#Gujarathighcourt – GNS NEWS

રાજ્ય સરકાર રચિત UCC કમિટીને હાઈકોર્ટે આપી લીલી ઝંડી
(જી.એન.એસ) તા.29

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સરકાર માટે મોટી રાહતરૂપ છે. પાછલી ચુંટણીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ જ વચન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે યુસીસી કમિટીની રચના કરી હતી.

રાજ્ય સરકાર રચિત UCC કમિટીને કોર્ટે આપી લીલી ઝંડી

જોકે આ કમિટીની રચના સુરતના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. અરજદારે દાવો કર્યો હતો કે કમિટીમાં અલ્પસંખ્યક સમુદાયો અને નિષ્ણાતોનો પૂરતો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે કમિટીની રચનાને ગેરકાયદેસર ગણાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અનેક સુનાવણીઓ યોજાઈ હતી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ અને સરકારી વકીલે દલીલ કરી હતી કે કમિટી રાજ્ય સરકારની આંતરિક કમિટી છે અને તેમાં કાનૂની સલાહની જરૂર નથી.

અંતિમ ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે અરજદારની દલીલો ફગાવી દીધી અને રાજ્ય સરકારની યુસીસી કમિટીને મંજૂરી આપી દીધી. આ નિર્ણયથી યુસીસી કમિટી પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી શકશે અને યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય
(જી.એન.એસ) તા.29

અમદાવાદ,

એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે.

આ બાબતે ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના 3 આરોપીના શરતી જામીન મંજૂર કર્યા
(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

શહેર એસ. જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડૉકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડના 3 આરોપીને શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જેમાં આરોપીને 10 હજારના બોન્ડ પર શરતી જામીન મળ્યા છે, ત્યારે મહિનામાં એક વખત આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી ફરજિયાત રહેશે.

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે ખ્યાતિકાંડના ત્રણ આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટના શરતી જામીન મંજૂર કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડના ત્રણ આરોપીના જામીન મંજૂર કરાયા હોવાને લઈને NSUIએ વિરોધ નોંધાવ્યો છે. NSUI ના કાર્યકરોએ ખ્યાતિ હોસ્પિટલ બહાર બેનર લગાવીને દેખાવો કર્યો હતો. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને પ્રદર્શનકારીઓને હોસ્પિટલથી દૂર કર્યા હતા.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.