[ad_1]
દિલ્હીની જામા મસ્જિદમાં યુવતીઓની એન્ટ્રી પર પ્રતિબંધને લઈને એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ સાથે વાત કરી છે. રાજ નિવાસના સૂત્રો પ્રમાણે દિલ્હીના એલજીએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી સાથે જામા મસ્જિદમાં મદિલાઓના પ્રવેશને પ્રતિબંધિત કરનાર આદેશને રદ્દ કરવાની વિનંતી કરી. ઇમામ બુખારીએ પોતાના આદેશને રદ્દ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે શરત રાખી કે મસ્જિદમાં આવનાર લોકો અહીંની પવિત્રતા બનાવી રાખે. આ પહેલા જામા મસ્જિદના તંત્રએ મુખ્ય દ્વારો પર નોટિસ લગાવી મસ્જિદમાં યુવતીઓને એકલી કે ગ્રુપમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ નિર્ણયની ટીકા બાદ શાહી ઇમામે કહ્યુ હતુ કે નમાજ પઢવા આવતી યુવતીઓ માટે આ આદેશ નથી. શાહી ઇમામ સૈયદ અહમજ બુખારી અનુસાર, મસ્જિદ પરિસરમાં કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહ્યું હતું શાહી ઈમામે? અને તેમણે આ કહ્યું હતું કે જામા મસ્જિદ પ્રાર્થનાની જગ્યા છે અને તે માટે લોકોનું સ્વાગત છે.
પરંતુ કેટલીક યુવતીઓ એકલી આવી રહી છે અને પોતાના મિત્રોની રાહ જોઈ રહી છે. આ જગ્યા તે કામ માટે નથી, તેના પર પ્રતિબંધ છે. શાહી ઈમામે કહ્યું હતું કે એવી કોઈપણ જગ્યા ભલે તે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરૂદ્વારા હોય, આ પ્રાર્થનાની જગ્યા છે. આ કામ માટે આવવા પર કોઈ પ્રતિબંધ નથી. આજે 20-25 યુવતીઓ આવી અને તેને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી.
આ મામલા પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જામા મસ્જિદ તંત્રને નોટિસ ફટકારી હતી. સ્વાતિ માલીવાલે કહ્યું કે આ શરમજનક છે અને ગેરબંધારણીય હરકત છે. તેમને શું લાગે છે કે આ ભારત નહીં ઈરાન છે કે જેનું જ્યારે મન કરશે મહિલાઓ સાથે તે ભેદભાવ કરશે અને તેને કોઈ કહેશે નહીં. જેટલો હક એક પુરૂષનો પ્રાર્થના કરવાનો છે એટલો એક મહિલાનો પણ છે. દિલ્હી મહિલા આયોગે શાહી ઇમામને નોટિસ ફટકારી છે. અમે ઈચ્છીએ છીએ કે આ ગેરબંધારણીય હરકત તત્કાલ ખતમ થાય.
GNS NEWS