#amdavadmunicipalcorporation – GNS NEWS

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય
(જી.એન.એસ) તા.29

અમદાવાદ,

એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે.

આ બાબતે ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે.

અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ!! ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ
(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન પ્લાનિંગની વધુ એક વખત ફેલ અને નાકામ જોવા મળી.

વરસાદને કારણે શહેરમાં લાઈફ લાઈન તરીકે ઓળખાતી AMTS અને BRTSની બસોને અસર થઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે AMTSની ૨૫થિ વધુ બસો બ્રેકડાઉન થતાં રૂટ બંધ અથવા ડાયવર્ત  કરવામાં આવ્યો હતો.

ખાસ કરી ને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

અવિરત વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નારોલ, બાપુનગર, દાણી લીમડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચેનો રોડ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સ્થિતિમાં અનેક વાહન ચાલકો તેમના વાહનો બંધ થતાં ફસાયા હતાં.

ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  વરસાદ રોકાયા પછી પણ પાણીના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ગટર બેક મારવાની સમસ્યા: દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થઈ, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી છે. સાથેજ અનેક રહેણાક વિસ્તારોમાં ગટરમાંથી પાણી બેક આવાની સમસ્યાઓ પર જોવા મળી હતી.

તેમજ અમદાવાદ-વડોદરા જુના હાઈવે પર, ખાસ કરીને અસલાલીથી વડોદરા હાઈવે સુધી, અમુક ભાગોમાં પાણી ભરાયા હતા, જેનાથી વાહનવ્યવહારને અસર થઈ હતી.

ભારતના રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા; પરંપરાગત જીવનશૈલીમાંથી શીખીને આધુનિક સર્કુલરિટી પ્રણાલીઓને મજબૂત બનાવી શકાય છે: રાષ્ટ્રપતિ મુર્મુ
(જી.એન.એસ) તા.17

નવી દિલ્હી,

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જુલાઈ, 2025) નવી દિલ્હીમાં ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ આપણા શહેરો દ્વારા સ્વચ્છતા તરફ કરવામાં આવેલા પ્રયાસોનું મૂલ્યાંકન અને પ્રોત્સાહન આપવામાં એક સફળ પ્રયોગ સાબિત થયો છે. તેમને એ જાણીને આનંદ થયો કે ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે વર્ષ 2024 માટે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધર્યો હતો, જેમાં વિવિધ હિસ્સેદારો, રાજ્ય સરકારો, શહેરી સંસ્થાઓ અને લગભગ 14 કરોડ નાગરિકોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતના પ્રાચીન કાળથી સ્વચ્છતા પર ભાર મૂકે છે. આપણા ઘરો, પૂજા સ્થાનો અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાની પરંપરા આપણી જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે, “સ્વચ્છતા ભગવાનની ભક્તિની પછી આવે છે.” તેઓ સ્વચ્છતાને ધર્મ, આધ્યાત્મિકતા અને નાગરિક જીવનનો પાયો માનતા હતા. તેમણે કહ્યું કે તેમણે જાહેર સેવાની પોતાની યાત્રા સ્વચ્છતા સંબંધિત કાર્યોથી શરૂ કરી હતી. નોટિફાઇડ એરિયા કાઉન્સિલના વાઇસ-ચેરમેન તરીકે, તેઓ દરરોજ વોર્ડની મુલાકાત લેતા અને સફાઈ કાર્યનું નિરીક્ષણ કરતા હતા.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ન્યૂનતમ સંસાધનોનો ઉપયોગ કરીને બગાડ ઓછો કરવો અને તેનો એક જ હેતુ માટે અથવા અન્ય હેતુ માટે પુનઃઉપયોગ કરવો એ હંમેશા આપણી જીવનશૈલીનો એક ભાગ રહ્યો છે. સર્ક્યૂલર ઈકોનોમીના મૂળભૂત સિદ્ધાંતો અને ઘટાડો-પુનઃઉપયોગ-રિસાયકલની પ્રણાલીઓ આપણી પ્રાચીન જીવનશૈલીના આધુનિક અને વ્યાપક સ્વરૂપો છે. ઉદાહરણ તરીકે, આદિવાસી સમુદાયોની પરંપરાગત જીવનશૈલી સરળ છે. તેઓ ઓછા સંસાધનોનો ઉપયોગ કરે છે અને સમુદાયના અન્ય સભ્યો સાથે ભાગીદારીમાં આબોહવા અને પર્યાવરણ સાથે સુમેળમાં રહે છે. તેઓ કુદરતી સંસાધનોનો બગાડ કરતા નથી. આ પ્રકારના વ્યવહારો અને પરંપરાઓ અપનાવીને સર્ક્યૂલરિટીની આધુનિક પ્રણાલીઓને મજબૂત બનાવી શકાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કચરો વ્યવસ્થાપન મૂલ્ય શૃંખલામાં પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું સ્ત્રોતનું વિભાજન છે. આ પગલા પર તમામ હિસ્સેદારો અને દરેક પરિવાર દ્વારા ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. શૂન્ય-કચરાના વસાહતો સારા ઉદાહરણો સ્થાપિત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ શાળા સ્તરના મૂલ્યાંકન પહેલની પ્રશંસા કરી, જે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાને જીવન મૂલ્ય તરીકે ગ્રહણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આના અત્યંત ફાયદાકારક અને દૂરગામી પરિણામો આવશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક કચરા પર નિયંત્રણ રાખવું અને તેનાથી થતા પ્રદૂષણને અટકાવવું એ એક મોટો પડકાર છે. યોગ્ય પ્રયાસોથી, આપણે દેશના પ્લાસ્ટિક ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ છીએ. કેન્દ્ર સરકારે વર્ષ 2022માં સિંગલ-યુઝ પ્લાસ્ટિક ધરાવતી કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ વર્ષે, સરકારે પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી માટે માર્ગદર્શિકા જારી કરી છે. ઉત્પાદકો, બ્રાન્ડ માલિકો અને આયાતકારો સહિત તમામ હિસ્સેદારોની જવાબદારી છે કે તેઓ આ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વચ્છતાના પ્રયાસોમાં આર્થિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પાસાઓ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બધા નાગરિકો સ્વચ્છ ભારત મિશનમાં પૂરા દિલથી ભાગ લેશે. તેમણે કહ્યું કે સારી રીતે વિચારેલા અને નિર્ધારિત પ્રયાસો સાથે, વિકસિત ભારત વર્ષ 2047 સુધીમાં વિશ્વના સૌથી સ્વચ્છ દેશોમાંનો એક બનશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે…જે અંતર્ગત તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કાંકરીયા પરિસર રાત્રે ૦૩ વાગ્યા સુધી ખુલ્લું રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જયા પાર્વતીના જાગરણમાં 20,000થી વધુ વ્રત કરનાર મહિલાઓએ તેમના બાળકો/પરિવાર સાથે કાંકરીયાની મુલાકાત લઇ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાંકરીયાના અન્ય આકર્ષણોનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન તેમજ રિક્રિએશન કમિટીના ચેરમેનશ્રી જયેશભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસના ચેરપર્સનશ્રી પુષ્પાબેન મિસ્ત્રી,રિક્રિએશન કમિટીના ડે.ચેરપર્સનશ્રી સ્નેહાકુમારી પરમાર અન્ય મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. કાંકરિયા પરિસર ખાતે યોજાયેલ સદર કાર્યક્રમ મનોરંજન અને આંનદમયી બની રહ્યો હતો.

