ઉત્તરાખંડમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી લગભગ 100 કિમી દૂર ભારત-અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ’ થી ચીને નારાજ થયું છે. ચીને સૈન્ય અભ્યાસ સામે વાંધો ઉઠાવતા તેનો વિરોધ કર્યો છે. ચીને સંયુક્ત ભારત-અમેરિકા સૈન્ય અભ્યાસનો વિરોધ કરતા કહ્યું છે કે તે નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે થયેલા બે સરહદ કરારની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. ભારતે ચીનના વાંધાને સીધો ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે યુદ્ધ અભ્યાસને 1993ના કરાર સાથે કોઈ લેવાદેવા નથી. ચીન પોતે જ સમજૂતીનું ઉલ્લંઘન કરે છે, તેણે પહેલા પોતાના વ્યવહારના ઉલ્લંઘન વિશે આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું, “ચીન અથવા અન્ય કોઈ દેશને ભારતના સૈન્ય અભ્યાસ પર કોઈ અધિકાર અથવા વીટો નથી.” ભારતે ગુરુવારે ઉત્તરાખંડના ઔલીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક યુએસ સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસ અંગેના ચીનના વાંધાને નકારી કાઢતા ગુરુવારે કહ્યું કે તે આવા મુદ્દાઓ પર કોઈ ત્રીજા દેશને ‘વીટો’ આપી શકે નહીં. ચીન પર પ્રહાર કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે ઔલીમાં અમેરિકા સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસને ચીન સાથેના 1993 અને 1996ના કરારો સાથે કોઈ લેવાદેવા નથી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.