#NarendraModi – GNS NEWS

દિવ્યાંગજનના આરોગ્યનું કવચ: નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના
આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ

પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ

(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા  રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે.

બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડીકલ ટેસ્ટની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ.૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના સંબંધિત વિગતે માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

“આ યોજના હજારો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશાનું કિરણ સાબિત થશે, જેનાથી તેઓને આર્થિક ભાર વિના ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર મળી શકે છે. આ પહેલ ગુજરાતના દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે.

દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ ૧ મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો
મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત

(જી.એન.એસ) તા. ૩૧

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં ૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં ગુજરાતે સિમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા  DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તથા બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અને બંદરો, શિપિંગ તથા જળમાર્ગ મંત્રાલય સચિવ શ્રી ટી.કે. રામચંદ્રન, તથા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલે આ પ્રોજેક્ટની ઝડપી ગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, 26 મે 2025 ના રોજ ભૂજની મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અને માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે, આ પ્રોજેક્ટ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.

પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, મંત્રીશ્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે.

તેઓશ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અને આ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.

રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે તરફ ખાલી પડતર જગ્યા તથા અન્ય ખાલી જગ્યાએ વન વિભાગ હરિત વન પથ યોજના અંતર્ગત 7.63 લાખ રોપાઓનું પી.પી.પી. ધોરણે લોકભાગીદારીથી વાવેતર કરશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે એમ.ઓ.યુ. થયા

(જી.એન.એસ) તા. ૩૦

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રીમુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે.

એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં શરૂ કરાવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને સાકાર કરીને રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.

વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે.

હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ- સદભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા.

માનવસેવા સેવા ટ્રસ્ટ – સદભાવના વૃદ્ધાશ્રમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે વન વિભાગ સાથે કરેલા આ એમ.ઓ.યુ. અનુસાર તેઓ રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે.

વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ એમ.ઓ.યુ. થયા તે અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડો.એ.પી.સિંગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે. સુગુર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમના શ્રી વિજય ડોબરિયા અને શ્રી મિતલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી હપ્તો બહાર પાડશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી

(જી.એન.એસ) તા.૩૦

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો આગામી હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને ખાતરી કરવામાં આવી હતી કે તેનો લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં કરશે.

દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને કૃષિ યુનિવર્સિટીઓના ડિરેક્ટરો, કુલપતિઓ અને વડાઓ આજની બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને ગ્રામ્ય સ્તરે ખેડૂતોને આ કાર્યક્રમ સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો અને આ કાર્યક્રમને રાષ્ટ્રવ્યાપી અભિયાન તરીકે યોજવા હાકલ કરી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને સૂચના આપતા શ્રી ચૌહાણે ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, ખેડૂતોને ત્રણ હપ્તામાં ₹6,000 ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. દરેક હપ્તો દર ચાર મહિને જારી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે વહેલી તૈયારીઓ માટે હાકલ કરી અને કહ્યું હતું કે આ કાર્યક્રમને ઉત્સવ અને મિશન બંને તરીકે ઉજવવો જોઈએ, કારણ કે તે સીધો લાભ ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે અને જન જાગૃતિ અભિયાન તરીકે કાર્ય કરે છે.

કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને 2 ઓગસ્ટના કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેવાનો આગ્રહ કર્યો અને કહ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા અને કૃષિ વિકાસ કાર્યક્રમો વિશે માહિતી મેળવવાની તક છે.

શ્રી ચૌહાણે અધિકારીઓને કૃષિ સખીઓ, ડ્રોન દીદી, બેંક સખીઓ, પશુ સખીઓ, વીમા સખીઓ અને ગ્રામ પંચાયત સરપંચો જેવા ગ્રાઉન્ડ વર્કર્સનો ઉપયોગ કરીને કાર્યક્રમ વિશે વ્યાપક માહિતી પ્રસારિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સમય દરમિયાન ખરીફ પાક વિશે ખેડૂતો સાથે વાતચીત કરવાથી જોડાણ વધારવામાં અત્યંત અસરકારક રહેશે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ, આ કાર્યક્રમ મહત્તમ ખેડૂતો સુધી પહોંચવા માટે સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા સાથે અમલમાં મૂકવામાં આવશે.

