#isanpurpolice – GNS NEWS

ફોરેક્ષમાં રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે 2 લાખ ગુમાવ્યા
(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પોતે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ૧૫ દિવસ પહેલા વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી રોકાણ કરીને વધુ નફો મેળવવાની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. વૃદ્ધે તપાસ કરતા ફોરેક્ષ ઈન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો મળવાની જાહેરાત મેસેજ કરવામાં આવ્યો હતો.

ઓછા સમયમાં વધુ નફાની લાલચમાં આવીને વૃદ્ધે વોટ્સએપમાં મેસેજ કરતા સાયબર ગઠીયાએ શ્રી ગણેશ ટ્રેડીંગ કંપનીનો એકાઉન્ટ નંબર આપ્યો અને તેમાં બે લાખ રૃપિયા ટ્રાન્સફર કહીને થોડા જ દિવસોમાં તમારા રૃપિયા ડબલ થઇ જશે તેવી વાતચીત કરી હતી. જેને લઇને વિશ્વાસમાં આવીને વૃદ્ધે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. અજાણી વ્યકિતએ મેસેજ કર્યો કે આ બાબતે અમે તમને જે કંઈપણ અપડેટ હશે તેની જાણ કરીશું. ત્યારબાદ શંકા જતાં વૃદ્ધે રોકાણ અંગે જાણ કરતા દિકરાને કરતા આ ઠગાઈ થઇ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને રજૂઆત કરી હતી.

ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના પંકજગીરી નામક લંપટ શિક્ષકની પોક્સો કલમ હેઠળ ધરપકડ
(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે.

સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (Vedanta International School) ના પંકજગીરી (Pankajgiri) નામના શિક્ષકે એક વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીનીને શરુઆતમાં ટયુશન આવવા માટે દબાણ કર્યુ હતું. જો કે તેની દાનત બર ન આવતા તેને આગળ પાસો ફેંક્યો હતો. આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ટયુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ પણ આપી હતી. આ શિક્ષક પર વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરવાનો પણ આરોપ લાગ્યો છે.

પંકજગીરી નામક શિક્ષકે એક વિદ્યાર્થીનીને ટ્યુશન આવીશ તો જ પરીક્ષામાં તને પાસ કરીશ તેવી લાલચ આપી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં ઈસનપુર પોલીસે દ્વારા તાત્કાલિક એકશનમાં આવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે લંપટ શિક્ષક પંકજગીરી સામે પોક્સો કલમ લગાડીને તેની ધરપકડ કરી તેને જેલભેગો કરવામાં આવ્યો છે.