#GujaratGovernor – GNS NEWS

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. તેમણે ગુજરાત કેન્સર સોસાયટીને મોટા પાયે ટેકો આપી ગરીબોત્થાનના કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે. આપના દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.

માનવતા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વજનોમાં પોતીકાપણું જુએ છે, પરંતુ તે વ્યક્તિ મહાન છે જે અન્ય વ્યક્તિઓમાં પોતીકાપણું અનુભવે છે. પશુઓ અને મનુષ્યમાં તમામ વસ્તુઓ સમાન છે, ફક્ત માનવતાનો જ તફાવત છે. જ્યારે કોઈ દર્દીને ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ વિશ્વાસ થાય કે હવે તે જલ્દી સાજો થઈ જશે સ્વસ્થ થઈ જશે, તે જ આપણી સાચી ઓળખ અને કર્મની પૂંજી છે.

તેમણે કહ્યું કે, જન્મ તો દરેક વ્યક્તિ લે છે પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે વ્યક્તિ કર્મયોગી બની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે તો આવા કર્મો જ આજીવન અને આવનાર જન્મમાં સુખ આપે છે.

સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની પાવન ધરતી પર એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ્યા, જેમણે સામાજિક સુધારણા માટે અનેક કાર્યો કર્યા હતા. જ્યારે વ્યક્તિ તમામ લોકોની ઉન્નતીમાં પોતાની ઉન્નતિ સમજે અને દરેક વ્યક્તિના સુખ-દુઃખનો સાથી બને છે ત્યારે તે ખરા અર્થમાં માનવતાનો રક્ષક બને છે.

કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજથી 40-50 વર્ષ પહેલાં આવી બીમારીઓને કોઈ ઓળખતું ન હતું. વેદોમાં કહ્યું છે કે, કારણ વગર કશું થતું નથી. આજે માનવસર્જીત પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, આપણે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી રાસાયણિક ખાતર મંગાવીએ છીએ અને તેનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. તેનાથી ઉત્પન્ન થતા ફળ, શાકભાજી, અનાજ ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને બીમારીઓ ખરીદી રહ્યા છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની અસર ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ થઈ રહી છે. પશુઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જમીન પાણી અને હવા પ્રદુષિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બની ચૂકી છે.

આ તમામ સમસ્યાઓ અને પડકારોથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, જેનો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 9 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે, ભારતીયોએ ગુલામીની માનસિકતાને જળ મૂળમાંથી નાબૂદ કરવી જોઈએ. આપણને આપણા ખોરાક, ભાષા, પહેરવેશ, વારસા તથા મહાપુરુષો પર ગર્વ હોવો જોઈએ, તેમની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ અને પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.

આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે ધી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃતિઓની વાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ, પબ્લીકેશન, વર્કશોપ, એડવાન્સ રોબોટિક સર્જીકલ સિસ્ટમ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સર્જરી અને કેમોથેરાપીના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જીસીએસના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. પંકજ શાહ, જી.સી.એસ. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો, તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ

(જી.એન.એસ) તા.29

ગાંધીનગર,

“માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે.” આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ શ્રી ડૉ. હિતેશ જાની અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, શિક્ષકો અને યુવા દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે મહર્ષિ ચરકની જન્મજયંતિ છે, તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં એવા સંશોધનો થયા હતા, જ્યાં અત્યાર સુધી આજનું વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી. પ્રાચીન ઋષિઓ અને સંતોએ પર્વતો અને જંગલોમાં રહીને ઘણા સંશોધનો કર્યા હતા. તેઓએ માનવો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને જ્ઞાન હતું કે, જો માનવોને ખરેખર ‘માનવ’ બનાવવામાં આવે, તો  પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી શકે તેમ છે. પરંતુ જો માનવતાનો અભાવ હોય તો આ પૃથ્વી નર્ક બની શકે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂ થાય છે. ભારતના ઋષિમુનિઓએ ‘સંસ્કાર’ની પ્રક્રિયાને માત્ર એક સામાજિક વિધિ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રણાલી તરીકે રજૂ કરી હતી. ગર્ભધારણથી અગ્નિસંસ્કાર સુધીના 16 સંસ્કારોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો જેથી માણસ માત્ર શરીરથી જ નહીં પરંતુ ગુણોમાં પણ શ્રેષ્ઠ બને.

તેમણે કહ્યું કે, આજની સમસ્યા એ નથી કે સંસાધનોનો અભાવ છે, પરંતુ સંવેદનશીલતા, સહિષ્ણુતા, કરુણા અને પ્રેમનો અભાવ છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ જ નહીં પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ.

તેમણે કહ્યું કે, જેમ સામાન્ય લોખંડ અને પ્લાસ્ટિક વિજ્ઞાનના સ્પર્શથી માઇક્રોફોન જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણમાં પરિવર્તિત થાય છે, તેવી જ રીતે, જો એક સામાન્ય બાળકને માતાપિતા, સમાજ અને શિક્ષણ પ્રણાલી તરફથી યોગ્ય સંસ્કાર મળે, તો તે મહાન માણસ બની શકે છે.

રાજ્યપાલશ્રીએ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે, આધુનિક યુગના મનો વૈજ્ઞાનીક સિગ્મંડ ફ્રાઈડે સ્વીકાર્યું હતું કે, જ્યારે બાળક તેની માતાના ખોળામાં કોઈપણ ચિંતા કર્યા વિના પોતાના પગનો અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે, ત્યારથી જ તેના વ્યક્તિત્વનું નિર્માણ શરૂ થઈ જાય છે. જ્યારે આપણા ઋષિઓએ તો તેનાથી પણ પહેલાં – બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેને સંસ્કારીત કરવાની પદ્ધતિ વિકસાવી હતી.

રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની કલ્પના કરીને, તેમણે ભારતમાં ભાવિ માનવોના નિર્માણ માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે. આ ફક્ત એક યુનિવર્સિટી નથી, પરંતુ માનવ નિર્માણ માટેની પ્રયોગશાળા છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે વિકાસ, વિજ્ઞાન, કારખાનાઓ, રેલ્વે, વિમાન – આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો માનવ જીવન મૂલ્યહીન થઈ જાય, તો આ જ વિકાસ વિનાશનું કારણ બનશે. ડૉક્ટરના હાથમાં છરી જીવન બચાવે છે, જયારે ખૂનીના હાથમાં તે ઘાતક હોય છે. તેવી જ રીતે, વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે તેનો ઉપયોગ સદગુણી અને સમજદાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમસ્યાઓનું સમાધાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ઝેરયુક્ત ખેતીને કારણે દૂધ, ફળ, શાકભાજી અને માતાનું દૂધ પણ રસાયણો અને જંતુનાશકોથી પ્રદૂષિત થઈ ગયું છે. એક સંશોધનમાં, 105 માતાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા હતા. 30 નવજાત બાળકોના લોહીના નમૂનાઓમાં પણ જંતુનાશકો મળી આવ્યા હતા. જે ખૂબ ચિંતાનો વિષય છે.

તેમણે ચેતવણી આપી હતી કે, આ ઝેરી ખોરાક ડી.એન.એ.ને પણ અસર કરી રહ્યો છે. બ્રાઝિલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાંના બાળકોના ડી.એન.એ. બદલાઈ રહ્યા છે. ભારતમાં પણ, સક્ષમ માતાપિતાના ઘરે માનસિક રીતે વિકલાંગ બાળકો જન્મી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ અશુદ્ધ ખોરાક છે. આ સંદર્ભમાં, તેમણે ભગવદ ગીતાને ટાંકીને કહ્યું, “ખોરાકની શુદ્ધતાથી વિચારોની શુદ્ધતા થાય છે, અન્નથી જ મન બને છે.”

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવામાં આવ્યું છે. “અત્યાર સુધી, ગુજરાતમાં 8 થી 9 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે. આ ચળવળ હવે દેશભરમાં વેગ પકડી રહી છે”.

તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે દરેક ઘરમાં આ સંદેશ ફેલાવીએ કે શુદ્ધ વિચાર, શુદ્ધ આહાર અને સંસ્કાર સ્વસ્થ, સદાચારી અને સક્ષમ બાળકોને જન્મ આપે છે. “આજે, નાના બાળકો હાર્ટએટેક, ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. જેનાથી બચવાનો એક માત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ભારતીય જીવનશૈલીમાં રહેલો છે,” તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમના આયોજક, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, તેમની ટીમ અને કુલગુરુ ડૉ. હિતેશ જાનીની પ્રશંસા કરી અને કહ્યું કે જો આ વિચારનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવે તો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું કલ્યાણ થઈ શકે.

કાર્યક્રમમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાનીએ વૈદિક કાળના ગર્ભસંસ્કાર અને આયુર્વેદના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને તેમના વિચારોમાં વિગતવાર રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, માતાપિતાનો આહાર, વિચારો અને વર્તન ગર્ભ પર કેવી રીતે અસર કરે છે અને યોગ્ય વાતાવરણ અને સકારાત્મક ઉર્જા સાથે બાળકને કેવી રીતે ‘કુંદન’ બનાવી શકાય છે.

ડૉ. હિતેશ જાનીએ ‘ગર્ભાવસ્થાથી સંતાનના અવતરણ સુધી’ ના વિવિધ તબક્કાઓ સમજાવ્યા હતા. તેમણે ગર્ભધારણ પહેલાંનું આયોજન અને તેનું મહત્વ, લગ્નજીવનમાં સંવાદિતા અને સંદેશાવ્યવહારની ભૂમિકા, ગર્ભધારણ પહેલાંનો આહાર અને વર્તન, ગર્ભાવસ્થાનું આયોજન અને આધુનિક દૃષ્ટિકોણથી સાવચેતીઓ, પ્રકૃતિ પરીક્ષણ અને ગર્ભ પર સંગીતની અસર વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ વિષયો પર વિગતવાર ચર્ચા કરતાં ડૉ. હિતેશ જાનીએ જણાવ્યું હતું કે, ગર્ભ સંસ્કાર એ કોઈ બાહ્ય દેખાવ નથી, પરંતુ એક ઊંડી અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું બાળક સુંદર, મજબૂત અને બુદ્ધિશાળી હોય. આ પ્રક્રિયામાં ગર્ભ સંસ્કારની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

તેમણે એમ પણ કહ્યું કે, એક જ ગોત્રમાં લગ્ન કરવા એ વૈજ્ઞાનિક રીતે અયોગ્ય છે. ગોત્ર ફક્ત ધર્મ સાથે જ નહીં, પણ વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. તેથી, દરેક વ્યક્તિએ પોતાના ગોત્ર વિશે જાણવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ તૈયાર કરાયેલ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે 18 સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવદંપતીઓ, સગર્ભા સ્ત્રીઓ, ડોક્ટર્સ, શિક્ષણ અને મનોવિજ્ઞાન સંબંધિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ યુવા દંપતીઓને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્માણ – “માનવ નિર્માણ” ના પવિત્ર કાર્યને ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણે સંવેદનશીલ, સંસ્કારી અને સદાચારી બાળકનું નિર્માણ કરી શકીએ, તો તે રાષ્ટ્રની સૌથી મોટી સેવા હશે.

પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં આરંભ
(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં ભવ્ય આરંભ થયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો, સંયમ, અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

રાજ્યપાલશ્રીએ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “માત્ર 19 વર્ષની ઉંમરે આચાર્ય સુનીલ સાગરજીએ અધ્યાત્મનો માર્ગ, ત્યાગ અને તપસ્યાનો માર્ગ સ્વીકારી લીધો હતો. આ એવી ઉંમર હોય છે જ્યારે યુવાનો અનેક રંગીન સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ ઘડતા હોય છે, ત્યારે આચાર્યજીએ સદાચાર અને પરોપકારના રાહ પર ચાલવાનું નિશ્ચિત કર્યું. તેમનો આ સંકલ્પ આજની યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણાસ્ત્રોત છે.”

