#ArvindKejriwal – GNS NEWS

અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ નો ફ્લોપ શો
(જી.એન.એસ) તા. 23

મોડાસા,

આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતનાં પ્રવાસે છે. અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, પણ આમ આદમી પાર્ટી માટે આંચકાજનક વાત હતી કે આ કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી.

અરવિંદ કેજરીવાલે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ને સંબોધતાં કહ્યું હતું કે, ’30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું. 14 જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ન આપ્યા. આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા, પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મહેલો બનાવવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે, ‘ખેડૂત અને પશુપાલકોના મહેનતના અને હકના પૈસા ચોરી કરીને સી.આર. પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે. તેમણે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, આપણા દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા પછી પણ જો આપણે આજે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ કરવી પડે છે એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે.’

આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન
સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના વિવાદમાં રાજકારણ..?

(જી.એન.એસ) તા. 18

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે AAP હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઉલ્લેખનીય છે કે એક તરફ આપ દ્વારા અરવિંદ કેજરીવાલના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટ પેટે ચુકવાશે.

મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ 23 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાબર ડેરીના અત્યાચારનો ભોગ બનેલા પશુપાલકો સાથે મુલાકાત કરશે અને તેમની વેદના સાંભળશે. ત્યારબાદ 24 જુલાઇએ તે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને સભાને સંબોધશે.

23મી તારીખે મોડાસામાં યોજાનારી આ ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે. AAP દ્વારા આ મામલે કેટલીક મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી છે:-

(1) પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

(2) સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

(3) મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

(4) મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડશે. અરવિંદ કેજરીવાલના આ ગુજરાત પ્રવાસ અને મહાપંચાયતને કારણે સાબર ડેરી વિવાદ વધુ ગરમાશે તેવું મનાઈ રહ્યું છે.

ત્યારે બીજીબાજુ સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આજે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આગેવાનો, સાંસદ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, મહેન્દ્રસિંહ બારૈયા, બંને જિલ્લાના ભાજપ (BJP) પ્રમુખ, મહામંત્રી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે.