#mansukhmandviya – GNS NEWS

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે નઇ તાલીમ સંઘના 36માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
1946થી કાર્યરત ગુજરાત નઇ તાલીમ સંઘની 1948માં નોંધણી કરવામાં આવી

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં 36 માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ જવા નવી શિક્ષણ નીતિ અપનાવીને આગળ વધીએ. બુનિયાદી શિક્ષણના જીવનને આત્મસાત કરવા માટે સંસ્થાઓને મોડેલ બનાવવી જ પડશે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાને કાયમ રાખવા કચરાને વીણવા માટે ગામમાં નીકળવું પડે ત્યારે ગામ સાથે જોડાય છે. તેવી જ રીતે બુનિયાદી શિક્ષણના માધ્યમથી ગામડાઓ શિક્ષિત બને છે. તેઓએ ઉમેર્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો પહેલા ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થતું હતું પરંતુ આજે શહેરમાંથી લોકો ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગામડું સ્વચ્છ છે, રોજગાર મળી રહે છે, સંસ્કારમાં ગામડું ભારતનું જીવન છે, તેથી યુવાનોમાં દિશા અને દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. મંત્રી શ્રીએ કહ્યું હતું કે એક લક્ષ્ય નક્કી કર્યું છે કે ગામડામાં બુનિયાદી શિક્ષણનો સંદેશો આપી તેઓ સમર્થકો ઊભા કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને બુનિયાદી સંસ્થાઓમાં મોકલી બુનિયાદી સંસ્થાઓને વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર જાહેર કરશે. તેમણે ઉમેર્યું હતું કે નઇ તાલીમની ગઈકાલ અને આવતીકાલ કેન્દ્રમાં રાખી બુનિયાદી શિક્ષણ માટે જાતે જવાબદારી લઈ અઠવાડિયામાં એક દિવસ બુનિયાદી શિક્ષણ માટે કાઢવો. તેમણે જણાવ્યું હતું કે તાલીમ સંઘના અધ્યક્ષ તેમ જ સભ્યો આ જવાબદારી નિભાવવા ઈચ્છુક છે. તેમણે કહ્યું હતું કે સંઘ એક પરિવાર છે. સંસ્થાઓ પણ એક પરિવાર છે. તેમની 2022માં નઇ તાલીમ સંઘના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી દર બે વર્ષે અહીં દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે.

આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલે ગુજરાત વિદ્યાપીઠ ઉર્જાનો સ્ત્રોત હોવાનું કહી જણાવ્યું હતું કે સમાજ જીવનમાં દ્રષ્ટિકોણ બદલાયો છે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. સમાજના નવા ઘડતર તરફ જઈ રહ્યા છે. નઇ તાલીમ સંઘમાં વધુને વધુ યુવાનો જોડાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અરુણભાઈ દવેએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણપણે મનુષ્ય જાતિ માટે એક શ્રેષ્ઠ પ્રણાલી હોવાનું જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિનો અમલ થાય તો ભારતને વિશ્વ ગુરુ બનતા વાર ન લાગે.

આ પ્રસંગે સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રી રઘુવીર ચૌધરી, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલ, ભીલ સેવા મંડળ, દાહોદના શાંતિભાઈ નીનામા, ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર અને ગુજરાત નઇ તાલીમ સંઘના મંત્રી સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 18થી 20 જુલાઈ, 2025 દરમિયાન વારાણસીમાં ‘યુવા આધ્યાત્મિક સંમેલન’ની જાહેરાત કરી
નશામુક્ત સમાજ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય રોડમેપ બનાવતા ઐતિહાસિક કાશી ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવશે

(જી.એન.એસ) તા. 14

નવી દિલ્હી/લખનૌ,

યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સંમેલન’ બોલાવવાની જાહેરાત કરી, જે ભારતની યુવા શક્તિને સશક્ત બનાવવા અને ડ્રગ મુક્ત સમાજને પ્રોત્સાહન આપવાના હેતુથી એક પરિવર્તનશીલ પહેલ છે.

