[ad_1]
હવે તમારી EMI વધવાની છે. રેપોરેટ 0.35%થી વધીને 6.25% કરવામાં આવ્યો છે. રેપોરેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે. MSF રેટ 6.15 ટકાથી વધીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. આજે વધારા પછી 20 વર્ષ પછી 50 લાખની હોમ લોન માટે વ્યાદ દર 8.55 ટકાથી વધીને 8.90 ટકા પર પહોંચી ગયો છે. તેનો અર્થ છે કે, પહેલાની સરખામણીએ હવે તમને 1,115 રૂપિયા EMI વધારે આપવી પડશે. 12 મહિનાની EMIમાં લગભગ 12,380 રૂપિયાનો વધારો થયો છે.
ઓટો લોનની વાત કરીએ તો 3 વર્ષ માટે 5 લાખની ઓટો લોન પર વ્યાજ દર 8.4 ટકાથી વધીને 8.75 ટકા પર પહોંચી ગયો છે. વ્યાજ દરોમાં વધારા પછી દર મહિને EMI 81 રૂપિયા વધી જશે. તેનો અર્થ છે કે, 12 મહિનાની EMiમાં કુલ 972 રૂપિયાનો વધારો થશે. શક્તિકાંત દાસે કહ્યુ કે, કેન્દ્રીય બેંકે સ્ટેડિંગ ડિપોઝિટ ફેસિલિટી શરૂ કરી છે. બેંકિંગ સિસ્ટમમાં ઘણી વાર જરૂરતથી વધારે લિક્વિડિટી થઈ જાય છે. તેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે.
બેંકિંગ સિસ્ટમમાં જરૂરતથી વધારે લિક્વિડિટીને ઓછી કરવા માટે એસડીએફ શરૂ કરવામાં આવી છે. આ ફેસિલિટી હેઠળ બેંકોએ તેમનું વધારાનું ફંડ આરબીઆઈ પાસે ડિપોઝિટ કરવા માટે હવે કોલેટરલની જરૂર નહિ પડે. અર્થતંત્ર પર પણ કોરોના મહામારીની માર પડી હતી. આરબીઆઈએ અર્થતંત્રને સહારો આપવા માટે લિક્વિડિટી વધારવા ઘણા ઉપાયો કર્યા હતા. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં લિક્લિડિટી બહુ જ વધી ગઈ છે.
ઈન્ડસ્ટ્રી અને બિઝનેસની લોનની માંગ નબળી બની ગઈ છે. તેનાથી બેંકોની પાસે ઘણા રૂપિયા પડ્યા છે. આ કોન્સેપ્ટ 9 મે 2011ના રોજ લાગૂ થયો હતો, આમાં બધી શેડ્યૂલ કોમર્શિયલ બેંક એક રાત માટે તેમની કુલ ડિપોઝિટના 1 ટકા સુઘી લોન લઈ શકે છે. શનિવાર છોડીને બધા જ વર્કિંગ દિવસોમાં બેંકોને આ સુવિધા મળે છે. ઈન્ટરેસ્ટ રેપોરટથી 1 ટકા ઉપર હોય છે. રેપો તે રેટ છે, જેના પર બેંક આરબીઆઈ પાસેથી ટૂંકાગાળામાં લોન લઈ શકે છે.
મોંઘવારીનો અંદાજઃ Q3માં રિટેલ મોંઘવારી દર અંદાજ 6.6% Q4માં રિટેલ મોંઘવારી દર અંદાજ 5.9% Q1FY24માં રિટેલ મોંઘવારી દર અંદાજ 5% Q2FY24માં રિટેલ મોંઘવારી દર અંદાજ 5.4% GDP વૃદ્ધિનો અંદાજઃ Q3માં GDP વૃદ્ધિ 4.4% રહેવાનો અંદાજ Q4 में GDP વૃદ્ધિ 4.2% રહેવાનો અંદાજ Q1FY24 में GDP વૃદ્ધિ 7.1% રહેવાનો અંદાજ Q2FY24 में GDP વૃદ્ધિ 5.9% રહેવાનો અંદાજ દેશના બધા જ મની માર્કેટ 9થી 5 વાગ્યા સુધી કામ કરશે.
GNS NEWS