#harshsanghavi – GNS NEWS

સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, પાંચ લાખ માંગે છે….: નિર્દોષ ખેડૂતના એક મેસેજથી પોલીસે તેની ૧૦ વિઘા જમીન પરત કરાવી
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા

અનેક ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે તત્વને અમરેલી પોલીસે તાત્કાલિક બોલાવીને પોલીસની ભાષામાં સમાજ આપી ને ખેડૂતનું દુઃખ દૂર કર્યું

(જી.એન.એસ) તા. ૨૬

અમરેલી,

ગુજરાત પોલીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની ૧૦ વીઘા જમીન પરત કરાવી છે.

ઘટનાની વિગતો અનુસાર, તા. ૨૯/૦૬/૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા હાલના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતને એક મેસેજ પ્રાપ્ત થયો હતો. આ મેસેજમાં ભોગબનનાર ખેડૂતે જણાવ્યું હતું કે, “સાહેબ, મુન્નો રબારીકા અમને ખોટે ખોટા હેરાન કરે છે. અમારી જમીન અમારે ખાતે નથી થવા દેતો. જો જમીન ખાતે કરવી હોય તો રૂ. ૫,૦૦,૦૦૦/- આપવા પડશે.” આ મેસેજના આધારે અમરેલી પોલીસે તાત્કાલિક ભોગબનનારનો સંપર્ક કર્યો હતો.

આરોપી શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીછીયા (રહે. રબારીકા, તા. જેસર, જિ. ભાવનગર)ની ઓળખ થઈ, જે ૨૦૨૦માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ (GUJCTOC) અધિનિયમ હેઠળના કેસમાં આરોપી છે. તેના નામે ખૂન, ખંડણી, ધાક-ધમકી, પચાવી પાડવા અને પ્રોહિબિશન સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ ભોગબનનાર બાલાભાઈ જીવાભાઈ બાખલકીયા (રહે. ઈંટીયા, તા. જેસર, જિ. ભાવનગર) અને જમીન વેચનાર રવજીભાઈ શામજીભાઈ જસાણીને ધમકી આપીને બંને પાસેથી રૂ. ૫ લાખની માંગણી કરી રહ્યો હતો.

અમરેલી જિલ્લા પોલીસે તાત્કાલિક ભોગબનનાર અને જમીન વેચનારનો સંપર્ક કરી, તેમને ધાક-ધમકીથી ડરવાની જરૂર નથી તેમ જણાવી સંપૂર્ણ સહકાર આપ્યો. અમરેલી પોલીસે આરોપી શીવરાજને પોલીસની ભાષામાં કડક સમજ આપી, જેના પરિણામે તેણે આ પ્રકરણમાંથી પોતાને અલગ કરી દીધો. આના લીધે ભોગબનનારના વડીલોએ ૩૦ વર્ષ પહેલાં વેચેલી ૧૦ વીઘા જમીનનો દસ્તાવેજ, જે અસામાજિક તત્વોના ડરથી અટકી ગયો હતો, તે તાજેતરમાં ભોગબનનાર ખેડૂતના નામે થઈ શક્યો.

અમરેલી પોલીસના આ પગલાંથી ભોગબનનારનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ હવે જમીનના આધારે ધિરાણ લઈ, પોતાના વિકાસ માટે આગળ વધી શકશે. ભોગબનનારે જણાવ્યું કે તેમને ન્યાય મળી ગયો છે, જેથી તેઓએ આરોપી સામે ફરિયાદ નોંધાવવાની જરૂર લાગતી નથી.

અમરેલી પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીએ ગુજરાત પોલીસની નાગરિકોની સુરક્ષા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી છે, તે બદલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

ડ્રગ્સ સામે જંગ: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આજે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે
પોલીસે કુલ ૨૮ NDPS કેસમાં જપ્ત કરેલો ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે

રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

(જી.એન.એસ) તા. 23

કચ્છ,

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આજે તા. ૨૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ કચ્છની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે.

પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતી કાલે નાશ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્ય મુદ્દાઓ:-

કુલ ૨૮ કેસનો સમાવેશ: આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના ૧૧, પશ્ચિમ કચ્છના ૧૬ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળી કુલ ૨૮ કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે.

કરોડોના ડ્રગ્સનો નાશ:-

•       ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૮૨.૬૧૬ કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા ૮,૨૬,૧૬,૦૦,૦૦૦/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે.

•       માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૧૦૫.૪૨૮ કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૭,૫૦,૦૦૦/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.

