#amc – GNS NEWS

સ્વચ્છતાના સંકલ્પ થકી સર કર્યું શિખર: અમદાવાદે દેશભરમાં ડંકો વગાડી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સ્વચ્છતામાં ‘નંબર-૧’ સ્થાન મેળવ્યું
કચરામાંથી કંચન: અમદાવાદે વેસ્ટ મેનેજમેન્ટમાં ક્રાંતિ સર્જી, બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર

દેશભરના ૪૫૦૦થી વધુ શહેરોમાં અમદાવાદે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન – નાગરિકોની સક્રિય ભાગીદારી અને AMCના સઘન પ્રયાસો ફળ્યા

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

અમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે.

આ સિદ્ધિ અંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત દેશભરના ૪૫૦૦થી વધુ શહેરો માટે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર લાવવા નાગરિકો સાથે મળીને પ્રયાસો કરવાની પહેલ કરી હતી, જેને અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય અને કુશળ નેતૃત્વ હેઠળ AMC દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી હતી.

અમદાવાદે કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન, જાહેર શૌચાલયની સુધારણા, સાર્વજનિક સ્થળોએ સ્વચ્છતા જાળવણી અને નાગરિકોની સક્રિય ભાગીદારી જેવા વિવિધ પેરામીટર્સમાં ઉચ્ચ કામગીરી દર્શાવીને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં ૧૦ લાખ કરતાં વધુની જનસંખ્યાની કેટેગરીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર -૧ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયા અને અમલમાં મુકાયેલ મુખ્ય પહેલ અંગે વાત કરતા કહ્યું કે,  સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયામાં વર્ષ દરમિયાન કુલ ૪ ફેઝમાં અમદાવાદ શહેરની સફાઈ, સેનિટેશન, વેસ્ટ પ્રોસેસિંગ અને RRR (Reduce, Reuse, Recycle) થીમ પર કચરાના વ્યવસ્થાપન માટેના પગલાંઓનું ડોક્યુમેન્ટ સ્વરૂપે અને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કચરામુક્ત શહેર (ગાર્બેજ ફ્રી સિટી)ના ૭ સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ અને જાહેરમાં શૌચની સુવિધાઓ તેમજ ગંદા પાણીના STP પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ સહિતની બાબતોને આવરી લેતું વોટર પ્લસ સર્ટિફિકેટ માટેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. નાગરિકોના પ્રતિભાવ (ફીડબેક) પણ આ સર્વેક્ષણનો મહત્ત્વનો ભાગ હતા

તેમણે વધુમાં કહ્યું કે, મહાનગર પાલિકા દ્વારા આધુનિક તકનીકોનો પણ અમલ કરવામાં આવ્યો છે.  ઇનોવેટિવ પ્રેક્ટિસીસ અને ક્ષમતા નિર્માણ, સ્વચ્છતા સંબંધિત ઇ-મેમો અને એમ-ચલણ તેમજ GPS સિસ્ટમ વડે મોનિટરિંગ જેવી નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓનું કલ્યાણ અને તેમને સુવિધાઓ પૂરી પાડવા પર પણ ધ્યાન અપાયું છે. એટલું જ નહીં, ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ હેઠળ 6000થી વધુ સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલ સ્પર્ધાત્મક હરીફાઈ પણ અસરકારક નીવડેલ છે.

મુખ્ય કામગીરીઓ અને પદ્ધતિઓ જેનાથી અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યુ:-

કચરાનું ૧૦૦ ટકા દૈનિક ડોર-ટુ-ડોર એકત્રીકરણ કરવમાં આવ્યું છે. ૧૮૫૦થી વધુ વાહનોની ડોર-ટુ-ડોર સિસ્ટમ દ્વારા કચરાનું પાંચ પ્રકારે સેગ્રેગેશન કરી એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત

વૈજ્ઞાનિક રીતે કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.  પિરાણા ડમ્પસાઈટ પર કચરાના બાયો-માઈનિંગ અને કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ સહિતની વિવિધ કામગીરીઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું પણ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે, જમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે. શહેરમાં જાહેર અને કોમ્યુનિટી શૌચાલયોની ઉપલબ્ધતા, તેમની જાળવણી અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. રહેણાક અને વ્યાપારી વિસ્તારોમાં એકથી વધુ વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે.

