ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ આ ધરપકડ કરી છે. જણાવી દઈએ કે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને લગભગ 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં કથિત રીતે અનિયમિતતા કરી હતી, જ્યારે આ છેતરપિંડી થઈ ત્યારે ચંદા કોચર બેંકની સીઈઓ હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેબ્રુઆરી 2019માં ફોજદારી કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ચંદા કોચર પર ભેદભાવ અને વીડિયોકોન જૂથની તરફેણ કરવાનો આરોપ છે. સીબીઆઈએ નુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત આઈપીસીની કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ચંદા કોચર, તેના પતિ અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને આરોપી તરીકે નામ આપ્યા છે. તરીકે નોંધવામાં આવી હતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.