ગાંધીનગર – GNS NEWS

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. તેમણે ગુજરાત કેન્સર સોસાયટીને મોટા પાયે ટેકો આપી ગરીબોત્થાનના કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે. આપના દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.

માનવતા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વજનોમાં પોતીકાપણું જુએ છે, પરંતુ તે વ્યક્તિ મહાન છે જે અન્ય વ્યક્તિઓમાં પોતીકાપણું અનુભવે છે. પશુઓ અને મનુષ્યમાં તમામ વસ્તુઓ સમાન છે, ફક્ત માનવતાનો જ તફાવત છે. જ્યારે કોઈ દર્દીને ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ વિશ્વાસ થાય કે હવે તે જલ્દી સાજો થઈ જશે સ્વસ્થ થઈ જશે, તે જ આપણી સાચી ઓળખ અને કર્મની પૂંજી છે.

તેમણે કહ્યું કે, જન્મ તો દરેક વ્યક્તિ લે છે પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે વ્યક્તિ કર્મયોગી બની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે તો આવા કર્મો જ આજીવન અને આવનાર જન્મમાં સુખ આપે છે.

સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની પાવન ધરતી પર એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ્યા, જેમણે સામાજિક સુધારણા માટે અનેક કાર્યો કર્યા હતા. જ્યારે વ્યક્તિ તમામ લોકોની ઉન્નતીમાં પોતાની ઉન્નતિ સમજે અને દરેક વ્યક્તિના સુખ-દુઃખનો સાથી બને છે ત્યારે તે ખરા અર્થમાં માનવતાનો રક્ષક બને છે.

કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજથી 40-50 વર્ષ પહેલાં આવી બીમારીઓને કોઈ ઓળખતું ન હતું. વેદોમાં કહ્યું છે કે, કારણ વગર કશું થતું નથી. આજે માનવસર્જીત પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, આપણે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી રાસાયણિક ખાતર મંગાવીએ છીએ અને તેનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. તેનાથી ઉત્પન્ન થતા ફળ, શાકભાજી, અનાજ ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને બીમારીઓ ખરીદી રહ્યા છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની અસર ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ થઈ રહી છે. પશુઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જમીન પાણી અને હવા પ્રદુષિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બની ચૂકી છે.

આ તમામ સમસ્યાઓ અને પડકારોથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, જેનો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 9 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે, ભારતીયોએ ગુલામીની માનસિકતાને જળ મૂળમાંથી નાબૂદ કરવી જોઈએ. આપણને આપણા ખોરાક, ભાષા, પહેરવેશ, વારસા તથા મહાપુરુષો પર ગર્વ હોવો જોઈએ, તેમની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ અને પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.

આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે ધી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃતિઓની વાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ, પબ્લીકેશન, વર્કશોપ, એડવાન્સ રોબોટિક સર્જીકલ સિસ્ટમ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સર્જરી અને કેમોથેરાપીના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જીસીએસના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. પંકજ શાહ, જી.સી.એસ. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો, તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ

(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તા. ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર શ્રી વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ આપવાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલની સબસીડીથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ. આ વર્ષે હજુ પણ જે લાભાર્થીઓને ડીઝલ સબસીડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ કર્યો હતો.

બેઠક દરમિયાન મંત્રી શ્રી પટેલે મત્સ્યોદ્યોગ પ્રભાગ હસ્તક મંજૂર થયેલી નવી યોજનાના અમીકરણની કામગીરી તેમજ ચાલુ યોજનાની પ્રગતિની સઘન સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, મત્સ્યોદ્યોગ પ્રભાગની દરેક યોજનાને તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવી એ આપની સૌની નૈતિક જવાબદારી છે. મત્સ્યોદ્યોગ સંબંધિત દરેક યોજનાથી માછીમારો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે વિવિધ માધ્યમોથી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. આ સંદર્ભે તેમણે, જ્યાં માછીમારોની વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.

પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની વિવિધ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું
પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારનો પશુપાલન મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો

(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ GNLU-ગાંધીનગર ખાતે “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર એક દિવસીય ટેક્નીકલ સેમીનારનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત કુલ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના ૨૧૭ MAITRI ટેકનીશીયનને (મલ્ટી-પર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડિયા) કૃત્રિમ બીજદાન માટે જરૂરી ૧૨ સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર રૂ. ૪૦,૦૦૦ રકમના ચેક પણ મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા પથ પર આગળ વધીને આજે ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો ૨૫ ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાર્ષિક ૧૮૩ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.

દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્યને સીધો સંબંધ છે, તેમ કહી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા, પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને IVFની સુવિધા, પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.

આગામી સમયમાં ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવા માટે આજનો સેમીનાર ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થશે. સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ રોગચાળા નિયંત્રણ, પશુ સંવર્ધન જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. હવેના જમાનામાં પશુ સારવાર એટલે રોગનું નિદાન નહિ, પરંતુ સંભવિત રોગ સામે ટેકનોલોજીની મદદથી આગોતરી તૈયારી છે. મુખ્યમંત્રીશ્રીના સંકલ્પ અનુસાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સેમિનારને પશુપાલન ક્ષેત્રના બમણા વિકાસ માટે ફળદાયી બનાવવા મંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યની વેટરનરી કોલેજોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અવ્વલ આવેલા ૩૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ મંત્રીશ્રીના હસ્તે “સ્ટુડન્ટ ઓફ ધ યર”ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મંત્રીશ્રી દ્વારા ‘ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોસીયલ સિક્યુરીટી ટ્રસ્ટ’ના વાર્ષિક અહેવાલ તેમજ ‘ધ ગુજરાત વેટરીનરી ટેક્નીકલ ઓફિસર્સ એસોસિયેશન ડિરેક્ટરી’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

સમારોહના પ્રારંભે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારની જરૂરિયાત અને મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે, ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પશુપાલન ક્ષેત્રના યોગદાન અને પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના નવતર પ્રયાસોની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી. કાર્યક્રમના અંતે અધિક પશુપાલન નિયામક ડૉ. કિરણ વસાવાએ આભારવિધિ કરી હતી.

દિવસ દરમિયાન ચાલેલા વિવિધ ટેક્નીકલ સત્રોમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા આધુનિક પશુ સારવાર અને પશુસંવર્ધન સંબંધિત વિવિધ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

સાથો સાથ રાજ્યમાં જોવાં મળતા લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પશુપાલન વિભાગના ક્ષેત્રીય અધિકારીશ્રીઓએ આ રોગના નિદાન, સારવાર અને રસીકરણ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ પશુપાલન નિયામકશ્રીએ લમ્પી રોગ અંગે વધુ સતર્કતા રાખવા અને પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા ખાસ આહ્વાન કર્યું હતું.

આ સમારોહમાં ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોસીયલ સિક્યુરીટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી એસ. ટી. દેસાઈ, ગુજરાત વેટરીનરી કાઉન્સીલના અધ્યક્ષ શ્રી ભગીરથ પટેલ, ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરના નિયામક શ્રી સી. જી. જોશી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રતિનિધિ ડૉ. નીલેશ નાઈ સહિત પશુપાલન ક્ષેત્રના વિષય નિષ્ણાતો, નિવૃત્ત અધિકારીશ્રીઓ, સરકારી તથા સહકારી ડેરી સંઘના પશુ ચિકિત્સકો અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશન દ્વારા પુનિત વન, ગાંધીનગર ખાતે વિવિધ ૧૧૧ વૃક્ષ-છોડ વાવવામાં આવ્યા
(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સહિત ભારતભરમાં શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં પુનિત વન,ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા શ્રીમતી જ્યોત્સના જોષી, IPS WIVES  એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ધર્મ પત્ની શ્રીમતી અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બની હતી.

IFS- WIVES એસોસિયેશન ના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે,પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે ૫૫ જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મ પત્ની -ટીમ દ્વારા તેમના નામ‌ સાથે ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના કુલ ૧૧૧ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

જેમાં મુખ્યત્વે પીંપળ,  વડ, જાંબુ,  કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે તેમ‌,તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રીશ્રી હાજર રહેશે
31 જુલાઇએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રજૂ થશે, મુખ્યમંત્રીશ્રી સહિત અગ્રણી મહાનુભાવો અને ફિલ્મની સ્ટારકાસ્ટ રહેશે હાજર

104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો

(જી.એન.એસ) તા. ૩૦

ગાંધીનગર,

31 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એક ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે. રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી “CALL 104” ફિલ્મ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો, ફિલ્મનિર્માતા તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેશે.