2019માં યોજના શરૂ થયા પછી, 19 હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં 3.69 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 20મા હપ્તામાં, 9.7 કરોડ ખેડૂતોને 20,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

કૃષિ સચિવ શ્રી દેવેશ ચતુર્વેદી, આઈસીએઆરના મહાનિર્દેશક ડૉ. એમ એલ જાટ અને કૃષિ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’: પીએમ મોદી
જે લોકો ભારતનો પક્ષ નથી જોઈ શકતા તેમને હું અરીસો બતાવવા માટે ઉભો છું-પીએમ મોદી

(જી.એન.એસ) તા.29

નવી દિલ્હી,

ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ  મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. સેનાને હુમલો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને ગર્વ છે કે સેનાએ આતંકવાદીઓને સજા આપી. ભારતે પોતાના નિર્ણય મુજબ કાર્યવાહી કરી. આજે પણ, આતંકના માસ્ટરમાઇન્ડ્સની ઊંઘ હરામ છે.

વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન જવાબ આપી રહ્યા હતા કે, આ સેશન ભારતના ગૌરવ ગાનનો છે. આ સેશન ભારતના વિજયોત્સવનો છે. આંતકવાદીઓને જડમૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પની સફળતા દર્શાવે છે. હું સદનમાં ભારતનો પક્ષ મૂકવા ઉભો થયો છું, જેમને ભારતનો પક્ષ દેખાતો નથી. તેમને અરીસો બતાવવા આવ્યો છું. અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં.

પીએમ મોદીએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલાનો બદલો અમે નિર્ધારિત સમય  અને શરતો પર 22 મિનિટમાં લીધો. અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો હતો. તેમને કાર્યવાહી કરવાની, નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,

“દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન 9 મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી. મિટીંગ બાદ મે જ્યારે જેડી વેન્સને ફોન કર્યો અને વાત કરી તો તેમણે મને કહ્યુ કે પાકિસ્તાન ભારત પર બહુ મોટો હુમલો કરવાનું છે.મે કહ્યુ જો પાકિસ્તાનનો આ ઈરાદો હોય તો તેને બહુ મોટી કિંમત ચુકવવી પડશે. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરી જવાબ આપશુ. અમે ગોળીનો જવાબ ગોળાથી આપશુ. “

માત્ર ત્રણ દેશો સિવાય તમામનું સમર્થન મળ્યું

વધુમાં કહ્યું કે, મોટાભાગે આતંકી હુમલા બાદ આતંકનો માસ્ટરમાઈન્ડ  નિરાંતે ઊંઘતો હતો. પરંતુ પહલગામ હુમલા બાદ અમે તેની ઊંઘ હરામ કરી દીધી. ભારતને કોઈ દેશે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર હુમલો કરવાથી અટકાવ્યા નથી. માત્ર ત્રણ દેશે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.

“દુનિયાના કોઈ પણ દેશે અમને પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા રોક્યા નથી. અમે અમારી પોતાની શરતો પર કાર્યવાહી કરી,” પ્રધાનમંત્રીએ કહ્યું. જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલા પર ભારતના ઝડપી લશ્કરી પ્રતિભાવનો ઉલ્લેખ કરતા, તેમણે જાહેર કર્યું, “આપણા સશસ્ત્ર દળોએ 22 મિનિટમાં પહેલગામ હુમલાનો બદલો લીધો – અને એટલી ચોકસાઈથી કે આજે પણ, આતંકવાદના માસ્ટરમાઇન્ડ્સની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.”

પ્રધાનમંત્રી મોદીના દિવસના મુખ્ય અવતરણો:-

“દુનિયાના કોઈ પણ દેશે ભારતને આતંકવાદ સામે તેના બચાવમાં કોઈપણ કાર્યવાહી કરતા અટકાવ્યું નથી.” – પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે પહેલગામ હુમલા સામે બદલો લેવામાં સંપૂર્ણ સ્વાયત્તતા અને વૈશ્વિક સમર્થન સાથે કાર્યવાહી કરી.

“ભારતને સમગ્ર વિશ્વનો ટેકો મળ્યો, પરંતુ, કમનસીબે, કોંગ્રેસે અમારા સૈનિકોની બહાદુરીને ટેકો આપ્યો નહીં.” – તેમણે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર, રાષ્ટ્રીય કટોકટીની ક્ષણ દરમિયાન રાજકારણથી ઉપર ઉઠવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો.

“ભારત દ્વારા ત્રાટકવામાં આવેલા પાકિસ્તાની એરબેઝ હજુ પણ ICU માં છે.” – એક તીવ્ર રૂપકનો ઉપયોગ કરીને, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાની લશ્કરી માળખાને થયેલ નુકસાન ગંભીર અને લાંબા ગાળાનું હતું.

