[ad_1]
(જી.એન.એસ),તા.૧૪
દેશની સૌથી મોટી બેંક SBI દ્વારા ગ્રીન FD એટલે કે ગ્રીન રૂપી ટર્મ ડિપોઝીટ લોન્ચ કરવામાં આવી છે. આ એફડીમાં રોકાણ કરાયેલા નાણાંનો ઉપયોગ એવા પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે જે પર્યાવરણને પ્રોત્સાહન આપે અને ભારતના ગ્રીન ફાઈનાન્સ ઈકોસિસ્ટમને ખીલવામાં મદદ કરે. SBI દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, બેંક દ્વારા એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. બેંક ગ્રીન એફડી દ્વારા ગ્રીન પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ કરશે. તેનાથી ટકાઉ ભવિષ્યના દેશના વિઝનને ટેકો મળશે.
SBI એ આપેલી જાણકારી મૂજબ NRI, ભારતના રહેવાસીઓ અને બિન-વ્યક્તિગત (કંપનીઓ) બધા આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. તમે SBI ગ્રીન રૂપી FDમાં 3 સમયગાળામાં રોકાણ કરી શકો છો જે 1111 દિવસ, 1777 દિવસ અને 2222 દિવસનો છે. SBI તરફથી ગ્રીન રૂપી FD પર વ્યાજ સામાન્ય રોકાણકારોને FD પર આપવામાં આવતા વ્યાજ કરતાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકા ઓછું હશે.
SBI માં વ્યાજ દરો : 7 દિવસથી 45 દિવસ 3.5 ટકા, 46 દિવસથી 179 દિવસ 4.75 ટકા, 180 દિવસથી 210 દિવસ 5.75 ટકા, 211 દિવસથી એક વર્ષ કરતાં ઓછા 6 ટકા, 1 વર્ષથી 3 વર્ષથી ઓછા 6.8 ટકા, 2 વર્ષથી 3 વર્ષથી ઓછા 7 ટકા, 3 વર્ષથી 5 વર્ષથી ઓછા 6.75 ટકા અને 5 વર્ષથી 10 વર્ષથી ઓછા 6.5 ટકા છે. સિનિયર સિટીઝનને તમામ FD પર 0.50 ટકા વધારે વ્યાજ આપવામાં આવે છે.