•       મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૮૯૮૬.૨ લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ ૮૯૮૬૨), જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૮૪,૬૪,૮૪૩/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.

અન્ય માદક પદાર્થોનો પણ નાશ: ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય ૨૫ કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ ૧૨૯.૩૬૮ કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો ૭૪.૨૧૩ કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવશે.

કુલ જથ્થો: આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ ૩૯૧.૬૨૫ કિલોગ્રામ અને ૮૯૮૬.૨ લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે.

આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં, તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષશ્રીની હાજરીમાં મે. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે.

આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર
6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ

(જી.એન.એસ) તા.17

ગાંધીનગર,

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે.

રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.

ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીઓને એટલે કે સરેરાશ ૨૯% કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે.

કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને જેલ ડીજીપી શ્રી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે ૧૫૬ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી
મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા

(જી.એન.એસ) તા. 13

સુરત,

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી ૧૫૬ જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રી શ્રી સંઘવીએ બપોરે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. આ રજૂઆતોમાં સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, અને વ્યક્તિગત સમસ્યાઓ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થતો હતો.

મંત્રીશ્રીએ દરેક અરજદારને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા. આ પ્રયાસના ભાગરૂપે ૧૫૬ જેટલા અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેનાથી નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા નિયમિતપણે આવા જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે પ્રશાસનને લોકોની નજીક લાવવા અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. સુરત ખાતેના આજના કાર્યક્રમમાં પણ મંત્રીશ્રીની કાર્યદક્ષતા અને સંવેદનશીલતા સ્પષ્ટપણે જોવા મળી હતી.

રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખાસ સમીક્ષા બેઠક યોજી
(જી.એન.એસ) તા. 8

ગાંધીનગર,

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ રેન્જના વડાશ્રીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર ૧૫ દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ ૧૭ કેસ કરવા બદલ મંત્રીશ્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૮૨ ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત ૧૮૬૧ સામે કાર્યવાહી, ૬૮૯ રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર ૩૯૦ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યવાહી હજુ કડક બનાવવા મંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રીશ્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ: Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ સ્ટેન્ડ

વાર્ષિક ૧ લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ.૬.૫૬ લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ

(જી.એન.એસ) તા. 2

સુરત,

સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. ૧૦૦ કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ૨૪*૭ ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે ૧૦૦ કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે ૨૨૪ કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે.”

આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે ૧ લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.૬.૬૫ લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.

તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”

સુરતના અલથાણથી રાષ્ટ્રીય સ્તરે પહોંચેલી સૌર ઊર્જાની પહેલઃ-

સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મૂકાયેલો સૌર ઊર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે. Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે.

અલથાણ પ્રોજેક્ટના અપેક્ષિત પરિણામો અને લાભો:-

સૌર ઊર્જા અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજના સંકલન દ્વારા આ પ્રોજેક્ટ શહેરમાં હરિત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સંગ્રહાયેલ સૌર ઊર્જા, રાત્રિ સમયે ઇલેક્ટ્રિક બસો અને વાહનોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે, જેના કારણે વીજ ગ્રીડ પરનો ભાર ઘટશે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન મોબિલિટી અને નેટ ઝીરોના લક્ષ્યાંકો ઝડપથી આગળ વધશે. સાથે જ, જૂની બેટરીઓનો પુનઃઉપયોગ કરીને પરિપ્રક્ષ્ય અર્થતંત્રના સિદ્ધાંતોને પણ બળ મળશે. આ મોડેલ ભવિષ્યના શહેરી ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કેલેબલ અને ટકાઉ માર્ગદર્શક રૂપે ઉભરી શકે તેવા લક્ષણો ધરાવે છે.

અલથાણ પ્રોજેક્ટના અપેક્ષિત લાભો:-

સુરત મહાનગરપાલિકાના અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો માટે અમલમાં મૂકાયેલા સૌર ઊર્જા અને બેટરી સ્ટોરેજના સંયોજનથી મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે ૧,૦૦,૦૦૦ કિ.વો.અવર વીજળીનું ઉત્પાદન થશે. જેના પરિપ્રેક્ષ્યમાં અંદાજિત રૂ.૬.૫૬ લાખની ઊર્જા બિલમાં બચત શક્ય બનશે. આ અર્થતંત્ર યુક્ત ગ્રીન ટેક્નોલોજી માત્ર સુરત માટે નહિ, પરંતુ શહેરી પરિવહન માટે એક ટકાઉ વિકલ્પ રૂપે લાભદાયક સાબિત થશે.