[ad_1]
(જી.એન.એસ),તા.૧૯
મુંબઈ,
સરકારની મહારત્ન કંપની REC લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે ત્રીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. REC એ આજે 19 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે તે શેરહોલ્ડર્સને ઈક્વિટી શેર દીઠ 45 ટકાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. શેરે એક વર્ષમાં અંદાજે 260 ટકા રિટર્ન આપ્યું છે. REC લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 માટે 4.5 રૂપિયા પ્રતિ શેરનું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ રીતે રોકાણકારોને વચગાળાના ડિવિડન્ડમાંથી શેર દીઠ 45 ટકા નફો મળશે. ડિવિડન્ડ ચુકવણી માટેની રેકોર્ડ ડેટ 28 માર્ચ 2024 છે. ડિવિડન્ડ 17 એપ્રિલ, 2024 ના રોજ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે.
REC લિમિટેડના શેર આજે 19 માર્ચના રોજ 6.85 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 434.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 438.55 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.57 ટકાના ઘટાડા સાથે 429.40 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 524 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 113.20 રૂપિયા છે. છેલ્લા 6 મહિનામાં REC લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 175.10 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 68.86 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 269.69 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 313.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 306.21 ટકાનું રિટર્ન આપ્યું છે. REC લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 52.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 12.6 ટકા છે. કંપનીમાં કુલ 6,89,192 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1,13,044 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 4,40,029 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 13132 કરોડ રૂપિયા છે.