રાજ્યના નાગરિકોને આરોગ્યને લગતી ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને આરોગ્યલક્ષી સલાહ, સૂચન અને માર્ગદર્શન સાથે માનસિક રીતે અસ્વસ્થ અને સ્વયંને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવા માટે 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનના પરિણામે બહોળી સંખ્યામાં રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ ઝડપથી પહોંચે તે હેતુથી અધ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આ ફિલ્મના માધ્યમથી હેલ્પલાઇનની ટીમ દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ કામગીરીને દર્શાવવામાં આવશે. આ હેલ્પલાઇનના લીધે હજારો લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે હેલ્પલાઇનના લાભાર્થીઓ પણ તેમના અનુભવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરશે.

આપઘાતના 7 હજારથી વધુ કૉલ્સને પ્રતિસાદ આપી યોગ્ય માર્ગદર્શન

104 હેલ્થ હેલ્પલાઇન જાહેર થયાથી જૂન 2025 સુધીમાં આપઘાતને લગતા 7372 કૉલ્સ પર નાગરિકોને યોગ્ય પ્રતિસાદ આપીને તેમને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કૉલ્સમાં માનસિક બીમારી, પરિવાર સંબંધિત, અંગત સંબંધો, આર્થિક સમસ્યા, મેડિકલ બીમારી, શારીરિક/જાતિય સતામણી, શિક્ષણને લગતા તેમજ અન્ય કૉલ્સ સામેલ છે. આ કૉલ્સ આવ્યા બાદ નાગરિકોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને સામેથી ફોન કરીને વધુ માર્ગદર્શન આપવામાં આવે છે. હેલ્પલાઇન દ્વારા સમયાંતરે તે નાગરિકોને ફોલોઅપ કોલ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમનું જીવન સહજ અને સામાન્ય થયાની ખાતરી સુધી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ
અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ

(જી.એન.એસ) તા.29

અરવલ્લી,

રાજ્યમાં અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્મયંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ અંબાજીના વિકાસ માટે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા હતાં. શ્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપી સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોનુ અભૂતપૂર્વ વિકાસ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યાં છે.

તદ્અનુસાર; રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે

માસ્ટર પ્લાન હેઠળ વધુ ઉન્નત બનશે અંબાજી યાત્રાધામ પરિસર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે સંરેખિત છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.

શક્તિ કૉરિડોર સહિત અનેક નવી સુવિધાઓ ઉમેરાશે

અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર અને વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક વિકાસ માટે નવો માળખાકીય માપદંડ સ્થાપિત કરનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કાઓમાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટુંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.

આ ઉપરાંત; તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.

ચાચર ચોકનું વિસ્તરણ, ગેલેરી જેવા આકર્ષણો

માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે. ચાચર ચોકનું વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે.

તામિલનાડુના માનનીય રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ આરઆરયુ શૈક્ષણિક વર્ષ 2025-26 નું ઉદ્ઘાટન કર્યું અને યુનિવર્સિટીને તેના યોગદાન બદલ અભિનંદન આપ્યા
(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

