#aap – GNS NEWS

અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ નો ફ્લોપ શો
(જી.એન.એસ) તા. 23

મોડાસા,

આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતનાં પ્રવાસે છે. અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, પણ આમ આદમી પાર્ટી માટે આંચકાજનક વાત હતી કે આ કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી.

અરવિંદ કેજરીવાલે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ને સંબોધતાં કહ્યું હતું કે, ’30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું. 14 જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ન આપ્યા. આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા, પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મહેલો બનાવવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે, ‘ખેડૂત અને પશુપાલકોના મહેનતના અને હકના પૈસા ચોરી કરીને સી.આર. પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે. તેમણે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, આપણા દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા પછી પણ જો આપણે આજે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ કરવી પડે છે એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે.’

પંજાબના ધારાસભ્ય અનમોલ ગગન માનના રાજીનામાના દિવસે AAP એ તેમના રાજીનામાને નકારી કાઢ્યું
(જી.એન.એસ) તા. ૨૦

અમૃતસર,

રાજકારણ અને આમ આદમી પાર્ટીમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, ખારડના ધારાસભ્ય અનમોલ ગગન માનએ કહ્યું કે તેઓ પાર્ટીમાં પોતાનો પ્રવાસ ચાલુ રાખશે. માનનું રાજીનામું AAP દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું, અને ધારાસભ્યએ નિર્ણય સ્વીકાર્યો હતો.

AAP પંજાબના પ્રમુખ અમન અરોરાએ કહ્યું કે તેમણે માન સાથે વાત કરી અને જણાવ્યું કે પાર્ટી તેમનું રાજીનામું સ્વીકારતી નથી. “આજે, હું પરિવાર જેવા વાતાવરણમાં અનમોલ ગગન માનને મળ્યો. મેં પાર્ટીના ધારાસભ્ય તરીકેના રાજીનામાને નકારવાનો નિર્ણય જણાવ્યો, જે તેમણે સ્વીકાર્યો,” તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું.

તે અરવિંદ કેજરીવાલ પાર્ટીનો ભાગ રહેવાનું ચાલુ રાખશે તેવો દાવો કરતા અરોરાએ કહ્યું, “અમે પાર્ટી અને મતવિસ્તારની પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા છીએ. અનમોલ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પરિવારનો ભાગ રહી છે, છે અને રહેશે.”

અનમોલ ગગન માન રાજીનામાનો જવાબ આપે છે

પંજાબના ધારાસભ્યએ શેર કર્યું કે તેમની પાર્ટી પ્રમુખ સાથે મુલાકાત થઈ હતી, અને ઉલ્લેખ કર્યો કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના રાજીનામાને નકારવાનો નિર્ણય તેમણે સ્વીકાર્યો છે.

“આજે, મારી પાર્ટીના પ્રમુખ @amanarorasunam જી સાથે મુલાકાત થઈ. @AamAadmiParty અને @ArvindKejriwal જી દ્વારા રાજીનામું નકારવાનો નિર્ણય સ્વીકારવામાં આવ્યો છે,” તેણીએ કહ્યું.

હૃદય ભારે છે: અનમોલ ગગન માન

35 વર્ષીય ગાયિકામાંથી રાજકારણી બનેલા, જેમણે 2022 માં ખારર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાની પહેલી ચૂંટણી જીતી હતી, તેમણે શનિવારે પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાનને પોતાનું રાજીનામું મોકલ્યું.

“મારું હૃદય ભારે છે, પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય પદ પરથી સ્પીકરને મારું રાજીનામું સ્વીકારવામાં આવે. મારી શુભેચ્છાઓ પાર્ટી સાથે છે. મને આશા છે કે પંજાબ સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે,” માનએ X પર પંજાબીમાં એક પોસ્ટમાં કહ્યું હતું.

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે નામંજૂર કરી
(જી.એન.એસ) તા. 14

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં  5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

આમ આદમી પાર્ટી માટે એક મોટા આંચકા રૂપ સમાચાર આવ્યા છે જેમાં, નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે અને તે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉના કેસની ગંભીરતા અને વર્તમાન ‘લાફા કાંડ’ની ઘટનાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

આ ઘટનાથી નર્મદા જિલ્લા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ AAPના ધારાસભ્યને જામીન ન મળતા પક્ષમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ આ મામલે કાયદેસરની કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. હવે ચૈતર વસાવા માટે હાઈકોર્ટ એકમાત્ર આશાનું કિરણ છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ આપવા મામલે રાજકારણ ગરમાયું; ‘જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ’: વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી
(જી.એન.એસ) તા. 12

મોરબી,

હાલ રાજ્યમાં સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ અમૃતિયાના સપોર્ટમાં સૂર પુરવતાં તેમણે પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું છે કે ‘ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.’

ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ફેંક્યો ખુલ્લો પડકાર

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે ‘ચૂંટણી લડવાની તાકાત હોય તો આવી, ઇટાલીયા સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવે. ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.

શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’ તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’

ભાજપના અમરેલીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ સ્વીકારતા કહ્યું- ’12 જુલાઈ એ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો’
મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

(જી.એન.એસ) તા.10

અમરેલી,

ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે એકબીજાને પડકાર ફેંકવાનો જંગ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો તો ગોપાલ ઇટાલિયાએ પણ તેનો સહર્ષ સ્વીકાર્ય કર્યો અને કહ્યું કે, ’12 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો, ગોપાલ ઇટાલિયા પણ તમારા પડકારને વટથી સ્વીકારે છે.’

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’

ઇટાલિયાએ વીડિયો બનાવી અમૃતિયાને આપ્યો જવાબ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે… જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ… તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’

ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’