જળસ્રોતોની સ્વચ્છતામાં સ્ટોર્મ વોટર ડ્રેઇન્સ, નદી અને જળાશયોની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જાગૃતિ અને નિયંત્રણમાં જાહેરમાં કચરો ફેંકવા પર નિયંત્રણ, ‘રેડ સ્પોટ્સ’ (થૂંકવાનાં સ્થળો) અને ‘યલો સ્પોટ્સ’ (ખુલ્લામાં પેશાબનાં સ્થળો)નું નિવારણ કરવા માટે સ્વચ્છતા સ્ક્વોડની અસરકારક અમલવારી કરવામાં આવી છે. ઘન કચરા વ્યવસ્થાપન માટે નાગરિક ભાગીદારી અને જાગૃતિ, તેમજ ‘માય સિટી, માય પ્રાઇડ’ જેવા જાગૃતિ અભિયાનો અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો મહત્ત્વનાં નીવડ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં થનારી પહેલ:-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક વિધિઓ અને પૂજામાંથી ઉત્પન્ન થતી નિર્માલ્ય ચીજવસ્તુઓ (જેમ કે ફૂલો, પાન, હાર, વગેરે)નું એકત્રીકરણ કરી જૈવિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. ટૂંકા સમયમાં જ આ અંગેનો ખાસ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેમાં નિર્માલ્ય ચીજવસ્તુઓને પર્યાવરણને અનુકૂળ રીતે પ્રક્રિયા કરી ખાતરની સાથે-સાથે નાળિયેરના રેસામાંથી બનતી કોકોપીટ અને ફૂલોમાંથી કુદરતી રંગો જેવાં ઉત્પાદનો બનશે.

આ ઉપરાંત  શહેરમાં બગીચાઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટના (જેમ કે પાંદડા, ડાળીઓ, ઘાસ, વગેરે) વ્યવસ્થાપન માટે પણ નવો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જે ગાર્ડન વેસ્ટમાંથી પ્રક્રિયા કરીને તેમાંથી બાયો-કોલ બનાવશે. આ પરંપરાગત કોલસાનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બની રહેશે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણને ફાયદો થશે.

આ સિદ્ધિને પરિણામે, ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર રેન્ક – ૧નો સ્વચ્છતા માટેનો એવોર્ડ આપવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અમૃતેષ ઔરંગાબાદકર તથા ડાયરેક્ટર શ્રી વિજય એચ.મિસ્ત્રીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રયાસો અને ઝુંબેશો તેમજ જન-જાગૃતિ કાર્યક્રમો અન્વયે નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવીને અમદાવાદને સ્વચ્છતામાં સૌથી અગ્રેસર બનાવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે…જે અંતર્ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાંકરીયા પરિસર રાત્રે ૦૩ વાગ્યા સુધી ખુલ્લું રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જયા પાર્વતીના જાગરણમાં 20,000થી વધુ વ્રત કરનાર મહિલાઓએ તેમના બાળકો/પરિવાર સાથે કાંકરીયાની મુલાકાત લઇ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાંકરીયાના અન્ય આકર્ષણોનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન તેમજ રિક્રિએશન કમિટીના ચેરમેનશ્રી જયેશભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસના ચેરપર્સનશ્રી પુષ્પાબેન મિસ્ત્રી,રિક્રિએશન કમિટીના ડે.ચેરપર્સનશ્રી સ્નેહાકુમારી પરમાર અન્ય મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. કાંકરિયા પરિસર ખાતે યોજાયેલ સદર કાર્યક્રમ મનોરંજન અને આંનદમયી બની રહ્યો હતો.

તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ
અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.

અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરી રોડ રસ્તા સરખા કરવામાં આવી રહ્યા છે, જેમાં ઠક્કરનગર રોડ, શાહિબાગ, અસારવા, વલ્લભસદન, પાલડી ક્રોસ રોડ, વતન ગલી રોડ અમરાવાડી, વાડિલાલ હાઉસ મીઠાખળીનો સમાવેશ થયો છે.

અમદાવાદમાં કાંકરિયા ઝૂ ને વધુ દેવલોપ કરવામાં આવશે, પ્રાણીઓ અને પક્ષીઓના પાંજર વધુ મોટા બનાવવામાં આવશે
(જી.એન.એસ) તા. 4

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું નવીનીકરણ કરાશે. ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓના પાંજરા મોટા કરાશે. આ ઝૂ બન્યા બાદ હવે પ્રથમ વખત તેનું રિનોવેશન કરવામાં આવશે.

અમદાવાદના કાંકરિયામાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જળચળ પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. સહેલાણીઓ આ ઝૂની સતત મુલાકાત લઈ રહ્યાં છે. તેને જોઈને તંત્ર દ્વારા નોક્ટરનલ ઝૂ તૈયાર કરાયુ હતું. ત્યારબાદ બાલ વાટીકાનું નવીનીકરણ કરાયુ હતું. હવે કાંકરિયા ઝૂનું નવીનીકરણ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે તંત્ર દ્વારા નવીનીકરણની કામગીરી કરાશે. પક્ષીઓ અને જળચર પ્રાણીઓના માટેના હાલમાં રહેલા પાંજરાઓ ખૂબ નાના અને કટાઇ ગયેલી હાલતમાં હોવાથી પાંજરા મોટા કરવામાં આવશે.

તેની સાથે કાંકરિયામાં રોડને રીપેર કરાશે અને રંગરોગાન ચિત્રકામ સહિતના કામો કરી પ્રાણી સંગ્રહાલયનું સુશોભન વધારવામાં આવશે. તાજેતરમાં કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું નામ બદલવામાં આવ્યું હતું. બાલવાટિકાના જૂના ગેટ પર ચાચા નહેરૂ બાલ વાટિકા લખેલું હતું. પરંતું નવિની કરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવામાં આવ્યું હતું.