તમિલનાડુના માનનીય રાજ્યપાલ થિરુ. આર.એન. રવિએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના નવા શૈક્ષણિક વર્ષ (2025-26) નું ઉદ્ઘાટન કર્યું, ભવિષ્યવાદી યુનિવર્સિટીની સ્થાપના માટે માનનીય વડા પ્રધાનના દૂરંદેશી નેતૃત્વ અને વિચાર પ્રક્રિયાની પ્રશંસા કરી. યુનિવર્સિટીની સ્થાપના મૂળ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે કરવામાં આવી હતી, જે એક રાજ્ય યુનિવર્સિટી હતી, જે વિવિધ આતંકવાદી સંગઠનો અને આંતરિક વિભાજનકારી દળો દ્વારા દેશભરમાં થયેલા આતંકવાદી હુમલાઓની શ્રેણીને કારણે નાગરિકો, સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો સામે સુરક્ષા અને સલામતીના પડકારોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી. રાજ્યપાલ શ્રી રવિએ નોંધ્યું હતું કે 2014 થી શાસન અને કાયદાના અમલીકરણમાં એક મોટો પરિવર્તન દેખાઈ રહ્યો છે, જેમાં સમાન રાજ્ય મશીનરી અને ઉપકરણનો ઉપયોગ કરવામાં આવશે, કોઈપણ આતંકવાદ અથવા આંતરિક વિભાજનકારી બળવાખોરી પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે ભાર મૂક્યો હતો કે શત્રુબોધનું જ્ઞાન હોવું જરૂરી છે, કે તમારો દુશ્મન કોણ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે; અને રાષ્ટ્રબોધની જાગૃતિ, રાષ્ટ્રીય ચેતનાની ભાવના અને કાર્યક્ષમ ઉકેલો હોવા જોઈએ. આ દ્રષ્ટિકોણ ફક્ત શિક્ષિત અને તાલીમ આપવાનો નથી, પરંતુ દેશમાં પાયાના સ્તરે મુખ્ય ચિંતાઓ, મુદ્દાઓ અને પડકારોને સમજવાનો છે; તેમને ઓળખવા અને ઊંડા સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરકાર અને સુરક્ષા અને પોલીસ દળોને કાર્યક્ષમ ઉકેલો પૂરા પાડવાનો છે. તેમણે ઓપરેશન સિંદૂરના મહત્વ પર ભાર મૂક્યો, જે ચોક્કસ રીતે જાણવા પર ભાર મૂકે છે કે હુમલાનો વ્યૂહાત્મક પ્રતિભાવ કેવી રીતે અને ક્યારે શરૂ કરવો અને બંધ કરવો, જ્યારે ફક્ત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારી ભાગીદારીને કાળજીપૂર્વક મર્યાદિત કરે છે.

RRU પ્લેટફોર્મ દ્વારા, રાજ્યપાલે યુવાનોને બધી ભાષાઓનો આદર કરવા અને ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતામાં વિભાજીત ન થવાનું આહ્વાન કર્યું, પરંતુ તેને એક કુટુંબ તરીકે સ્વીકારવાનું કહ્યું, એક વૃક્ષ જેમાં વિવિધ શાખાઓ છે અને દરેક પાંદડું એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે, છતાં એક જ વૃક્ષનો ભાગ છે.

વધુમાં, તેમણે ભાર મૂક્યો કે RRU ની ભૂમિકા ફક્ત વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા અથવા સશસ્ત્ર સેવાઓ અને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવા સુધી મર્યાદિત નથી. તેના બદલે, તેણે ગુરુ દ્રોણાચાર્ય તરીકે કાર્ય કરવાની જરૂર છે જે આપણા સમાજમાં અને વિવિધ ક્ષેત્રોમાં દળોના મુદ્દાઓ અને પડકારોને શોધી કાઢે છે, સરકારને વ્યવહારુ ઉકેલો પૂરા પાડે છે, જેમાં આવી ઘટનાઓ અથવા અરાજકતા ફેલાતા પહેલા સાવચેતીનાં પગલાં અને ઉપાયોનો સમાવેશ થાય છે, જ્યારે તે તેની તૈયારીના તબક્કામાં હોય છે. રાજ્યપાલે માનનીય વડા પ્રધાન અને માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કલ્પના અને સ્થાપના અને પ્રો. બિમલ પટેલના દૂરંદેશી અભિગમની પ્રશંસા કરી અને તેના અદ્ભુત પ્રદર્શન અને સિદ્ધિઓ દ્વારા સંસ્થાના નોંધપાત્ર વિકાસ અને વિશ્વભરમાં હાજરી માટે પ્રશંસા કરી. આગળ વધારવા અને એવા ઉકેલો પ્રદાન કરવાનું સૂત્ર સાથે જેના પર કોઈએ ક્યારેય વિચાર્યું નથી, તેમણે નવી શૈક્ષણિક બેચને સફળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી. રાજ્યપાલના સંબોધનમાં શિક્ષણ, સંશોધન, વિસ્તરણ અને તાલીમના માધ્યમથી રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા અને સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે RRU ના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.