પત્રકાર પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “યુવાનો અમૃતકાળ – એક વિકસિત ભારતનો માર્ગ”ના મશાલવાહક છે, તેમણે ભાર મૂક્યો હતો કે ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, જેની સરેરાશ ઉંમર માત્ર 28 વર્ષની છે, જે આપણા યુવાનોને રાષ્ટ્રીય વિકાસનું પ્રેરક બળ બનાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત માટેના સ્વપ્નદ્રષ્ટા આહ્વાનને પ્રતિબિંબિત કરતા, ડૉ. માંડવિયાએ ભાર મૂક્યો હતો કે આપણી યુવા પેઢીએ આગળથી નેતૃત્વ કરવું જોઈએ, માત્ર લાભાર્થી તરીકે જ નહીં પરંતુ ભારતના ભાગ્યને આકાર આપનારા પરિવર્તનકર્તાઓ તરીકે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે માદક દ્રવ્યોનો દુરુપયોગ આપણા યુવાનો સામે સૌથી ગંભીર ખતરામાંનો એક છે, જે તેમને જીવનના મહત્વપૂર્ણ તબક્કે ફસાવે છે અને રાષ્ટ્રીય પ્રગતિ માટે પડકાર ઉભો કરે છે.

આ તાત્કાલિક ચિંતાને સંબોધતા, ભારત સરકાર, NGO, શૈક્ષણિક સંસ્થાઓ અને આધ્યાત્મિક સંગઠનો સાથે ભાગીદારીમાં, એક સર્વાંગી, સમાવિષ્ટ અને ભવિષ્યલક્ષી ડ્રગ વિરોધી ઝુંબેશ શરૂ કરી રહી છે. આ પ્રયાસનું કેન્દ્રબિંદુ ગંગા નદીના પવિત્ર ઘાટો પર ત્રણ દિવસીય શિખર સંમેલન છે, જ્યાં 100 આધ્યાત્મિક સંગઠનોની યુવા પાંખોમાંથી 500 યુવા પ્રતિનિધિઓ ડ્રગ વ્યસનને નાબૂદ કરવા માટે આત્મનિરીક્ષણ, વિચારણા અને કાર્યક્ષમ વ્યૂહરચના બનાવવા માટે ભેગા થશે.

“આ શિખર સંમેલન ડ્રગના સ્ત્રોતોને ઓળખવા, તેમને મૂળમાંથી નાબૂદ કરવા અને ડ્રગ મુક્ત ભારત બનાવવા માટે એક વિશાળ પાયાના ચળવળ – જનઆંદોલન – માટે માર્ગ મોકળો કરશે,” ડૉ. માંડવિયાએ ખાતરી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે શિખર સંમેલનના સમાપન પર, ઐતિહાસિક કાશી ઘોષણાપત્રનું અનાવરણ કરવામાં આવશે, જેમાં સામૂહિક સંકલ્પનો સમાવેશ થશે અને ડ્રગ મુક્ત સમાજ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય રોડમેપ તૈયાર કરવામાં આવશે.

શિખર સંમેલનના ચાર પૂર્ણ સત્રો આવરી લેશે: વ્યસન અને યુવાનો પર તેની અસરને સમજવી; પેડલર નેટવર્ક અને વ્યાપારી હિતોને તોડી પાડવી; અસરકારક પ્રચાર અને આઉટરીચ; અને 2047 સુધીમાં નશામુક્ત ભારત પ્રત્યે વ્યાપક પ્રતિબદ્ધતાનું રૂપરેખાંકન. નિષ્ણાતો દ્વારા મુખ્ય ભાષણો, મધ્યસ્થી પેનલ ચર્ચાઓ અને ઓપન વ્હાઇટબોર્ડ ફોરમ ખાતરી કરશે કે દરેક પ્રતિનિધિ આ રાષ્ટ્રીય વ્યૂહરચનાને આકાર આપવામાં યોગદાન આપે.

