દક્ષિણ ગુજરાત – GNS NEWS

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ
અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ

(જી.એન.એસ) તા.29

અરવલ્લી,

રાજ્યમાં અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્મયંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ અંબાજીના વિકાસ માટે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા હતાં. શ્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપી સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોનુ અભૂતપૂર્વ વિકાસ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યાં છે.

તદ્અનુસાર; રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે

માસ્ટર પ્લાન હેઠળ વધુ ઉન્નત બનશે અંબાજી યાત્રાધામ પરિસર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે સંરેખિત છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.

શક્તિ કૉરિડોર સહિત અનેક નવી સુવિધાઓ ઉમેરાશે

અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર અને વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક વિકાસ માટે નવો માળખાકીય માપદંડ સ્થાપિત કરનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કાઓમાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટુંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.

આ ઉપરાંત; તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.

ચાચર ચોકનું વિસ્તરણ, ગેલેરી જેવા આકર્ષણો

માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે. ચાચર ચોકનું વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે.

આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા, વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ કોંગ્રેસને અલવિદા કહ્યું
(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસમાં બે રાજીનામાં

નોંધનીય છે કે, બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.

મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણસર વિજય બારૈયા અને વિજય જોશીએ રાજીનામાં આપ્યાનું કહેવાય છે.

એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકામાં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટે ગાંધીનગરમાં યોજાયો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એસ્પિરેશનલ જિલ્લા-તાલુકાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી 13 મેડલ્સ એનાયત કર્યા

રાજ્યના બધા જ જિલ્લા-તાલુકાઓનું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં સન્માન થાય તેવા ક્વોલિટી વર્ક અને 100 ટકા લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધ કરવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં 100 ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સેમિકન્ડક્ટરથી લઈને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ અપાય છે. જે વ્યવસ્થાઓ ટેકનોલોજીના વિનિયોગથી વિકસી છે તેને કારણે હવે લોકોની અપેક્ષા અને જાગૃતિ વધ્યાં છે. લોકોને સારી સુવિધાઓની ટેવ પડી ગઈ છે તે જળવાઈ રહે તેવી તેમની અપેક્ષાને આપણે સાકાર કરવી પડશે એમ તેમણે જિલ્લા વહીવટીતંત્રના વડાઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2024 દરમિયાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં રાજ્યના જે જિલ્લા અને તાલુકાઓએ સંપૂર્ણતા હાંસલ કરવાની સિદ્ધિઓ મેળવી છે તેવા જિલ્લા તાલુકાઓને એવોર્ડ્સ અને પ્રમાણપત્રથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનિત કર્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિતકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા અધ્યક્ષશ્રીએ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત તમામ છ ઇંડિકેટર્સમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાઓને ગોલ્ડ, પાંચમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાને સિલ્વર અને ચારમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાને બ્રોન્ઝ એમ કુલ 13 મેડલ સંબંધિત જિલ્લાના તત્કાલિન કલેક્ટરોને એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ સંકલ્પ – “છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને” તે પરિપૂર્ણ કરવા અંગે ગુજરાતે ‘એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત નિયત કરેલાં વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં નિયત સમયમાં “સંપૂર્ણતા” મેળવીને જે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તે માટે તેમને પ્રસંશા પ્રમાણપત્રો અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે યુવા અધિકારીઓની શક્તિ અને લોકહિત કાર્યો માટેની ધગશ જોતાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો ધ્યેય પાર પડશે જ. એટલું જ નહિ, જે કંઈ કામ થશે તે પૂરેપૂરી ગુણવત્તા સાથે થશે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વિકસિત ગુજરાત તરફની ગતિને વધુ તેજ બનાવવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની સ્થાપના કરી છે. વિકાસના કયા ક્ષેત્રોમાં હજુ વધુ ગતિ લાવવાની જરૂર છે. કયા ક્ષેત્રમાં કેટલું કામ થયું છે અને કેટલું કામ કરવાનું છે તેનું સંપૂર્ણ મોનિટરીંગ અને દિશાદર્શન GRIT કરે છે.

“આપણે વ્યવસ્થાઓને સુદ્રઢ કરીને નીચે સુધી પહોંચાડીને નાનામાં નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવો છે. આ માટે ઘણું કામ થયું છે તેને હજુ વેગવંતુ બનાવવું છે” તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે યોજનાઓના આયોજન કે અમલમાં નાણાંની પણ કોઈ તંગી નથી તેવું સંગીન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ રાજ્યમાં છે ત્યારે ગુણવત્તાસભર કામો થાય અને યોજનાઓના 100 ટકા લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી જિલ્લાઓના વહીવટી વડાઓ પાસે અપેક્ષા છે. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @2047 માટે ગુજરાત લીડ લેવા સજ્જ છે એવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

કેન્દ્ર સરકારના નિતી આયોગ દ્વારા દેશના છેવાડાના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાના, સામાજીક-આર્થિક રીતે પડકારજનક જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવવા તેમજ તેઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરી સામાજીક- આર્થિક ઝડપી પરિવર્તન લાવવાના નિર્ધાર સાથે ૨૦૧૮માં સમગ્ર દેશમાં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના દાહોદ અને નર્મદા એમ બે જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.