“યુએનમાં પાકિસ્તાનની તરફેણમાં ફક્ત ત્રણ દેશોએ વાત કરી હતી – દુનિયા ભારતની સાથે ઉભી હતી.” – તેમણે વૈશ્વિક રાજદ્વારી પરિવર્તનની નોંધ લીધી જે હવે સરહદ પાર આતંકવાદ સામે ભારતના વલણની તરફેણ કરે છે.

“અમે પાકિસ્તાનના પરમાણુ બોમ્બને બોલાવ્યો – ભારત બ્લેકમેલ સામે ઝૂકશે નહીં.” – પરમાણુ હુમલાની ધમકીઓને નકારી કાઢતા, મોદીએ કહ્યું કે ભારતે ડર્યા વિના નિર્ણાયક રીતે કાર્ય કર્યું.

“અમારા ઓપરેશન્સ સિંદૂરથી સિંધુ સુધી છે… પાકિસ્તાન દુ:સાહસની કિંમત જાણે છે.” – તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ લક્ષિત હુમલાઓથી લઈને સિંધુ જળ સંધિ જેવા સાધનોનો ઉપયોગ કરવા સુધીનો હોઈ શકે છે.

“પહેલાં, આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ જાણતા હતા કે કંઈ થશે નહીં – હવે તેઓ જાણે છે કે ભારત તેમના માટે આવશે.” – મોદીએ ભૂતકાળની નિષ્ક્રિયતાને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે વર્તમાન સરકારના અડગ અભિગમ સાથે તુલના કરી.

“ભારતમાં બનાવેલા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાની શસ્ત્રોની તાકાતનો પર્દાફાશ કર્યો.” – તેમણે સ્થાનિક સંરક્ષણ ક્ષેત્રની પ્રશંસા કરી, કેવી રીતે સ્વદેશી ટેકનોલોજીએ ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે પ્રકાશિત કર્યું.

“અમે ૨૨ એપ્રિલના પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ૨૨ મિનિટમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સ્થળોનો નાશ કર્યો.” – કાર્યવાહીની ગતિ અને ચોકસાઈનો પુનરાવર્તિત કરતા, મોદીએ તેને ભારતના નવા લશ્કરી સંકલ્પના પ્રતીક તરીકે રજૂ કર્યું.

“આ સંસદ સત્ર વિજયોત્સવ છે, જે આપણે આતંકના મુખ્ય મથકનો નાશ કેવી રીતે કર્યો તેની ઉજવણી છે.” – તેમણે સત્રને આતંકવાદ સામેના વિજયનો રાષ્ટ્રીય ઉજવણી ગણાવીને સમાપન કર્યું, તેને ભારતના લોકો અને દળોની એકતા અને શક્તિને આભારી ગણાવ્યું.

તેમના ભાષણ દરમિયાન, વડા પ્રધાને ભારતના સશસ્ત્ર દળોમાં વિશ્વાસની પુષ્ટિ કરી અને પાકિસ્તાન અને ઘરે રાજકીય વિરોધીઓ બંનેને સ્પષ્ટ સંદેશ આપ્યો: ભારત હવે તેની પોતાની શરતો પર અને ખચકાટ વિના આતંકવાદનો જવાબ આપે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ આતંકવાદી હુમલાનો બદલો 22 મિનિટમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચ પેડ પર હુમલો કરીને અને ઇસ્લામાબાદના પરમાણુ બોમ્બ ધડાકાનો વિરોધ કરીને લીધો હતો.

“માત્ર 22 મિનિટમાં, ભારતીય દળોએ ચોક્કસ અને ગણતરીપૂર્વકનો હુમલો કર્યો, સ્પષ્ટ અને કેન્દ્રિત ઉદ્દેશ્યો સાથે 22 એપ્રિલના હુમલાનો બદલો લીધો,” પીએમ મોદીએ કહ્યું.

પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે સંઘર્ષ વધ્યો ત્યારે સૈન્યને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.

“પહલગામ હુમલા પછી, પાકિસ્તાની સૈન્યએ મજબૂત ભારતીય બદલો લેવાની તૈયારી કરી, પરમાણુ ધમકીઓ આપવા સુધી પણ આગળ વધ્યું, જોકે, 6 અને 7 મેના રોજ, ભારતે ઝડપી અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી, જેના કારણે પાકિસ્તાન પ્રતિક્રિયા આપી શક્યું નહીં,” તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 22 એપ્રિલ પછી, તેમણે આતંકવાદીઓને નાબૂદ કરવાની ખાતરી કરવા માટે જાહેર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મેં એ પણ જાહેર કર્યું કે તેમના હેન્ડલર્સને જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમના પરિણામોનો સામનો કરવો પડશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો
રાજ્યમાં AI ઈકોસિસ્ટમને વેગ આપીને વિકસિત ગુજરાત@2047 માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમઃ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. (2025-2030)

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં AI સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I.