MYBharat સ્વયંસેવકોની અતૂટ ભાવના પર નિર્માણ કરીને, જેમણે MYBharat સ્વયંસેવકોની આગેવાની હેઠળ પદયાત્રાઓ દ્વારા દરેક રાષ્ટ્રીય પ્રસંગને વિકાસ ભારતના વિઝન સાથે જોડ્યો છે, કેન્દ્રીય મંત્રીએ 26 જુલાઈના રોજ વિજય દિવસ નિમિત્તે કારગિલમાં એક ખાસ પદયાત્રાની પણ જાહેરાત કરી હતી. આ પદયાત્રામાં સ્થાનિક યુવાનો, MYBharat યુવા ક્લબ અને આર્મીના પ્રતિનિધિઓ સામેલ થશે, જે ફિટઇન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપતી વખતે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલ” રેલી યોજાઈ
ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત રેલીમાં ભારત સરકારના વિવિધ જાહેર ક્ષેત્રોના ઉપક્રમો જોડાયા

(જી.એન.એસ) તા. 13

ગાંધીનગર,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી  બતાવીને  પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ રેલીને સંબોધતા  જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ આખા દેશની અંદર એક ક્રમ બની ચૂક્યો છે. એક અભિયાનના રૂપમાં દેશના યુવાઓ આ ચલાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં 7000થી અધિક સ્થાનો પર ‘સન્ડે ઓન સાયકલ’ રેલી કાઢીને દેશના યુવાનોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયક્લિંગ ‘પોલ્યુશનનું સોલ્યુશન’ છે. સાયક્લિંગ ટ્રાફિકનું સમાધાન છે. સાયક્લિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. આ અભિયાન વિશે વધુ જણાવવા તેમણે કહ્યું હતું કે, આપણા ઘરથી કામકાજનું સ્થાન દૂર ન હોય તો સાયકલ લઈને જઈએ. ફિટ રહીએ, સ્વસ્થ રહીએ.

પોતાનો અનુભવ શેર કરતા તેમણે ઉમેર્યું હતું કે, “મેં સાયકલિંગને 13 વર્ષથી મારો શોખ અને રુચિ બનાવી છે. હું પાર્લામેન્ટ પણ લગાતાર ત્રણ વર્ષ સુધી સાયકલ પર જ ગયો હતો. અત્યારે પણ અને જ્યારે જ્યારે સમય મળે, ત્યારે હું સાયકલિંગ કરી લઉં છું.”

આ રેલી મહાત્મા મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીના પ્રારંભ પૂર્વે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે મંત્રી શ્રી માંડવિયાએ વાર્તાલાપ પણ કર્યો હતો.

આ રેલીમાં LIC, BSNL, Indian Oil, Bharat Petroleum, Hindustan Petroleum, ONGC, NPCC, GAIL, WAPCOS જેવા  ભારત સરકારના તેમજ ગુજરાત મેટ્રો અને iNDEXTb જેવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રોના ઉપક્રમો સાથે ધારાસભ્ય, શહેરના મેયર, કલેક્ટર, પોલીસ અધિક્ષકની સાથે NYKs અને NSS તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘પ્રધાનસેવક’ તરીકે જનકલ્યાણ અર્થે સતત કાર્યશીલ છે : કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા
ભાયાવદરમાં કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

(જી.એન.એસ) તા. 05

ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહેરની પ્રાથમિક સુવિધા માટે રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રસ્તા, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો વિકાસ ઉપરાંત જનતાના હિતાર્થે સામાજિક દૃષ્ટિકોણથી પ્રગતિ પણ સાધી છે. સરકારે સામાન્ય જનતા પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમની જરૂરિયાત પ્રમાણે અને જીવન ધોરણ ઊંચું લાવવા ઉપયોગી થાય એવી અનેક યોજનાઓ અમલી કરી છે. આમ, સરકારે વ્યક્તિના માનવીય, સામાજિક અને આર્થિક એમ સર્વાંગી વિકાસને ધ્યાને લીધો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘પ્રધાનસેવક’ તરીકે જનકલ્યાણ અર્થે સતત કાર્યશીલ છે. પ્રધાનમંત્રી શ્રીની દુરંદેશીતાના કારણે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનવા સજ્જ થઈ રહ્યો છે. જનપ્રતિનિધિઓ જનતા સાથે ખભેખભે મિલાવીને તેમની પડખે રહે છે. ત્યારે લોકોની પણ નૈતિક ફરજ બને છે કે સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં યોગદાન આપે.