RRUના કુલપતિ પટેલે તેમના સંબોધનમાં યુનિવર્સિટીની મુખ્ય સિદ્ધિઓની ઝલક આપી હતી તેમજ RRU દ્વારા અપનાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો, ઉપયોગમાં લેવાતી કઠોર તાલીમ પદ્ધતિઓ, હાથ ધરવામાં આવેલી અત્યાધુનિક સંશોધન પહેલો અને નવીન શૈક્ષણિક પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. તેમણે માનનીય પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, નાણાં મંત્રી, સશસ્ત્ર દળોના નેતૃત્વ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, કેન્દ્રીય પોલીસ સંગઠનો અને રાજ્ય પોલીસ સંગઠનોનો RRU ને રાષ્ટ્રીય અને વૈશ્વિક સુરક્ષા જ્ઞાન સેતુ બનવામાં તેમના સમર્થન અને વિશ્વાસ બદલ ઊંડો આભાર માનવાની તક ઝડપી લીધી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, તેનું મુખ્ય કેમ્પસ ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા અમલીકરણ અભ્યાસ માટે સમર્પિત છે. 2020 માં સ્થાપિત, RRU સાયબર સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને આંતરિક સુરક્ષા સહિત સુરક્ષા સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. યુનિવર્સિટી તેના આંતરશાખાકીય અભિગમ માટે જાણીતી છે જે સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારુ એપ્લિકેશનો સાથે જોડે છે.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ

(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

“માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે.” આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ શ્રી ડૉ. હિતેશ જાની અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, શિક્ષકો અને યુવા દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે મહર્ષિ ચરકની જન્મજયંતિ છે, તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં એવા સંશોધનો થયા હતા, જ્યાં અત્યાર સુધી આજનું વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી. પ્રાચીન ઋષિઓ અને સંતોએ પર્વતો અને જંગલોમાં રહીને ઘણા સંશોધનો કર્યા હતા. તેઓએ માનવો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને જ્ઞાન હતું કે, જો માનવોને ખરેખર ‘માનવ’ બનાવવામાં આવે, તો  પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી શકે તેમ છે. પરંતુ જો માનવતાનો અભાવ હોય તો આ પૃથ્વી નર્ક બની શકે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂ થાય છે. ભારતના ઋષિમુનિઓએ ‘સંસ્કાર’ની પ્રક્રિયાને માત્ર એક સામાજિક વિધિ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રણાલી તરીકે રજૂ કરી હતી. ગર્ભધારણથી અગ્નિસંસ્કાર સુધીના 16 સંસ્કારોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો જેથી માણસ માત્ર શરીરથી જ નહીં પરંતુ ગુણોમાં પણ શ્રેષ્ઠ બને.

તેમણે કહ્યું કે, આજની સમસ્યા એ નથી કે સંસાધનોનો અભાવ છે, પરંતુ સંવેદનશીલતા, સહિષ્ણુતા, કરુણા અને પ્રેમનો અભાવ છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ જ નહીં પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ.

તેમણે કહ્યું કે, જેમ સામાન્ય લોખંડ અને પ્લાસ્ટિક વિજ્ઞાનના સ્પર્શથી માઇક્રોફોન જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણમાં પરિવર્તિત થાય છે, તેવી જ રીતે, જો એક સામાન્ય બાળકને માતાપિતા, સમાજ અને શિક્ષણ પ્રણાલી તરફથી યોગ્ય સંસ્કાર મળે, તો તે મહાન માણસ બની શકે છે.

રાજ્યપાલશ્રીએ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે, આધુનિક યુગના મનો વૈજ્ઞાનીક સિગ્મંડ ફ્રાઈડે સ્વીકાર્યું હતું કે, જ્યારે બાળક તેની માતાના ખોળામાં કોઈપણ ચિંતા કર્યા વિના પોતાના પગનો અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે, ત્યારથી જ તેના વ્યક્તિત્વનું નિર્માણ શરૂ થઈ જાય છે. જ્યારે આપણા ઋષિઓએ તો તેનાથી પણ પહેલાં – બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેને સંસ્કારીત કરવાની પદ્ધતિ વિકસાવી હતી.

રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની કલ્પના કરીને, તેમણે ભારતમાં ભાવિ માનવોના નિર્માણ માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે. આ ફક્ત એક યુનિવર્સિટી નથી, પરંતુ માનવ નિર્માણ માટેની પ્રયોગશાળા છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે વિકાસ, વિજ્ઞાન, કારખાનાઓ, રેલ્વે, વિમાન – આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો માનવ જીવન મૂલ્યહીન થઈ જાય, તો આ જ વિકાસ વિનાશનું કારણ બનશે. ડૉક્ટરના હાથમાં છરી જીવન બચાવે છે, જયારે ખૂનીના હાથમાં તે ઘાતક હોય છે. તેવી જ રીતે, વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે તેનો ઉપયોગ સદગુણી અને સમજદાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમસ્યાઓનું સમાધાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ઝેરયુક્ત ખેતીને કારણે દૂધ, ફળ, શાકભાજી અને માતાનું દૂધ પણ રસાયણો અને જંતુનાશકોથી પ્રદૂષિત થઈ ગયું છે. એક સંશોધનમાં, 105 માતાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા હતા. 30 નવજાત બાળકોના લોહીના નમૂનાઓમાં પણ જંતુનાશકો મળી આવ્યા હતા. જે ખૂબ ચિંતાનો વિષય છે.

તેમણે ચેતવણી આપી હતી કે, આ ઝેરી ખોરાક ડી.એન.એ.ને પણ અસર કરી રહ્યો છે. બ્રાઝિલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાંના બાળકોના ડી.એન.એ. બદલાઈ રહ્યા છે. ભારતમાં પણ, સક્ષમ માતાપિતાના ઘરે માનસિક રીતે વિકલાંગ બાળકો જન્મી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ અશુદ્ધ ખોરાક છે. આ સંદર્ભમાં, તેમણે ભગવદ ગીતાને ટાંકીને કહ્યું, “ખોરાકની શુદ્ધતાથી વિચારોની શુદ્ધતા થાય છે, અન્નથી જ મન બને છે.”

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવામાં આવ્યું છે. “અત્યાર સુધી, ગુજરાતમાં 8 થી 9 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે. આ ચળવળ હવે દેશભરમાં વેગ પકડી રહી છે”.

તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે દરેક ઘરમાં આ સંદેશ ફેલાવીએ કે શુદ્ધ વિચાર, શુદ્ધ આહાર અને સંસ્કાર સ્વસ્થ, સદાચારી અને સક્ષમ બાળકોને જન્મ આપે છે. “આજે, નાના બાળકો હાર્ટએટેક, ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. જેનાથી બચવાનો એક માત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ભારતીય જીવનશૈલીમાં રહેલો છે,” તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમના આયોજક, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, તેમની ટીમ અને કુલગુરુ ડૉ. હિતેશ જાનીની પ્રશંસા કરી અને કહ્યું કે જો આ વિચારનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવે તો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું કલ્યાણ થઈ શકે.

કાર્યક્રમમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાનીએ વૈદિક કાળના ગર્ભસંસ્કાર અને આયુર્વેદના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને તેમના વિચારોમાં વિગતવાર રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, માતાપિતાનો આહાર, વિચારો અને વર્તન ગર્ભ પર કેવી રીતે અસર કરે છે અને યોગ્ય વાતાવરણ અને સકારાત્મક ઉર્જા સાથે બાળકને કેવી રીતે ‘કુંદન’ બનાવી શકાય છે.

ડૉ. હિતેશ જાનીએ ‘ગર્ભાવસ્થાથી સંતાનના અવતરણ સુધી’ ના વિવિધ તબક્કાઓ સમજાવ્યા હતા. તેમણે ગર્ભધારણ પહેલાંનું આયોજન અને તેનું મહત્વ, લગ્નજીવનમાં સંવાદિતા અને સંદેશાવ્યવહારની ભૂમિકા, ગર્ભધારણ પહેલાંનો આહાર અને વર્તન, ગર્ભાવસ્થાનું આયોજન અને આધુનિક દૃષ્ટિકોણથી સાવચેતીઓ, પ્રકૃતિ પરીક્ષણ અને ગર્ભ પર સંગીતની અસર વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ વિષયો પર વિગતવાર ચર્ચા કરતાં ડૉ. હિતેશ જાનીએ જણાવ્યું હતું કે, ગર્ભ સંસ્કાર એ કોઈ બાહ્ય દેખાવ નથી, પરંતુ એક ઊંડી અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું બાળક સુંદર, મજબૂત અને બુદ્ધિશાળી હોય. આ પ્રક્રિયામાં ગર્ભ સંસ્કારની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

તેમણે એમ પણ કહ્યું કે, એક જ ગોત્રમાં લગ્ન કરવા એ વૈજ્ઞાનિક રીતે અયોગ્ય છે. ગોત્ર ફક્ત ધર્મ સાથે જ નહીં, પણ વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. તેથી, દરેક વ્યક્તિએ પોતાના ગોત્ર વિશે જાણવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ તૈયાર કરાયેલ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે 18 સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવદંપતીઓ, સગર્ભા સ્ત્રીઓ, ડોક્ટર્સ, શિક્ષણ અને મનોવિજ્ઞાન સંબંધિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ યુવા દંપતીઓને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્માણ – “માનવ નિર્માણ” ના પવિત્ર કાર્યને ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણે સંવેદનશીલ, સંસ્કારી અને સદાચારી બાળકનું નિર્માણ કરી શકીએ, તો તે રાષ્ટ્રની સૌથી મોટી સેવા હશે.

એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકામાં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટે ગાંધીનગરમાં યોજાયો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એસ્પિરેશનલ જિલ્લા-તાલુકાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી 13 મેડલ્સ એનાયત કર્યા

રાજ્યના બધા જ જિલ્લા-તાલુકાઓનું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં સન્માન થાય તેવા ક્વોલિટી વર્ક અને 100 ટકા લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધ કરવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં 100 ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સેમિકન્ડક્ટરથી લઈને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ અપાય છે. જે વ્યવસ્થાઓ ટેકનોલોજીના વિનિયોગથી વિકસી છે તેને કારણે હવે લોકોની અપેક્ષા અને જાગૃતિ વધ્યાં છે. લોકોને સારી સુવિધાઓની ટેવ પડી ગઈ છે તે જળવાઈ રહે તેવી તેમની અપેક્ષાને આપણે સાકાર કરવી પડશે એમ તેમણે જિલ્લા વહીવટીતંત્રના વડાઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2024 દરમિયાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં રાજ્યના જે જિલ્લા અને તાલુકાઓએ સંપૂર્ણતા હાંસલ કરવાની સિદ્ધિઓ મેળવી છે તેવા જિલ્લા તાલુકાઓને એવોર્ડ્સ અને પ્રમાણપત્રથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનિત કર્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિતકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા અધ્યક્ષશ્રીએ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત તમામ છ ઇંડિકેટર્સમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાઓને ગોલ્ડ, પાંચમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાને સિલ્વર અને ચારમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાને બ્રોન્ઝ એમ કુલ 13 મેડલ સંબંધિત જિલ્લાના તત્કાલિન કલેક્ટરોને એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ સંકલ્પ – “છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને” તે પરિપૂર્ણ કરવા અંગે ગુજરાતે ‘એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત નિયત કરેલાં વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં નિયત સમયમાં “સંપૂર્ણતા” મેળવીને જે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તે માટે તેમને પ્રસંશા પ્રમાણપત્રો અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે યુવા અધિકારીઓની શક્તિ અને લોકહિત કાર્યો માટેની ધગશ જોતાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો ધ્યેય પાર પડશે જ. એટલું જ નહિ, જે કંઈ કામ થશે તે પૂરેપૂરી ગુણવત્તા સાથે થશે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વિકસિત ગુજરાત તરફની ગતિને વધુ તેજ બનાવવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની સ્થાપના કરી છે. વિકાસના કયા ક્ષેત્રોમાં હજુ વધુ ગતિ લાવવાની જરૂર છે. કયા ક્ષેત્રમાં કેટલું કામ થયું છે અને કેટલું કામ કરવાનું છે તેનું સંપૂર્ણ મોનિટરીંગ અને દિશાદર્શન GRIT કરે છે.

“આપણે વ્યવસ્થાઓને સુદ્રઢ કરીને નીચે સુધી પહોંચાડીને નાનામાં નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવો છે. આ માટે ઘણું કામ થયું છે તેને હજુ વેગવંતુ બનાવવું છે” તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે યોજનાઓના આયોજન કે અમલમાં નાણાંની પણ કોઈ તંગી નથી તેવું સંગીન ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ રાજ્યમાં છે ત્યારે ગુણવત્તાસભર કામો થાય અને યોજનાઓના 100 ટકા લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી જિલ્લાઓના વહીવટી વડાઓ પાસે અપેક્ષા છે. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @2047 માટે ગુજરાત લીડ લેવા સજ્જ છે એવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

કેન્દ્ર સરકારના નિતી આયોગ દ્વારા દેશના છેવાડાના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાના, સામાજીક-આર્થિક રીતે પડકારજનક જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવવા તેમજ તેઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરી સામાજીક- આર્થિક ઝડપી પરિવર્તન લાવવાના નિર્ધાર સાથે ૨૦૧૮માં સમગ્ર દેશમાં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના દાહોદ અને નર્મદા એમ બે જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.

‘એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ માં સમગ્ર ભારત દેશમાં એકંદરે મળેલ સારા પરિણામોને ધ્યાને લઇને, આ પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરતા તાલુકા કક્ષા સુધી લઇ જવાના મક્કમ નિર્ધાર અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૨૦૨૩થી ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે.

આ બંને કાર્યક્રમોમાં સંપૂર્ણતા હાંસલ કરવાને વેગ મળે તેવા ઉદ્દેશ્યથી નીતિ આયોગ દ્વારા 4 જુલાઈ 2024થી 30 સપ્ટેમ્બર 2024 સુધી “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત જે છ(૬) ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા હતા તેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રસૂતિ પહેલાની સંભાળ (ANC) માટે નોંધાયેલી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, ICDS કાર્યક્રમ હેઠળ નિયમિતપણે પૂરક પોષણ લેતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, માટીના નમૂના સંગ્રહ લક્ષ્યાંક સામે જનરેટ કરાયેલા સોઇલ હેલ્થ કાર્ડની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે ડાયાબિટીસ માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે હાયપરટેન્શન માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી તથા બ્લોકમાં કુલ SHG સામે રિવોલ્ડિંગ ફંડ મેળવનાર SHGની ટકાવારી પર ફોકસ કરવામાં આવ્યું હતું.

તદઅનુસાર, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાએ તમામ છ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે તથા નર્મદા જિલ્લાએ પાંચ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે.

એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત લખપત, રાપર, કુકરમુંડા, નિઝર, થરાદ, ઘોઘંબા તથા સાયલા એમ ૭ (સાત) તાલુકાએ તમામ છ(૬) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે, તે માટે ગોલ્ડ એવોર્ડ, તથા ગરબાડા, નાંદોદ તથા સાંતલપુર તાલુકાએ પ(પાંચ) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા બદલ સિલ્વર એવોર્ડ તથા ડાંગના સુબીર તાલુકાને ૪(ચાર) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા માટે કાંસ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ૧૦ જિલ્લામાં ‘આકાંક્ષાહાટ’નું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ‘આકાંક્ષા હાટ’ થકી ‘વોકલ ફોર લોકલ’ને વધુ વેગવાન બનાવવા જિલ્લાની સ્થાનિક અને વિશેષ બનાવટોને પ્રદર્શિત કરાશે.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિકાસના ફળ પહોંચાડવામાં અજાણતા ક્યાંય ત્રુટિ રહી ગઈ હોય તેવા તાલુકા-જિલ્લાના સર્વગ્રાહી વિકાસ પર વિશેષ ધ્યાન આપવું તેવો મુખ્યમંત્રીશ્રીનો હરહંમેશ અભિગમ રહ્યો છે. ગુજરાતના આવા એસ્પિરેશનલ જિલ્લા અને તાલુકાના વિકાસ પર રાજ્ય સરકાર ઉપરાંત નીતિ આયોગ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતના આવા જિલ્લા-તાલુકા નીતિ આયોગના માપદંડો પર ખરા ઉતર્યા છે.

નીતિ આયોગના અધિક સચિવ શ્રી રોહિત કુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ૧૧૨ જિલ્લાની “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ” હેઠળ તેમજ ૫૦૦ તાલુકાની “એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ” હેઠળ પસંદગી કરીને તેને વિકસિત બનાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા વિકાસ માટે નિર્ધારિત કરાયેલા ૦૬ ઇન્ડિકેટર્સના આધારે ગુજરાતના પસંદગી પામેલા જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામ કરવામાં આવ્યું છે.

આયોજન સચિવ શ્રી આદ્રા અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે, GSIDSના નિયામક શ્રી લીના કક્કડે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ,  એવોર્ડ્સ મેળવનારા જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને પદાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા
(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અન્ય 6 ઉપદંડક, મંત્રી, પ્રવક્તા અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારને કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ડૉ. કિરીટ પટેલને મુખ્ય દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જ્યારે અન્ય નેતાઓને ઉપદંડક સહિતની જવાબદારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડે થોડા દિવસ પહેલા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.