#Monsoon – GNS NEWS

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ
(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં ચોમાસાની ભયાનકતા: અવિરત વરસાદ વચ્ચે 200 થી વધુ લોકોના મોત, 560 ઘાયલ
પાકિસ્તાનમાં ભારે ચોમાસાનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે જીવલેણ ભૂસ્ખલન, માળખાગત સુવિધાઓને નુકસાન અને મોટા પાયે વિસ્થાપન

(જી.એન.એસ) તા. ૨૦

ઇસ્લામાબાદ,

જૂનના અંતમાં ચોમાસાની શરૂઆતથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 100 બાળકો સહિત 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે, એમ જિયો ટીવીએ શનિવારે પાકિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

પાકિસ્તાનના પંજાબમાં સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે

જિયો ટીવી દ્વારા ટાંકવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 123 લોકોના મોત સાથે સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે. આ પછી ખૈબર પખ્તુનખ્વામાં 40, સિંધમાં 21, બલુચિસ્તાનમાં 16 અને ઇસ્લામાબાદ અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં એક-એકનું મોત થયું છે.

મૃત્યુના કારણો અલગ અલગ હતા: ઓછામાં ઓછા 118 લોકો ઘર ધરાશાયી થવાથી મૃત્યુ પામ્યા, 30 લોકો અચાનક પૂરમાં મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય લોકોએ ડૂબવા, વીજળી પડવા, વીજ કરંટ અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવ્યા. વધુમાં, ભારે વરસાદમાં 182 બાળકો સહિત 560 થી વધુ લોકો ઘાયલ થયા છે.

વધુમાં અહેવાલ આપ્યો છે કે રાવલપિંડીમાં અચાનક પૂરના કારણે ઘરો, શેરીઓ અને બજારોમાં પૂર આવ્યું, જેનાથી સમગ્ર વિસ્તાર ડૂબી ગયો. કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે તે છત સુધી પહોંચી ગયું, જેના કારણે રહેવાસીઓને ભાગી જવાની અને પોતાનો સામાન છોડી દેવાની ફરજ પડી.

ફૈસલાબાદમાં પણ નોંધપાત્ર નુકસાન થયું, માત્ર બે દિવસમાં 33 ઘટનાઓમાં 11 લોકોના મોત અને 60 ઘાયલ થયા. આમાંથી મોટાભાગના મૃત્યુ નબળી ઇમારતો ધરાશાયી થવાને કારણે થયા હતા.

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી માળખાકીય સુવિધાઓનો નાશ થયો

પાકિસ્તાનના પંજાબમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી માળખાકીય સુવિધાઓનો નાશ થયો. 450 મીમીથી વધુ વરસાદ બાદ ચકવાલમાં ઓછામાં ઓછા 32 રસ્તાઓ ધોવાઈ ગયા.

માળખાકીય સુવિધાઓને નુકસાનની સાથે, સંદેશાવ્યવહાર કડીઓ તૂટી ગઈ છે, અને ઘણા પ્રદેશોમાં વીજ પુરવઠો હજુ સુધી પુનઃસ્થાપિત થયો નથી.

યુએન ન્યૂઝના તાજેતરના અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશોમાં ગ્લેશિયર તળાવ ફાટવાના પૂરનો પણ ભય છે.

મીડિયા સુત્રો દ્વારા પ્રકાશિત કરાયું હતું કે, આ પૂર કેવી રીતે પાકિસ્તાનને આબોહવા આંચકાઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે. ભૂતકાળમાં 2022 માં, ચોમાસાના પૂરમાં 1,700 થી વધુ લોકો માર્યા ગયા હતા, લાખો લોકો વિસ્થાપિત થયા હતા અને પાણીની વ્યવસ્થાને નુકસાન થયું હતું. તેના કારણે લગભગ 40 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું.

પાકિસ્તાનમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નિયમિતપણે ચોમાસાના પૂરનો અનુભવ થાય છે, જે વારંવાર જીવલેણ ભૂસ્ખલન, વ્યાપક માળખાકીય સુવિધાઓને નુકસાન અને મોટા પાયે વિસ્થાપન તરફ દોરી જાય છે, ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અથવા અપૂરતી ડ્રેનેજ સિસ્ટમવાળા પ્રદેશોમાં.

હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી
(જી.એન.એસ) તા. 13

ગાંધીનગર,

છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. ગઈકાલે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે (રવિવાર,13 જુલાઈ) ના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

તા. 14-16 જુલાઈની આગાહી

હવામાન વિભાગે આગામી 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, માછીમારો ના ખેડે દરિયો: હવામાન વિભાગ
(જી.એન.એસ) તા. 12

અમદાવાદ,

સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

14-15 જુલાઈની આગાહી

14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં
માણસાના બોરુ,શિવકંપા ગામના એપ્રોચ  રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ

(જી.એન.એસ) તા.10

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજ રોજ માણસા તાલુકાના બોરુ,શિવપુરાકંપા  ગામે  એપ્રોચ રોડ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આર.એન.બી. વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આજે પેચ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી લોકોને વ્યવહાર માટે સરળતા રહે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.

ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન
રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે.

વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપ્યા હતા.

તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો પણ કર્યા હતા.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ.

આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલો – હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં  માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ  વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ  પૂર્ણ કરી દેવાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ સુશ્રી રેમ્યા મોહન, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ, માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર/અમરેલી/સુરત,

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ 40.93 ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયમાં કુલ 51.36 ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ સાથે રાજ્યના 23 ડેમ હાઈએલર્ટ, 17 એલર્ટ, 19 વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં 11 ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા 137 ફીડર બંધ, 96 પોલ તૂટ્યા, 12 ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં 1 નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત માર્ગ બંધ થયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આ અઠવાડિયા નો અંત અને આવતા અઠવાડિયાની શરૂઆત વરસાદની દૃષ્ટિએ ખૂબ જ ભારે રહેવાનું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મેઘરાજા જોરશોરથી બરસી રહ્યા છે. રાબરકલ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, અને તાપી જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળાઓ ઊભરાયા છે, અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 6 ઈંચ અને તલોદમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અરવલ્લીના મોડાસામાં સાડા 5 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં સવા 5 ઈંચ, વીરપુર અને સંતરામપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, રાજકોટના ઉપલેટામાં પોણા 5 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં સાડા 4 ઈંચ, અને જૂનાગઢના વિસાવદરમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો.

જ્યારે બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભવાનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, મોરબી, અમદાવાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં 43.76 ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

મહેસાણા બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે.

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો
હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર/અમદાવાદ,

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દાહોદ અનેગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઇ સૂચના.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે તો માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવણમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.36 ઇંચ, સુરતના મહુવામાં 1.93 ઇંચ, ડાંગના આહવામાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે.

અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદના કારણે રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.