ઉપલેટાધોરાજી પંથકના ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે ભાયાવદર સુંદર શહેર તો છે જ, સાથેસાથે જાગૃત શહેર પણ છે. અહીંની પ્રજા સરકારના અભિયાનોને જનભાગીદારીથી સફળ બનાવે છે. ગુજરાત સરકારે શહેરમાં અનેક વિકાસ પ્રકલ્પો પૂર્ણ કર્યા છે અને ઘણાં વિકાસ પ્રકલ્પો પ્રગતિ હેઠળ છે. વિકાસ કાર્યોના પરિણામે જનતાનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે.

આ કાર્યક્રમનો, મંચસ્થ મહેમાનશ્રીઓએ દીપ પ્રાગટ્યથી આરંભ કર્યો હતો. મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. નગરપાલિકાના સદસ્યો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ શ્રી રેખાબેન સીણોજીયાએ શાબ્દિક અભિવાદન કર્યું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. પ્રાદેશિક નગરપાલિકાઓના નિયામક શ્રી એમ. એસ. જાની તથા અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. નગરપાલિકાની બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી સરજુભાઈ માકડિયાએ આભારવિધિ કરી હતી.

આ તકે નવનિયુક્ત કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સીમરનબેન ભારદ્વાજ, પ્રાંત અધિકારી શ્રી એન. એમ. તરખાલા, ચીફ ઓફિસર શ્રી ડી. એન. કંડોરીયા, મામલતદાર શ્રી નિખિલભાઈ મહેતા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રૂ. 10.50 કરોડમાં સમાવિષ્ટ 14 વિકાસ કાર્યો

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 350 લાખના ખર્ચે નવા ડેવલપ થયેલા વિસ્તારોને ભૂગર્ભ ગટર સાથે જોડવા.

અમૃત 2.0 યોજના અન્વયે રૂ. 225 લાખના ખર્ચે પી.વી.સી. પાઇપલાઇ, પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભીના અને સૂકા કચરા માટે સોલિડ વેસ્ટ પ્લાન્ટના જુદાજુદા કમ્પોનેન્ટ બનાવવા.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે સી.સી. રોડ તથા પેવિંગ બ્લોક રોડ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે ટોયલેટ બ્લોક રીનોવેશન પાઇપ કલ્વર્ટ, વૃક્ષારોપણ.

નાણાપંચ યોજના અન્વયે રૂ. 31 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ તથા ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ.

નાણાપંચ યોજના અન્વયે રૂ. 30 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ ફૂટપાથ તથા ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ.

નાણાપંચ યોજના અન્વયે રૂ. 27 લાખના ખર્ચે પાણીનો ટાંકો, પાણીની લાઈન, ઈલેક્ટ્રીક રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તથા પીવાના પાણીનો બોર બનાવવો.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 23.97 લાખના ખર્ચે સી.સી. રોડ રીસર્ફેસિંગ / રિપેરિંગ.

સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. 17.73 લાખના ખર્ચે માંડાસણ રોડ પર કોઝવે બનાવવાનો ભાવ અને આંબેડકરનગરથી સિવિલ હોસ્પિટલ વચ્ચે કોઝવે બનાવવાના કામ પેકિંગ બોક્સ કન્વર્ટ બનાવવાનું કામ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 17.06 લાખના ખર્ચે સરદાર પટેલ ચોક પાટીદાર પાનથી આશાપુરા મટીરીયલલ્સ સુધી સીસી રોડ સર્ફેસિંગ / રીપેરીંગ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 15.77 લાખના ખર્ચે આંબેડકર નગરથી સિવિલ હોસ્પિટલ વચ્ચે કોઝવે બનાવવાના કામ પૈકી રીટેઇનિંગ વોલ બનાવવી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 13.58 લાખના ખર્ચે લાખાભાઈ બગડાના ઘરથી ખાખીજાળીયા રોડ સુધી અને ગોકુલ સાયકલ સ્ટોર સામેની શેરીમાં સી.સી. રોડ રીપેરીંગ.

ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માંથી રૂ. 7.68 લાખના ખર્ચે પીપળેશ્વર મંદિર પાસે કોઝવે તથા ખારાનેસ, વાવડીની વાવ નેસ, ઉગમણા નેસ વિસ્તારમાં પીવાના પાણીની મોટર, કેબલ અને પાઈપલાઈનનું કામ.