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “એક વિચાર માણસનું જીવન બદલી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સમ્યક વિચાર સાથે આગળ વધે છે, ત્યારે તે હંમેશા કલ્યાણકારી હોય છે.”

તેમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું કે, “ધર્મ એ ટકાઉ સિદ્ધાંતોને ધારણ કરવા બરાબર છે. હિંદુ, મુસલમાન, ઈસાઈ, જૈન, બૌદ્ધ – આ બધા મજહબ છે, સંપ્રદાય છે. ધર્મનો ખ્યાલ જુદો છે. જે ધારણ કરવામાં આવે તે ધર્મ છે. ટકાઉ વિચાર હંમેશા ધારણ કરવા યોગ્ય હોય છે. જેમ કે સત્ય અને અસત્ય. જો દુનિયા આખી અસત્ય બોલવા લાગે અને આવતીકાલથી નક્કી કરીએ કે બધા જ અસત્ય બોલશે, તો તમે લોકો જે વ્યાપાર સાથે સંકળાયેલા છો તે સમજી જશો કે વ્યવસ્થા કેવી રીતે ચાલશે? કોઈનો કોઈ પર વિશ્વાસ નહીં રહે અને સમાજ પડી ભાંગશે. એવી જ રીતે હિંસા અને અહિંસા બંનેને આ વાત લાગુ પાડી જોઈએ અને કયો વિચાર ટકે છે તે જોઈએ. જો નક્કી કરવામાં આવે કે કાલથી બધા જ હિંસા કરી શકશે, કોઈને પણ અન્યને મારવાની છૂટ છે, તો દુનિયા ટકશે નહીં, જલ્દી નાશ થઈ જશે. આથી અહિંસા જ સત્ય છે. આમ, ધર્મ એ આવા ટકાઉ, શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને અપનાવવા બરાબર છે. ટકાઉ સિદ્ધાંતોનું આચરણ કરીએ તે જ ધર્મ છે.”

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃત ભાષાના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડતાં કહ્યું કે, “પ્રાકૃત ભાષા એ માત્ર એક બોલચાલની ભાષા નહોતી, પરંતુ તે પ્રાચીન ભારતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અરીસો હતી. જૈન ધર્મના અનેક મહામૂલ્યવાન ગ્રંથો, જેમ કે આગમ સૂત્રો, આ પ્રાકૃત ભાષામાં જ રચાયેલા છે. આ ભાષા સંસ્કૃત જેટલી જ સમૃદ્ધ અને વ્યાકરણબદ્ધ હતી, પરંતુ તે સામાન્ય જનજીવનની વધુ નજીક હતી, જેના કારણે બુદ્ધ અને મહાવીર જેવા મહાન તત્વજ્ઞાનીઓએ પોતાના ઉપદેશો જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પ્રાકૃતનો સહારો લીધો હતો. આ ભાષાએ ભારતીય જ્ઞાન પરંપરાને એક વિશાળ જન સમુદાય સુધી પહોંચાડીને લોકશાહીકરણનું કાર્ય કર્યું.”

તેમણે ઉમેર્યું કે, “આ પ્રાકૃત ભાષાને લખવા માટે બ્રાહ્મી લિપિનો ઉપયોગ થતો હતો. બ્રાહ્મી માત્ર એક લિપિ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિક છે. આ લિપિમાંથી જ આજની લગભગ તમામ આધુનિક ભારતીય લિપિઓ વિકસી છે.  આથી, બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ આપણને આપણા મૂળિયાં, આપણા ઇતિહાસ અને આપણા સમૃદ્ધ સાહિત્યિક વારસાને સમજવામાં મદદ કરે છે.”

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે અપરિગ્રહના વિચારની જીવનમાં ઉપયોગીતા વિશે જણાવતાં કહ્યું કે, “દુનિયાભરની સંપત્તિ અને સામાન એકત્ર કરવાની જરૂર નથી. અપરિગ્રહનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરતું જ ધારણ કરે અને બાકીનો સંગ્રહ ન કરે. અતિશય સંગ્રહવૃત્તિ માત્ર માનસિક બોજ જ નહીં, પણ સામાજિક અસમાનતા અને સંઘર્ષનું પણ કારણ બને છે. જે વ્યક્તિ અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે છે, તે સાચી શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. આ વિચાર વ્યક્તિને ભૌતિકવાદી દોડમાંથી મુક્ત કરીને આત્મસંતોષ અને પરોપકારના માર્ગે વાળે છે, જે સુખી અને સંતુલિત જીવન માટે અનિવાર્ય છે.”

આ અવસરે, આચાર્યશ્રી સુનીલ સાગરજી મહારાજે ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા પ્રવચનના ઊંડાણ અને હૃદયસ્પર્શી વિચારોની સરાહના કરી, અને આશીર્વાદ આપ્યા કે આવા ઉચ્ચ વિચારો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે.

આ અવસરે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજનાં દર્શન અને તેમના આશીર્વચનોનો લાભ લીધો હતો.

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસે, રાજ્યપાલશ્રીએ કર પ્રણાલીની પ્રશંસા કરતાં કહ્યું – કર પ્રણાલી પારદર્શક અને કરદાતા-મૈત્રીપૂર્ણ બન્યાં છે
આર્થિક વિકાસનો આધાર પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ભારતને 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધારવામાં આવકવેરા વિભાગ અને કરદાતાઓની મુખ્ય ભૂમિકા

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા અને આવકવેરા વિભાગની કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આજે આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ તે આવકવેરા વિભાગની મહેનત અને કરદાતાઓના વિશ્વાસને કારણે શક્ય બન્યું છે. કોઈપણ રાષ્ટ્ર, સમાજ કે પરિવારની પ્રગતિનો મૂળ પાયો ‘અર્થતંત્ર’ છે અને આ દિશામાં આવકવેરા વિભાગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે ભારતની માળખાગત સુવિધા, સશસ્ત્ર દળોની ક્ષમતા અને નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ મજબૂત મહેસૂલ વ્યવસ્થા પર આધારિત છે. તેમણે ગુજરાતના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે, આજે રાજ્યમાંથી વાર્ષિક ₹ 1,05,421 કરોડનો આવકવેરા સંગ્રહ થઈ રહ્યો છે, જે સમાજની આર્થિક મજબૂતીનો પુરાવો છે.