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

રાજ્યની  શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક રીતે મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની AIના વ્યાપક ઉપયોગથી ડિજિટલ એમ્પ્વારમેન્ટ અને ટેકનોલૉજીકલ સેક્ટરમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ બનાવવાની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખીને વિકસિત ગુજરાત@2047ના વિચાર સાથે શાસન વ્યવસ્થા અને સરકારના વિભાગોમાં A.I.નો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત સોમનાથમાં નવેમ્બર-2024માં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં કરી હતી.

આ દૃષ્ટિકોણને અનુરૂપ ગવર્નન્સ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, ફિનટેક તથા અન્ય મિશન-ક્રિટીકલ ક્ષેત્રોમાં AIને રાજ્યવ્યાપી બનાવવા 10 સભ્યોની એક તજજ્ઞ AI ટાસ્કફોર્સ કમિટિની રચના પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ટાસ્કફોર્સની ભલામણોના આધારે તેમની સમક્ષ રજૂ થયેલા એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એ.આઈ. 2025-2030ને અનુમોદન આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલો આ એક્શન પ્લાન રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ટાઈમ બાઉન્ડ બ્લૂપ્રિન્ટ તરીકેનું કાર્ય કરશે. એટલું જ નહિ, સરળતાએ સેવા વિતરણ, બહેતર નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ AI ઇકોસિસ્ટમ પણ ઊભી થશે.

એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.

આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. AI અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગે આ એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર ધ્યાનમાં રાખીને કર્યો છે. તદઅનુસાર,

1. ડેટા – AI વિકાસ માટે એક સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકારી-અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરને વ્યાપક AI ડેટા ગવર્નન્સ માળખું ઘડીને નિયમનકારી ધોરણો સાથે સમરૂપતા સુનિશ્ચિત કરાશે.

2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ સાથે GPU અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને AIRAWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની ઍક્સેસ અપાશે.

3. કેપેસિટી બિલ્ડીંગ – વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI, ML અને સંબંધિત ડોમેન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય છે.

4. R&D અને યુઝ-કેસિસ – સંબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને સક્ષમ બનાવવામાં આવશે.

5. સ્ટાર્ટઅપ ફેસેલિટેશન – ઇન્ક્યુબેશન, માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ્સ અને સીડ ફંડિંગ દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરાશે.

6. સલામત અને વિશ્વસનીય AI – ઓડિટ, ગાઈડલાઈન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે.

આ એક્શન પ્લાનનું તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની AI ડેટા રિપોઝીટરી શરૂ કરવા, AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. એક્શન પ્લાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે અને વાઈબ્રન્ટ તથા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.

ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગવર્નન્સમાં એ.આઈ.ના જે નવતર અભિગમો અપનાવ્યાં છે તેમાં ગિફ્ટ સિટીનું એ.આઈ. સેન્ટર ઑફ એક્સેલન્સ, એ.આઈ. ઇનોવેશન ચેલેન્જ, હાઈ પર્ફોમર્ન્સ જી.પી.યુ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.આઈ. ટ્રેનિંગ અને વર્કશોપ તથા એલ.એલ.એમ.(લાર્જ લેન્ગ્વેજ મોડલ) માટે ઇન્ડીજિનસ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે.

હવે, આ એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ A.I. 2025-2030 ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનું વધુ એક સીમાચિહ્ન બનશે અને એ.આઈ. સંચાલિત ફ્યુચર રેડી ઇકોનોમી માટે રાજ્યને સજ્જ કરીને વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાત @2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
(જી.એન.એસ) તા.27

નવી દેલ્હી

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.

સાથીઓ,

તમે INSPIRE-MANAK અભિયાનનું નામ સાંભળ્યું હશે. તે બાળકોમાં ઇન્નૉવેશનને ઉત્તેજન આપવાનું અભિયાન છે. તેમાં પ્રત્યેક શાળામાંથી પાંચ બાળકોને પસંદ કરવામાં આવે છે. દરેક બાળક એક નવો આઇડિયા લઈને આવે છે. તેનાથી અત્યાર સુધીમાં લાખો બાળકો જોડાઈ ચૂક્યાં છે અને ચંદ્રયાન-3 પછી તો તેની સંખ્યા બમણી થઈ ગઈ છે. દેશમાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સ પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે. પાંચ વર્ષ પહેલાં 50થી પણ ઓછાં સ્ટાર્ટ અપ હતાં. આજે 200થી વધુ થઈ ગયાં છે, માત્ર સ્પેસ સેક્ટરમાં. સાથીઓ, આગામી મહિને 23 ઑગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે. તમે તેને કેવી રીતે મનાવશો, કોઈ નવો વિચાર છે? મને નમો ઍપ પર જરૂર મેસેજ કરજો.