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો
શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા

(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓનો શ્રી જગન્નાથ મંદિર  ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે; આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે. આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓશ્રી, અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક, ટ્રાફિક જેસીપી શ્રી એન. એન. ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશ્નર, સેક્ટર 1, શ્રી નીરજકુમાર બડગુજર, અમદાવાદ શહેરના તમામ ડીસીપીશ્રીઓ, એસીપીશ્રીઓ અને પીઆઇશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પતિભાબહેન જૈન અને ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

આજથી અમદાવાદ મનપા. ના 3 ઝોનના 17 વોર્ડમાં 3 દિવસે રહેશે પાણી કાપ
(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

આજથી (9 જુલાઈથી 11 જુલાઈ સુધી) ત્રણ દિવસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરમાં આવેલા શેઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ શરૂ થઈ રહ્યું છે. જેના કારણે શેઢી કેનાલના 3 ઝોનના 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અસર થશે. 3 દિવસ સુધી મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત 17 વોર્ડમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાએ આ અંગે જણાવ્યું છે કે, શેઢી કેનાલમાં હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. જેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેથી જે ગ્રેવિટીથી પાણીનો જથ્થો આવતો હોય છે તે પાણીનો જથ્થો આવતો ઓછો થશે. કોતરપુરથી થોડુ પાણી ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે ત્રણેય ઝોનનો પાણીની ઓછી સમસ્યાનો સામનો કરવો પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ દરમિયાન સાંજના સમયે જે પાણીનો સપ્લાય આપવામાં આવતો હોય છે તે ના આપી શકાય, પરંતુ સવારે રાબેતામુજબ થોડો જથ્થો મળી રહેશે. તેના માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની ફળશ્રુતિ; ૩૨,૭૯૦ ભૂલકાંઓએ પકડ્યો શિક્ષણનો પંથ – ૩,૨૪૬ બાળકોએ ખાનગી શાળા છોડીને લીધો મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ
(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની સફળતાને પગલે આ વર્ષે ૩૨,૭૯૦ બાળકો અને બાલિકાઓએ બાલવાટિકા તેમજ ધોરણ ૧માં પ્રવેશ મેળવ્યો છે.

૧૩,૬૬૮ બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૬૮૧૮ દીકરાઓ અને ૬૮૫૦ દીકરીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ૧૯,૧૨૨ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો જેમાં, ૯૫૭૪ દીકરાઓ અને ૯૫૪૮ દીકરીઓનો સમાવેશ થાય છે.

માત્ર એટલું જ નહીં, શાળા પ્રવેશોત્સવના પરિણામે ૩,૨૪૬ જેટલા બાળકોએ ખાનગી શાળા છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ૧૭૦૬ દીકરાઓ અને ૧૫૪૦ દીકરીઓનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી શાળામાં ૪૯૫ બાળકો, ઉર્દુ શાળામાં ૫૨ બાળકો, હિન્દી શાળામાં ૧૭૦ બાળકો અને ગુજરાતી શાળામાં ૨૫૨૯ બાળકોએ ખાનગી શાળા છોડી પ્રવેશ લીધો છે.