રાજ્યપાલશ્રીએ કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે પરસ્પર વિશ્વાસની લાગણીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, આવકવેરા પ્રક્રિયામાં ભયના વાતાવરણને બદલે સંવાદ, સહાનુભૂતિ અને પારદર્શિતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ આવકવેરા અધિકારીની સામે હોય છે, ત્યારે અધિકારીએ એ પણ વિચારવું જોઈએ કે જો હું તેમની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં એ સ્પષ્ટ કર્યું કે, કર વસૂલાત એ માત્ર મહેસૂલ વસૂલાત નથી, પરંતુ સામાજિક સમાનતાનું માધ્યમ છે. તેમણે કહ્યું કે કરનો હેતુ શ્રીમંત વર્ગના સંસાધનોને જનતામાં સમાન રીતે વહેંચવાનો છે, જેથી સમાજમાં સંવાદિતા, ભાઈચારો અને એકતાની ભાવના વધુ પ્રબળ બને.

આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા ડિજિટલ સુધારાઓ અને કર પ્રક્રિયાના સરળીકરણની પ્રશંસા કરતાં રાજ્યપાલે કહ્યું કે, આજની કાર્ય પદ્ધતિ પહેલા કરતાં વધુ સરળ અને વધુ પારદર્શક બની છે. તેમણે ₹ 12 લાખ સુધીની કરમુક્તિ જેવા પ્રગતિશીલ નિર્ણયોને કરદાતાઓ પ્રત્યે સરકારના સકારાત્મક વલણનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ગુરુવારે અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત  શ્રી સતીશ શર્મા, મુખ્ય આયકર આયુક્ત (ટીડીએસ) શ્રીમતી. અપર્ણા અગ્રવાલ, મુખ્ય આયકર આયુક્ત (અમદાવાદ-૧) શ્રી રાજેશ કુમાર ગુપ્તા, આવકવેરા વિભાગના મહાનિદેશક (તપાસ) શ્રી સુનિલ કુમાર સિંહ અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આર્થિક સમૃદ્ધિ જીવનમાં શાંતિ, આદર અને સ્થિરતાનું માધ્યમ બને છે અને આ હકીકત આપણા વેદ, ઉપનિષદો અને ભારતીય પરંપરાઓમાં પુરુષાર્થ ચતુષ્ટય – ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રૂપમાં વર્ણવવામાં આવી છે.

પ્રાચીન ભારતીય ધર્મની વિભાવનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ધર્મનો અર્થ સંપ્રદાય નથી, પરંતુ ફરજ અને નૈતિકતા છે. હું મારા માટે જે ઇચ્છું છું, તે જ મારે બીજાઓ માટે પણ ઇચ્છવું જોઈએ – એ જ સાચો ધર્મ છે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત વિકસિત ભારત-૨૦૪૭ ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવકવેરા વિભાગની ભૂમિકા નિર્ણાયક છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખ અને શાંતિની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે, ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માએ તેમના સંબોધનમાં આવકવેરા વિભાગમાં થયેલા ઐતિહાસિક ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આયકર વિભાગ એક કાયદાના અમલીકરણ આધારિત સંગઠનમાંથી સેવા સંસ્થામાં પરિવર્તિત થયો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે 1990 માં સેવા શરૂ કરી હતી, ત્યારે ઓફિસ 100% કાગળ પર આધારિત હતી, જ્યારે આજે આખી સિસ્ટમ 100% ડિજિટલ બની ગઈ છે. તેમણે કહ્યું, “હવે કરદાતાને આવકવેરા કચેરીમાં આવવાની જરૂર નથી, 10 દિવસમાં રિફંડ મળી રહ્યું છે અને આકારણી પણ ફેસલેસ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારની આ એક અનોખી સિસ્ટમ છે, જેને ઘણા દેશો અપનાવવાનું વિચારી રહ્યા છે.

કર પ્રણાલીમાં આમૂલ ફેરફારોની તુલના કરતાં, શ્રી શર્માએ જણાવ્યું કે પહેલા કર દર 60% સુધી હતો, જ્યારે હવે મહત્તમ દર 30% છે. તેમણે કહ્યું કે, 1990 માં કર વસૂલાત રૂ. 10,000 કરોડ હતી, જે હવે 22 લાખ કરોડને વટાવી ગઈ છે અને આ વર્ષે લક્ષ્ય 25 લાખ કરોડ છે. તેમણે આને કરદાતાઓની પ્રામાણિકતા, વિભાગની કાર્યક્ષમતા અને સરકારની કરદાતા-મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું. શ્રી શર્માએ કહ્યું કે પહેલા ફક્ત 40 લાખ લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હતા, જ્યારે હવે આ સંખ્યા 9 કરોડ સુધી પહોંચી ગઈ છે, અને ચકાસણીના કેસોનો દર પણ 5% થી ઘટીને માત્ર 0.2% થયો છે.

આવકવેરા વિભાગના ટેકનોલોજીકલ વિકાસ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે અમને વાર્ષિક 60 કરોડથી વધુ નાણાકીય વ્યવહારો વિશે ફક્ત TDS રિટર્નથી માહિતી મળે છે, જેના કારણે રિટર્ન પહેલાથી ભરાય છે અને કરદાતાઓને પારદર્શક અને સચોટ સુવિધાઓ મળે છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવો આવકવેરા કાયદો (2025) કર પ્રણાલીને વધુ સરળ બનાવશે. શ્રી શર્માએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કરદાતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવા, પોતાને તેમના સ્થાને મૂકીને નિર્ણયો લેવા અને ન્યાયી, કાર્યક્ષમ અને સમૃદ્ધ ભારત માટે માર્ગ મોકળો કરે તેવી કર વહીવટ પ્રણાલી વિકસાવવા હાકલ કરી હતી.

મુખ્ય આયકર આયુક્ત (TDS) શ્રીમતી અપર્ણા અગ્રવાલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ આવકવેરા વિભાગમાં ઉત્તમ સેવા આપનારા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું.  વિદ્યાર્થીઓમાં કરપ્રત્યે જાગૃતિ ફેલાવવા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અને સિદ્ધિઓનું પ્રેઝન્ટેશન સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આવકવેરા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કરદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે આર્ય પ્રતિનિધિસભા જમ્મુ-કાશ્મીર દ્વારા જમ્મુમાં વિશેષ સમારોહનું આયોજન
(જી.એન.એસ) તા. 21

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે.

જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણા બધા માટે ગર્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમો આર્ય પ્રતિનિધિ સભાઓ અને સર્વદેશી પ્રતિનિધિ સભાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે વૈદિક માર્ગને અનુસરનારાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીજીનો જન્મ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 33 કરોડ હતી. તે સમયે તેમણે એકલા હાથે રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, આડંબર અને પાખંડ સામે ચળવળ શરૂ કરી હતી. તે સમયે વેદ પર ધૂળ જામેલી હતી, જેને સ્વામી દયાનંદજીએ દૂર કરી અને માનવતાને ફરીથી વેદોનો પરિચય કરાવ્યો. તેમના કાર્યના પરિણામે, ગુરુદત્ત વિદ્યાર્થી, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત લેખરામ જેવા તેજસ્વી વૈચારિક યોદ્ધાઓની નવી પેઢી પેદા થઈ હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છે, બાકીના બધા ખોટા છે. આ સંકુચિત માનસિકતા વૈશ્વિક સંઘર્ષોનું મૂળ બની ગઈ છે.  વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે અને આ વેદોનો પરિચય કરાવનાર મહાપુરુષ મહર્ષિ દયાનંદ હતા.

રાજ્યપાલશ્રીએ ચિંતા વ્યક્ત કરી કે, આજે વેદોનું જ્ઞાન છે, પરંતુ આપણે તેને આપણી આસપાસ અને દુનિયામાં ફેલાવી શકતા નથી. જો આ જ્ઞાન આપણી સાથે સમાપ્ત થઈ જશે, તો તે આવનારી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચશે? આ જ્ઞાન ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેને વહેંચવામાં આવે.

રાજ્યપાલશ્રીએ તેમના સંબોધનની શરૂઆત પ્રખ્યાત વૈદિક મંત્ર – “ઓમ… અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુયોર્મા અમૃતમ્ ગમય” – થી કરી અને કહ્યું કે, આ વૈદિક સંદેશ આજના મુશ્કેલ સમયમાં પણ સમગ્ર માનવતા માટે ખૂબ જ સુસંગત છે.

તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૦૦ થી સ્વતંત્રતા સુધીનો સમયગાળો આર્ય સમાજ માટે સુવર્ણ યુગ હતો. ઉત્તર ભારતમાં વૈદિક વિચારધારાનો ફેલાવો એટલો વ્યાપક હતો કે ભાગ્યે જ કોઈ ઘર તેનાથી અળગું રહ્યું. સ્વતંત્રતા સંગ્રામના તમામ મુખ્ય સેનાનીઓ કોઈને કોઈ રીતે સ્વામી દયાનંદ અને આર્ય સમાજથી પ્રેરિત હતા. સ્વતંત્રતા પછી પણ, દેશના કલ્યાણ માટે કામ કરતા સમાજ સુધારકો પર આર્ય સમાજનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.

તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, અવૈજ્ઞાનિક માન્યતાઓ અને પાખંડ ફરીથી માથું ઉંચુ કરી રહ્યા છે. આવા સમયે, આપણી જવાબદારી અનેકગણી વધી જાય છે.

રાજ્યપાલશ્રીએ મહાત્મા હંસરાજ, લાલા લજપત રાય અને ડી.એ.વી. સંસ્થાઓ જેવા સમાજ સુધારકોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેઓએ નવી પેઢીને શિક્ષિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાજ્યપાલશ્રીએ સ્વામી શ્રદ્ધાનંદની પ્રેરણાદાયી વાર્તા પણ સંભળાવી હતી, જેમણે સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી વૈદિક ગુરુકુળોની પુનઃસ્થાપનાનું કાર્ય હાથ ધર્યું હતું.

તેમણે જણાવ્યું કે, સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં ગુરુકુળ કાંગડીની સ્થાપના કરી હતી, પરંતુ તે સમયે કોઈ પોતાના બાળકોને ત્યાં મોકલવાની હિંમત કરતું નહોતું. પછી તેમણે પોતાના પુત્રોને જ પોતાના શિષ્યો બનાવીને ગુરુકુળ શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સ્વામી દયાનંદે પોતાના જીવનમાં અપમાન, ટીકા બધું જ સહન કર્યું, પરંતુ ક્યારેય પોતાના ધ્યેયથી ભટક્યા નહીં અને આર્ય સમાજની સ્થાપના કરી. આજે આર્ય સમાજના અનુયાયીઓએ વેદોના માર્ગને આગળ વધારવા અને સમાજને વૈદિક પ્રકાશથી પ્રકાશિત કરવો જરૂરી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આર્ય વીર દળ અને આર્ય વીરાંગના દળ જેવા સંગઠનો જ આર્ય સમાજના પુનરુત્થાનનો માર્ગ મોકળો કરી શકે છે.

આ પ્રસંગે શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી, જમ્મુના વૈજ્ઞાનિક ડૉ. વિવેક મનોહર આર્ય ને પ્રાકૃતિક કૃષિ, જમીન વિજ્ઞાન, આબોહવા પરિવર્તન અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ આર્ય પ્રતિનિધિ સભા, જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ નરેન્દ્ર ત્રેહનના નેતૃત્વમાં આયોજિત કરાયો હતો. આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના મહામંત્રી વિનય આર્ય, જમ્મુ અને કાશ્મીરના મહામંત્રી રાજીવ સેઠી, ખજાનચી યોગેશ ગુપ્તા, રણવિજય શાસ્ત્રી, મુકેશ શાસ્ત્રી, ચૈનલાલ શાસ્ત્રી, ડૉ. સત્યપ્રિયા, ડૉ. પ્રિયંકા, કુલદીપ ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરુણ કુમાર ગુપ્તાની પણ સક્રિય ભાગીદારી રહી હતી.

કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર,

મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય છે. સામાન્ય લોકો પહેલેથી જ બનેલા રસ્તા પર ચાલે છે. જ્યારે, મહાપુરુષો પોતાનો રસ્તો બનાવી અન્ય લોકોને પણ તે રસ્તા પર ચાલવા પ્રેરિત કરે છે. અત્યારે દુનિયા જે રસ્તા પર ચાલી રહી છે તે ખૂબ જ હાનિકારક છે, માટે આપણે તે તમામને યોગ્ય રસ્તા ઉપર લઈ જવા પડશે. કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો તો દુનિયા તમારું સન્માન કરશે.

રાજભવન ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,

નોકરી મેળવીને આપણી જાતને નોકર ના સમજવા જોઈએ, નોકરી એ ફક્ત આવકનો એક સ્ત્રોત છે. પરંતુ, તમે દેશના ભવિષ્યના ભાગ્યવિધાતા છો. જેવી રીતે 60 ના દશકમાં ડૉ.સ્વામીનાથને દેશની અનાજની અછતને પૂરી કરવા માટે હરિત ક્રાંતિ શરૂ કરી હતી, તેવી જ રીતે તમે પ્રાકૃતિક કૃષિમાં ક્રાંતિ લાવીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરશો. પ્રાણી માત્રના જીવને બચાવવાના કાર્યથી મોટું પુણ્ય કોઈ નથી.

શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જેવું અન્ન તેવું મન. આપણે જેવું અન્ન ખાઈએ, તેવા જ આપણે બનીએ છીએ. શુદ્ધ અને સાત્વિક આહારથી, શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પ્રાકૃતિક કૃષિ લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપી શકે તેમ છે.

હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, એ સમયે એક હેક્ટર જમીનમાં 13 કિલો નાઇટ્રોજન નાખવાની ભલામણ કરવામાં આવી હતી અને સાથે છાણીયું ખાતર અથવા જૈવિક ખાતર નાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. તે સમયે સારું ઉત્પાદન મળતું હતું કારણ કે, સમગ્ર દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા જેટલો હતો. તે સમયે ખેડૂતો યુરિયા – ડીએપીની સાથે છાણીયું ખાતર નાખતા હતા. પછી ધીરે ધીરે યુરિયાનો ઉપયોગ વધતો ગયો. અત્યારે હરિયાણામાં બટેટાના ખેતરમાં એક એકર જમીનમાં 12 થી 13 થેલી યુરિયા ડીએપી નાખવામાં આવે છે. રાસાયણિક જંતુનાશક દવાઓ અને યુરિયા – ડીએપીના અંધાધુંધ ઉપયોગથી ધરતીની ગુણવત્તા વધારનાર બેકટેરિયાઓ અને સૂક્ષ્મ જીવો નાશ પામ્યા છે. જેના પરિણામે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5 થી ઓછો થઈ ગયો છે.

રાજ્યપાલશ્રીએ તેમના અનુભવ વર્ણવતા જણાવ્યું કે, શરૂઆતમાં હું પણ ગુરુકુળની જમીનમાં રાસાયણિક ખેતી કરતો હતો, રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે મેં તેનો વિકલ્પ શોધવાની કોશિશ કરી. જે બાદ મને કૃષિ યુનિવર્સિટી, હિસારના વૈજ્ઞાનિક ડૉ. હરિ ઓમે ઓર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતી કરવાની સલાહ આપી હતી. તેમની સલાહ મુજબ મેં જૈવિક ખેતી કરી પરંતુ તેમાં વધુ ખર્ચ, વધુ મહેનત છતાં ઉત્પાદન ખૂબ ઓછું મળતું હતું. ત્યારબાદ મેં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરી, આ ખેતી પદ્ધતિ નહીવત ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા, પાણી અને પર્યાવરણને બચાવવાનું કામ કરે છે.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત વૈજ્ઞાનિકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતની ઊંડી સમજ આપી હતી તથા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃત બનાવવાની પદ્ધતિ પણ વર્ણવી હતી.

આ તકે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયાએ નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો અને માર્ગદર્શન આપવા બદલ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાર્ય પ્રાકૃતિક કૃષિ માટે વધુ મદદરૂપ થઇ શકે તે માટે રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થશે.

આ કાર્યક્રમમાં રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી પ્રકાશ રબારી, આત્માના ડાયરેક્ટર શ્રી સંકેત જોશી, બાગાયત નિયામક શ્રી હરિસિંહ ચાવડા, નીતિ આયોગના પ્રાકૃતિક કૃષિના સલાહકાર શ્રી પાટીલજી તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત
ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં ઉતરાખંડ રાજ્યના સહકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતની પ્રાકૃતિક કૃષિ અને સહકારિતા અંગે વિચાર-વિમર્શ કર્યા હતા.

રાજ્યપાલ શ્રી એ કહ્યું હતું કે, ગુજરાતના દરેક ગામમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા અને પાણી બચાવવા ઉપરાંત ખેડૂતોને આત્મનિર્ભર પણ બનાવી રહી છે.

આજે કોઈ કેન્સર કે હાર્ટઅટેક જેવી ગંભીર બીમારીઓથી મરવા ઇચ્છતું નથી, લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ છે. આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) ને એક માને છે. જ્યાં સુધી ખેડૂતોને આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પ્રાકૃતિક કૃષિ અપનાવશે નહીં.

ઉત્તરાખંડમાં પ્રાકૃતિક કૃષિ માટે ઘણો અવકાશ છે. ત્યાંના પહાડી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ખૂબ ઝડપથી વધી શકે તેમ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સહકારીતા અને પ્રાકૃતિક કૃષિને જોડીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે રાજ્યપાલશ્રીને ઉત્તરાખંડમાં થઈ રહેલી સહકારિતા અને પ્રાકૃતિક કૃષિની પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા. ઉત્તરાખંડ રાજ્યમાં સહકારિતા વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું હતું.

મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન
‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન

(જી.એન.એસ) તા. 11

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત મહાગ્રંથ ‘વેદ મંજુષા’નું વિમોચન કર્યું હતું. ‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં 20,348 ઋચાઓ સમાવવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે, તેમાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં વેદની ઋચાઓનો અનુવાદ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈને વેદ વાંચવામાં તકલીફ ન પડે. આ ઉપરાંત દરેક રુચાનો અર્થ અને તેનો સારાંશ પણ આપવામાં આવ્યો છે.

‘વેદ મંજુષા’ના વિમોચન અવસરે દિલ્હી વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના સેવા નિવૃત્ત પ્રોફેસર, સાહિત્યકાર અને અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન તથા નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા તથા રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારત દેશની ધરતી પર જન્મેલા તમામ લોકો વેદોથી પરિચિત હોવા જોઈએ. કારણ કે, વેદ એવા શાસ્ત્રો છે જેનો કોઈ લેખક નથી, તે મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન છે. એવી કોઈ વિદ્યા નથી, જે વેદોમાં ન હોય. વેદો તમામ વિદ્યાના જનક છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સર્વ સત્યનું મૂળ વેદ છે, પરંતુ આપણે વેદોને ભૂલી ગયા છીએ. ગુજરાતની ભૂમિ પર એક મહાપુરુષ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોના ઉત્થાનનું કાર્ય કર્યું છે. જો તેઓ ના હોત, તો હજારો વર્ષોથી વેદો પર પડેલી ધૂળ દૂર ન થઈ હોત અને આપણને વેદોનો પરિચય ન થયો હોત.

નીતા પ્રકાશન દ્વારા ખૂબ મહાન કાર્ય કરવામાં આવ્યું છે. આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ પૂજ્ય રાધેશ્યામજી ગુપ્તા નથી. પરંતુ, ‘વેદ મંજુષા’ મહાગ્રંથના માધ્યમથી આ અદ્રશ્ય જ્ઞાનને જનતામાં ફેલાવવાના તેમના મહાન સંકલ્પના કારણે તેઓ અમર બની ગયા છે. તેમણે કરેલું કાર્ય આવનારી પેઢીઓ માટે વરદાન સાબિત થશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આ મહા ગ્રંથના હિન્દી અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન પોતે પણ એક જીવતો જાગતો જ્ઞાનકોશ છે, તેઓ જ્ઞાનના ભંડાર છે, વેદ અને સાહિત્યના મહાન વિદ્વાન છે. તેમના દ્વારા વેદોના વિશાળ સ્વરૂપને સરળ બનાવવામાં આવ્યું છે. લોકો વેદોને હિન્દી અને અંગ્રેજીમાં સરળતાથી સમજી શકે તેવી વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

રાજ્યપાલશ્રીએ પુસ્તક ‘રાષ્ટ્ર મંજુષા’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પુસ્તક હું બે દિવસ વાંચતો રહ્યો, જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ જ્ઞાનનો ખજાનો ખૂલતો ગયો.

આ પ્રસંગે પ્રોફેસર ડૉ. પૂરણ ચંદ ટંડને જણાવ્યું હતું કે,  આ સમગ્ર કાર્ય કરવામાં લગભગ ૧૮ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પરંતુ મને ગર્વ છે કે, આપણા દેશ, સંસ્કૃતિ અને ભારતીયતા માટે કંઈક કર્યું છે. ભલે જેટલો પણ ખર્ચ થાય પરંતુ’ન ભૂતો ન ભવિષ્યતિ’ તેવું સીમાચિહ્નનરૂપ પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું નીતા પ્રકાશનના સ્થાપક રાધેશ્યામ ગુપ્તાજીનું સ્વપ્ન હતું. આ ગ્રંથના પ્રકાશન પહેલાં તેમનું દુઃખદ અવસાન થયું. રાધેશ્યામજીના પત્ની શ્રી શાંતિ દેવીજીનું સ્વપ્ન તેમના પતિના સ્વપ્નને પૂર્ણ કરવાનું હતું. માટે રાધેશ્યામ ગુપ્તાજીના પુત્ર રાકેશ ગુપ્તા સાથે મળીને આ કાર્ય પૂર્ણ કર્યું. ભારતમાં આવું કોઈ પ્રકાશન કે પુસ્તક નથી, તેમ જણાવી તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલ શ્રીએ નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા અને પ્રોફેસર ડૉ. પુરણ ચંદ ટંડનનું સન્માન કર્યું હતું.

આ પુસ્તક, આ શ્રેણી, આખી દુનિયા સુધી પહોંચે, જેથી વિદેશના લોકોને પણ ભારતની ભવ્ય સંસ્કૃતિનો ખ્યાલ આવે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

રાજભવન ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ
ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો : ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કાર્ય કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને સંપૂર્ણ ટી.બી. મુક્ત બનાવવા અધિકારીઓને આંદોલન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણના કામમાં જરા પણ ઢીલાશ ન મુકવાનું સૂચવીને લક્ષ્ય પ્રાપ્તિ માટે ગંભીરતાથી કાર્ય કરવા તથા ટી.બી. અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ક્ષય નિર્મૂલન માટે આયોજનબધ્ધ કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે ટી.બી.ના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચવ્યું હતું.

ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુમાં 37 ટકા ઘટાડો આવ્યો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટી.બી.ના 65,471 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.ના દર્દીઓની નિયમિતપણે સારવાર અને ફોલોઅપ કરવામાં આવે છે. દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે 10,910 નિક્ષય મિત્રો દ્વારા 60,199 જેટલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજભવનમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, શહેરી આરોગ્ય નિયામકશ્રી ડૉ. હર્ષદ પટેલ, ગ્રામ્ય આરોગ્ય નિયામક શ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક સમારોહ યોજાયો
આપણે સૌ એક ઈશ્વરના સંતાનો છીએ. જો સમગ્ર વિશ્વ એકતા અને પ્રેમથી રહે અને એકબીજાના સુખ દુઃખના સાથી બને તો દુનિયા ખૂબ જ સુંદર બની જાય : શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ) તા.10

ગાંધીનગર,

ગુજરાતના રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આજે ભવ્ય અને હર્ષોલ્લાસભર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતમાં વસવાટ કરતા તેલંગાણા અને પશ્ચિમ બંગાળના નાગરિકો, ભારતીય સેના અને રાજ્યના વહીવટી તંત્રમાં સેવારત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાથે ઉજવાયેલા પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંત ‘વસુધૈવ કુટુંબકમ્’ને યાદ કરતાં કહ્યું કે,  “આ તારું છે, આ મારું છે” – આ વામણા વિચારો છે. ભારતના વેદોએ આખી દુનિયાને પોતાનો પરિવાર માન્યો છે. વેદોમાં કહેવાયું છે, “સંવન્તુ સર્વે અમૃતસ્ય પુત્રાઃ” – આપણે સૌ એક ઈશ્વરના સંતાનો છીએ. જો સમગ્ર વિશ્વ એકતા અને પ્રેમથી રહે અને એકબીજાના સુખ દુઃખના સાથી બને તો દુનિયા ખૂબ જ સુંદર બની જાય.

ધર્મ, જાતિ અને રંગના ભેદને અર્થહીન ગણાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે અહીં જે બધા લોકો બેઠા છે, શું કોઈ કહી શકે કે કોણ કઈ જાતિનો છે? સૌના લોહીનો રંગ એક સરખો છે. કોઈ બીમાર પડે તો આપણે એકબીજાને રક્તદાન કરીએ છીએ. રક્તને કોઈ પૂછતું નથી કે ધર્મ કે જાતિ શું છે. આ એકતા આપણી અંદર છે, પરંતુ કેટલાક કટ્ટરપંથી તત્ત્વોએ સમાજના ભાગલા પાડવાના પ્રયાસો કર્યા છે. પડોશીઓ-પડોશીઓ સાથે લડી રહ્યા છે, ભાઈઓ એકબીજા સાથે લડી રહ્યા છે. પરંતુ, આપણી સંસ્કૃતિ તો વિવિધતામાં એકતાની છે. વેદોમાં કહ્યું છે કે, ગાય પોતાના નવા જન્મેલા વાછરડાને જેવી રીતે પ્રેમ કરે છે, તેવી રીતે મનુષ્યોએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. દુનિયામાં સુખી રહેવાનો આ સૌથી મોટો મંત્ર છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વેદોના ઉલ્લેખ સાથે કહ્યું કે, વેદો કહે છે : ‘સહૃદયં સામંજસ્યં કૃત્વા’ – એટલે કે એકબીજાના હ્રદય સાથે જોડાઈ જાવ. જેમ રથની તમામ કમાન એકબીજાનો ભાર સહન કરી લે છે, તમામ કમાન એકબીજાની તાકાત બની જાય છે અને રથને આગળ લઈ જાય છે એમ સમાજના તમામ લોકોએ એકબીજાના સહાયક બનીને એક-મેકના વિકાસમાં પૂરક બનવું જોઈએ. જે સમાજ, રાજ્ય, રાષ્ટ્ર આ કમાનની જેમ એકબીજા સાથે જોડાયેલા રહે છે, તેની પ્રગતિ અને વિકાસને કોઈ રોકી શકતું નથી. વેદમાં કહેવાયું છે : ‘યસ્તુ સર્વાણિ ભૂતાનિ આતમન્યેવાનુપશ્યતિ’ – જે દરેક જીવમાં પોતાની આત્માને જુએ અને દરેક જીવની આત્માને પોતાની આત્મા તરીકે જુએ, એ જ સાચા અર્થમાં ઈશ્વરને મળી શકે છે. જો તમારે સુખી થવું હોય તો હળીમળીને રહો, એકબીજાની લાગણીનો આદર કરો, એકબીજાને ટેકો આપશો તેટલા વધુ ખુશ અને સુખી રહેશો.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યતાને દેશની સૌથી મોટી શક્તિ તરીકે વર્ણવતાં જણાવ્યું કે, આપણો દેશ વિશાળ છે, અહીં વિવિધ ભાષાઓ, બોલીઓ, ખાન-પાન, વસ્ત્રો, સંગીત અને કળાનું વૈવિધ્ય છે – છતાં ભારત એક છે. તેમણે જણાવ્યું કે, આ જ વિચાર સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશના દરેક રાજભવનમાં, દરેક રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાય, જેથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને વધુ સશક્ત બનાવી શકાય. તેમણે ઉમેર્યું કે, આ આયોજનનો ઉદ્દેશ એ છે કે, આપણે એકબીજાના સંપર્કમાં આવીએ, પરિચય વધારીએ, પરસ્પર સહયોગ આપીએ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવીએ.

રાજ્યપાલશ્રીએ પશ્ચિમ બંગાળને સમૃદ્ધ સાહિત્યિક, સાંસ્કૃતિક અને બુદ્ધિપ્રધાન પરંપરાનું ધારક રાજ્ય ગણાવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળે દેશને મહાન સાહિત્યકારો, વિચારકો, સમાજસુધારકો અને નેતાજી સુભાષચંદ્ર બોસ જેવા પ્રખર સ્વાતંત્ર્યસેનાનીઓ આપ્યા છે. આજે આ દિવસ એ મહાન પુરુષોનું સ્મરણ કરવાનો અવસર છે. તેમણે તેલંગાણા રાજ્યના ઐતિહાસિક સંઘર્ષનું સ્મરણ કરાવતાં જણાવ્યું કે, તેલંગાણા લાંબા સંઘર્ષ બાદ એક અલગ રાજ્ય બનીને આજે આઈ.ટી. ક્ષેત્રમાં વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે.

રાજ્યપાલશ્રીએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ કાર્યક્રમમાં પોતાની વિશેષ પ્રતિભાનો કલા દ્વારા પરિચય આપનાર કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ કૃતિઓ રજૂ કરનાર તમામનું સન્માન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી,  પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ ડૉ. નીરજા ગોત્રુ, રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.