્ય છે. આ બટાટા ફ્રોઝન ફૂડ પ્રોસેસર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs) જેમ કે મૅકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ અને ડોમિનોઝને સપ્લાય કરવામાં આવે છે, અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં તેની નિકાસ કરવામાં આવે છે. બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ છે, જે આ સપ્લાય ચેઇનને ટેકો આપે છે.