#CivilHospital – GNS NEWS

લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ સિવિલ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા
(જી.એન.એસ) તા.29

રાજકોટ,

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ થયો છે જેમાં, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

મીરાબહેન આહિરે આક્ષેપો લગાવ્યા છે કે, જયારે તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા ત્યારે 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.

મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેનનો આક્ષેપ છે. તેમજ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો છે. ત્યારે લોકસાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠક શરુ થઇ છે. તથા સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. તથા નર્સિંગ સ્ટાફ અને સિવિલ અધિક્ષક વચ્ચે બેઠક થઇ છે. તેમજ સમગ્ર મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટના બાદ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ તપાસના તારણો શું હશે અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેના વ્યવહાર અને સુવિધાઓ પર સવાલ ઊભા કર્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ; અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો
છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય

(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું છે. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન દ્વારા કુલ ૬૫૭  અંગોનું દાન મળ્યું છે, જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

૨૦૦મા અંગદાનની વાત કરીએ તો અમરેલીના રહેવાસી એવા ૩૫ વર્ષીય મહેશભાઇ સોલંકીને ૦૨ જુલાઇના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ બગસરાથી હુમાપુર ગામે જતાં બોલેરો ગાડીએ ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

મહેશભાઇને પ્રથમ બગોદરા સિવિલ, ત્યારબાદ અમરેલી સિવિલ અને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ૭ જુલાઈના રોજ વધુ સારવાર અર્થે તેઓને રાત્રે ૯ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ મહેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ તેમજ સામાજિક કાર્યકર શ્રી ભાસ્કર ચાવડા દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતાં સિવિલ હોસ્પિટલમાં હાજર પરિવારજનોએ તેમનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ૨૦૦ અંગદાન એ માત્ર આંકડો નથી, પરંતુ દરેક અંગદાન પાછળ એક પરિવારના આંસુમાંથી નીકળેલ બીજા પરિવાર માટેના નવજીવનની આશા છે. ૨૦૦ અંગદાનની ઉપલબ્ધિ સિવિલની અંગદાન ટીમના ટીમવર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અંગદાનની આંકડાકીય વિગતો પૂરી પાડતા ડૉ. જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઇ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૨૦૦ અંગદાન  થયાં છે. જેના દ્વારા કુલ ૬૫૭  અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૩૮ લોકોને નવજીવન પ્રદાન થયું છે. મહેશભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.

૨૦૦મા અંગદાન વિશે ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના દિવસે બ્રેઇનડેડ મહેશભાઇના અંગદાનથી મળેલ એક લીવર, બે કીડની તેમજ એક સ્વાદુપિંડનું સિવિલ મેડીસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મહેશભાઇના અંગદાનથી મળેલ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

પોતાના સ્વજનના અંગદાનનો પરોપકારી નિર્ણય લઇ ૬૩૮ માનવ જિંદગીના દીપ પ્રજ્વલિત રાખવા બદલ આ તમામ ૨૦૦ અંગદાતાના પરિવારજનોના આપણે સૌ આભારી છીએ, એમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

કોઇપણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા સ્વજનને અંગો ન આપવા પડે અને બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન થકી આવા તમામ ઓર્ગન ફેઇલ્યોરથી પીડાતા દર્દીઓને અંગો મળી રહે અને અંગોની પ્રતિક્ષામાં કોઇપણ વ્યક્તિ મૃત્યુ ન પામે એ ધ્યેય સાથે અમારી સિવિલની અંગદાન ટીમ કાર્યરત છે, એમ ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું.

આંકડામાં અંગદાન:-

– સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધીમાં થયેલા કુલ ૨૦૦ અંગદાન થકી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.

– સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કરેલ ૨૦૦ અંગદાતાઓમાંથી ૧૫૬ પુરુષ અંગદાતાઓ અને ૪૪ સ્ત્રી અંગદાતાઓનો સમાવેશ થાય છે.

– સિવિલ હોસ્પિટલમાં મળેલ અંગદાનમાં ૨૦૦ અંગદાતાઓ પૈકી ૧૭૬ અંગદાતાઓ ગુજરાતના, ૫ ઉત્તરપ્રદેશના, ૬ મધ્યપ્રદેશના, ૩ બિહારના, ૯ રાજસ્થાનના તથા ૧ નેપાળના અંગદાતાનો સમાવેશ થાય છે.

– ગુજરાતના ૧૭૬ અંગદાતાઓ પૈકી સૌથી વધુ ૬૮ અંગદાતાઓ અમદાવાદના છે.

– ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવાં દેશના અન્ય રાજ્યો તથા નેપાળ જેવા પાડોશી દેશના અંગદાતાઓ પણ સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞમાં સહભાગી થયા છે.

– ૨૦૨૦થી લઈને અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ દ્વારા સતતપણે લોકોને જાગૃત કરવાથી લઈને વધુને વધુ લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે.

એર ઇન્ડીયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર ૪૫૦ વર્ગ -૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું
અમુક સ્ટાફે તો તેમના ફરજ ના કલાક પુરા થતા ઘરે જવા નુ કહેવા છતા પોતાની નૈતિક ફરજ ગણી ૧૨ થી ૨૪ કલાક કામ કર્યુ

(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને ૧ મહિનો પૂર્ણ થયો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડીયા પ્લેન ક્રેશ બનાવ ને એક મહીનો પુરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવ માં સિવિલ હોસ્પિટલ ના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજ ના કલાકો ની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતુ. જેના પ્રતાપે આખા બનાવ બાદ ઉભી થયેલી તમામ પરીસ્થિતિ માં જેમાં ઘાયલ લોકો ની સારવાર તેમજ જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ડીએનએ સેમ્પલ લેવા થી માંડી તેમને ડેડ બોડી હેન્ડ ઓવર કરવાની કામગીરી સારી રીતે થઇ શકી.
આ આખા કરુણ બનાવ માં જે લોકો ઘાયલ થયા કે જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા એ દુખ ને તો આપણે ન લઇ શકીએ પરંતુ તે બાદ ની તમામ કાર્યવાહી માં મૃત્યુ પામનારના સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી તેમ ડો. જોશી એ જણાવ્યુ હતુ.
આ સ્ટાફ માં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષ માં રાખવા થી લઇ તેને કોફીન માં રાખી સ્ગા ને સોંપવા સુધી ની કામગીરી કરનાર વર્ગ-૪ ના પીએમ વિભાગ માં કામ કરતા કર્મચારી થી માંડી દર્દી ના સગા સાથે શરુઆત થી અંત સુધી રહી તેમને સાંત્વના ની સાથે તેમના સ્વજન નુ પાર્થિવ શરીર સોંપાય ત્યા સુધી તેમની સાથે રહેનાર પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી જે મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારી ઓ ની કામગીરી ને બીરદાવવા માં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી વિષ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ગ -૩ અને વર્ગ ૪ ના કુલ ૪૫૦ જેટલા વિવિધ કર્મચારી ઓ ને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સિવિલ સુપ્રિંટેંડેંટ ડો. રાકેશ જોષી ઉપરાંત બી જે મેડીકલ કોલેજ ના ડીન મીનાક્ષી પરીખ, એડીશનલ ડીન તેમજ પીજી ડાયરેક્ટર ડો. ધર્મેશ પટેલ, ડો. રજનીશ પટેલ વિગેરે એ હાજર રહી આ તમામ સ્ટાફ ની કામગીરી ને બીરદાવી હતી…