‘એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ માં સમગ્ર ભારત દેશમાં એકંદરે મળેલ સારા પરિણામોને ધ્યાને લઇને, આ પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરતા તાલુકા કક્ષા સુધી લઇ જવાના મક્કમ નિર્ધાર અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૨૦૨૩થી ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે.

આ બંને કાર્યક્રમોમાં સંપૂર્ણતા હાંસલ કરવાને વેગ મળે તેવા ઉદ્દેશ્યથી નીતિ આયોગ દ્વારા 4 જુલાઈ 2024થી 30 સપ્ટેમ્બર 2024 સુધી “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત જે છ(૬) ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા હતા તેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રસૂતિ પહેલાની સંભાળ (ANC) માટે નોંધાયેલી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, ICDS કાર્યક્રમ હેઠળ નિયમિતપણે પૂરક પોષણ લેતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, માટીના નમૂના સંગ્રહ લક્ષ્યાંક સામે જનરેટ કરાયેલા સોઇલ હેલ્થ કાર્ડની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે ડાયાબિટીસ માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે હાયપરટેન્શન માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી તથા બ્લોકમાં કુલ SHG સામે રિવોલ્ડિંગ ફંડ મેળવનાર SHGની ટકાવારી પર ફોકસ કરવામાં આવ્યું હતું.

તદઅનુસાર, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાએ તમામ છ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે તથા નર્મદા જિલ્લાએ પાંચ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે.

એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત લખપત, રાપર, કુકરમુંડા, નિઝર, થરાદ, ઘોઘંબા તથા સાયલા એમ ૭ (સાત) તાલુકાએ તમામ છ(૬) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે, તે માટે ગોલ્ડ એવોર્ડ, તથા ગરબાડા, નાંદોદ તથા સાંતલપુર તાલુકાએ પ(પાંચ) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા બદલ સિલ્વર એવોર્ડ તથા ડાંગના સુબીર તાલુકાને ૪(ચાર) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા માટે કાંસ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ૧૦ જિલ્લામાં ‘આકાંક્ષાહાટ’નું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ‘આકાંક્ષા હાટ’ થકી ‘વોકલ ફોર લોકલ’ને વધુ વેગવાન બનાવવા જિલ્લાની સ્થાનિક અને વિશેષ બનાવટોને પ્રદર્શિત કરાશે.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિકાસના ફળ પહોંચાડવામાં અજાણતા ક્યાંય ત્રુટિ રહી ગઈ હોય તેવા તાલુકા-જિલ્લાના સર્વગ્રાહી વિકાસ પર વિશેષ ધ્યાન આપવું તેવો મુખ્યમંત્રીશ્રીનો હરહંમેશ અભિગમ રહ્યો છે. ગુજરાતના આવા એસ્પિરેશનલ જિલ્લા અને તાલુકાના વિકાસ પર રાજ્ય સરકાર ઉપરાંત નીતિ આયોગ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતના આવા જિલ્લા-તાલુકા નીતિ આયોગના માપદંડો પર ખરા ઉતર્યા છે.

નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિત કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ૧૧૨ જિલ્લાની “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ” હેઠળ તેમજ ૫૦૦ તાલુકાની “એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ” હેઠળ પસંદગી કરીને તેને વિકસિત બનાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા વિકાસ માટે નિર્ધારિત કરાયેલા ૦૬ ઇન્ડિકેટર્સના આધારે ગુજરાતના પસંદગી પામેલા જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામ કરવામાં આવ્યું છે.

આયોજન સચિવ શ્રી આદ્રા અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે, GSIDSના નિયામક શ્રી લીના કક્કડે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ,  એવોર્ડ્સ મેળવનારા જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને પદાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ ગુજરાતમાં ફરી એકવાર છવાશે વરસાદી માહોલ
(જી.એન.એસ) તા. 25

ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશર, રાજસ્થાનમાં દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, ગંગાનર, સિરસા થઈને લો પ્રેશર એરિયા સુધી પસાર થઈ રહેલ મોનસુન ટ્રર્ફ તેમજ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાઈ પટ્ટીમાં સર્જાયેલ ઓફ શોર ટ્રર્ફને કારણે ગુજરાતમાં આશરે એક સપ્તાહ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ આવતા, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીમાં પણ વ્યાપક વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આજે આણંદના નાવલી ખાતે મુખ્યમંત્રીશ્રી NCC લીડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે
યુવાનોને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ માટેની વ્યવસ્થા, 28 જુલાઇથી યુવા આપદા તાલીમ અને NCC કેમ્પનું આયોજન થશે

(જી.એન.એસ) તા. 25

આણંદ,

25 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે.

પ્રથમ ફેઝ અંતર્ગત ₹5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત ₹25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે.  દેશના યુવાનોને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ આપવા માટે એકેડમીમાં પૂરતી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અહીં રૉક ક્લાઇમ્બિંગ વૉલ, અવરોધ માર્ગ, ફાયરિંગ રેન્જ, ડિજીટલ ક્લાસરૂમ્સ તેમજ ડ્રીલ ગ્રાઉન્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે.

28 જુલાઇથી તાલીમ કેમ્પ શરૂ થશે

ઉદ્ઘાટન બાદ 28 જુલાઇથી આ એકેડમીમાં ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. આ એકેડમી કુલ 15 એકર વિસ્તારમાં ફેલાયેલી છે.  ગુજરાતમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે આ એકેડમી મહત્પૂર્ણ બની રહેશે જે યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરશે. આ  એકેડમીનું નિર્માણ ગુજરાત સરકારની યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રિપબ્લિક ડે પરેડ માટે અહીંથી પસંદગી થશે

આ બાબતે 4 ગુજરાત NCC બટાલિયન, વલ્લભવિદ્યાનગરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ ભોલાએ જણાવ્યું હતું કે “600ની સ્ટ્રેન્થ થયા બાદ સંખ્યાની દૃષ્ટિએ આ ગુજરાતની સૌથી મોટી NCC લીડરશીપ એકેડમી બની જશે. ગુજરાતના યુવાનો માટે આ એક સારી સુવિધા છે જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના યુવાનોનું પર્ફોર્મન્સ વધુ સારું બનશે. ગુજરાતની ઘણી બટાલિયનના કેમ્પ અહીં જ આયોજિત થશે અને રિપબ્લિક ડે પરેડ માટેના યુવાનોની પસંદગી પણ અહીંથી થશે. અત્યારે ગુજરાતમાં 75 હજારની કેડેટ સ્ટ્રેન્થ છે, જેને આવનારા દિવસોમાં 85 હજાર સુધી લઇ જઇશું.”

દેશના યુવાનોમાં નેતૃત્વ વિકસિત થાય અને તેઓ દેશભક્તિ સાથે સાહસવૃત્તિ અને શિસ્ત કેળવીને દેશના સૈન્યમાં જોડાય તેવા ઉદ્દેશ અને મિશન સાથે NCC કાર્ય કરે છે. ગુજરાતમાં NCC દ્વારા યુવાનોમાં આ ગુણો વિકસિત કરવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવે છે.  અત્યાર સુધી ગુજરાતમાં 135થી વધુ મિલિટરી કેમ્પ અને 45થી વધુ સામાજિક જાગરૂકતા માટેના કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં 1.9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ રહ્યાં છે. રાજ્યમાંથી 20 કેડેટ ઓફિસર તરીકે કમિશન્ડ થયા છે અને 213 અગ્નિવીર એનરોલ થયા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોના ઘડતરમાં NCCના મહત્વને હંમેશા પ્રકાશિત કર્યું છે.  તેમણે જણાવ્યું છે કે  NCC કેડેટ્સ ભારતની યુવા પેઢી તરીકે દેશની અમૃત પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ અમૃત પેઢી આવનારા 25 વર્ષમાં દેશને નવી ઉંચાઈ પર લઈ જશે અને ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવશે.

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ
(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપે પૂર્વ ધારાસભ્ય સામે ભર્યું શિક્ષાત્મક પગલું
(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેમાં, પૂર્વ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.

આ સમગ્ર બાબતે વાત કરીએ તો માતરના પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમુલના સહકારી આગેવાનો અને ખેડા પોલીસ અંગે ગમે તેવા વિષયો પર ફેસબુક લાઈવ કરતા હતા. જેને લઈને ભાજપ પાર્ટી દ્વારા આ શિક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે.

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે
(જી.એન.એસ) તા.17

પાટણ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.

સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીશ્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ૧૦૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે.

કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા ૪૪ લાખની સહાયનું વિતરણ કરશે.

સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સ્થળ પસંદગી પ્રક્રિયા અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિક રૂપે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર, ચાણસ્મા, પાટણના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી

(જી.એન.એસ) તા.17

પાલનપુર,

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.

મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ “એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર” તક્તિનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સાથે આંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

મંત્રીશ્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા ૧૪ વર્ષના વેરને સમાધાન કરાવીને સામજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે.

ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.

આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.

આ કાર્યક્રમમાં રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા, જિલ્લા અગ્રણીશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી પી.એન.માળી સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

ધરોઈ વિસ્તારમાં સ્પિરિચ્યુઅલ-એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું

(જી.એન.એસ) તા. 15

ધરોઇ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ.

ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.

ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે.

રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગેની આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70% તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે તેની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી નિયમિત રીતે વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રાખવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 4889 મિલિયન ઘન મીટર પાણી છે.

મુખ્યમંત્રીશ્રીએ ધરોઈના આ સમગ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. શ્રી હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, સલાહકાર શ્રી એસ.એસ.રાઠૌર, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અને એમ.ડી. શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ શ્રી ડૉ.રાજેન્દ્ર કુમાર, જળ સંપત્તિ સચિવ શ્રી પી.સી.વ્યાસ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી પ્રભવ જોશી સાથે નિરીક્ષણ કરીને આ સમગ્ર પ્રોજેક્ટ અને ધરોઈ જળાશય આસપાસના વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટેનું પ્રેરક સુચન કર્યુ હતુ.

આ મૂલાકાતમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્ય સભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, જળ સંપત્તિ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ તેમજ પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.