રાજસ્થાનના ઉદયપુરમાં જૂન મહિનામાં એક દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં ગુરૂવાર (22 ડિસેમ્બર) એ મોટી માહિતી સામે આવી છે. મામલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બે મુખ્ય હુમલાખોર મોહમ્મદ રિયાઝ અત્રી અને મોહમ્મદ ગૌસ સહિત 11 લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું છે. ચાર્જશીટમાં બે પાકિસ્તાની નાગરિકોના નામ પણ છે. નોંધનીય છે કે 28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં સુપ્રીમ ટેલર્સના સંચાલક કન્હૈયાલાલની ધારદાર હથિયારથી માથુ કાપી હત્યા કરી દીધી હતી. આ મામલામાં પોલીસે આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝ મોહમ્મદની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે હત્યાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ ઘણા વીડિયો વાયરલ કર્યાં હતા. એક લાઇવ હતો અને બે વીડિયોમાં ગુનો કબુલતા જોવા મળ્યા હતા. ઘટનાની થોડી કલાકોમાં રાજસમન્દ પોલીસે બંનેને હાઈવે પર દબોચી લીધા હતા. હચવા માટે બનાવ્યો હતો બેકઅપ પ્લાન? કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસ કરી રહેલ NIA એ આ હત્યાકાંડના મુખ્ય આરોપીઓ મોહમ્મદ ગૌસ અને રિયાઝના બે સાથીઓ મોસિન અને આસિફની પણ ધરપકડ કરી હતી. આ બંનેએ NIAને જણાવ્યું કે હત્યા બાદ મોહમ્મદ ગૌસ અને રિયાઝને એક સેફ જગ્યા આપવા માટે બેકઅપ પ્લાન પણ તૈયાર હતો. આ બેકઅપ પ્લાનમાં ત્રણ લોકો સામેલ હતા. પ્લાન પ્રમાણે મોસિન અને તેનો સાથે આસિફ કન્હૈયાલાલની દુકાન પર થોડીવાર ઉભા હતા. તો તેનો એક અન્ય સાથી સ્કૂટી પર નજીક હાજર હતો. મોસિન અને આસિફે તપાસ ટીમને જણાવ્યું કે તેનું પ્લાનિંગ કર્યું હતું કે કન્હૈયાલાલની હત્યા કર્યા બાદ કોઈ કારણે ગૌસ અને રિયાઝ પકડાય જાય તો તેન ત્યાંથી બહાર કાઢવાનું કામ આ ત્રણેયનું હતું.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.