સાથીઓ,

21મી સદીના ભારતમાં આજે સાયન્સ એક નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં આપણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઑલમ્પિયાડમાં મેડલ જીત્યા છે. દેવેશ પંકજ, સંદીપ કુચી, દેબદત્ત પ્રિયદર્શી અને ઉજ્જવલ કેસરી, આ ચારેય જણાએ ભારતનું નામ ઉજાળ્યું છે. મેથ્સની દુનિયામાં પણ ભારતે પોતાની ઓળખ વધુ મજબૂત કરી છે. ઑસ્ટ્રેલિયામાં થયેલા ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઑલમ્પિયાડમાં આપણા વિદ્યાર્થીઓએ ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.

સાથીઓ,

આગામી મહિને મુંબઈમાં ઍસ્ટ્રૉનૉમી અને ઍસ્ટ્રૉફિઝિક્સ ઑલમ્પિયાડ યોજાવાનો છે. તેમાં 60થી વધુ દેશના વિદ્યાર્થીઓ આવશે. વૈજ્ઞાનિકો પણ આવશે. તે અત્યાર સુધીનો સૌથી મોટો ઑલમ્પિયાડ હશે. એક રીતે જોઈએ તો, ભારત હવે ઑલમ્પિક અને ઑલમ્પિયાડ, બંને માટે આગળ વધી રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણને બધાને ગર્વ થાય તેવા એક બીજા સમાચાર આવ્યા છે, યુનેસ્કોમાંથી. યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા આપી છે. અગિયાર કિલ્લા મહારાષ્ટ્રમાં છે, જ્યારે એક કિલ્લો તમિલનાડુમાં. દરેક કિલ્લા સાથે ઇતિહાસનું એક-એક પાનું જોડાયેલું છે. દરેક પથ્થર, એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. સલ્હેરનો કિલ્લો, જ્યાં મોગલોની હાર થઈ, શિવનેરી, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો. કિલ્લો એવો જેને દુશ્મન ભેદી ન શકે. ખાનદેરીનો કિલ્લો, સમુદ્ર વચ્ચે બનેલો અદ્ભુત કિલ્લો. શત્રુ તેમને રોકવા ઇચ્છતા હતા પરંતુ શિવાજી મહારાજે અસંભવને સંભવ કરીને દેખાડ્યું. પ્રતાપગઢનો કિલ્લો જ્યાં અફઝલ ખાન પર જીત થઈ, તે ગાથાની ગૂંજ આજે પણ કિલ્લાની દીવાલોમાં સમાયેલી છે. વિજયદુર્ગ, જેમાં ગુપ્ત સુરંગો હતી, છત્રપતિ શિવાજી મહારાજની દૂરદર્શિતાનું પ્રમાણ આ કિલ્લામાંથી મળે છે. મેં કેટલાંક વર્ષ પહેલાં રાયગઢની મુલાકાત લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કર્યું હતું. આ અનુભવ જીવનભર મારી સાથે રહેશે.

સાથીઓ,

દેશના બીજા હિસ્સાઓમાં પણ આવા જ અદ્ભુત કિલ્લાઓ છે, જેમણે આક્રમણો સહન કર્યાં, ખરાબ હવામાનનો માર સહ્યો, પરંતુ આત્મસન્માનને ક્યારેય પણ ઝૂકવા નથી દીધું. રાજસ્થાનનો ચિતૌડગઢનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, આમેર કિલ્લો, જૈસલમેર કિલ્લો તો વિશ્વ પ્રસિદ્ધ છે. કર્ણાટકમાં ગુલબર્ગાનો કિલ્લો પણ ઘણો મોટો છે. ચિત્રદુર્ગના કિલ્લાની વિશાળતા પણ તમને કુતૂહલથી ભરી દેશે કે એ જમાનામાં આ કિલ્લો બન્યો કેવી રીતે હશે !

સાથીઓ,

ઉત્તર પ્રદેશના બાંદામાં છે, કાલિંજર કિલ્લો. મહેમૂદ ગજનવીએ અનેક વાર આ કિલ્લા પર આક્રમણ કર્યું અને દરેક વખતે તે અસફળ રહ્યો. બુંદેલખંડમાં એવા અનેક કિલ્લાઓ છે- ગ્વાલિયર, ઝાંસી, દતિયા, અજયગઢ, ગઢકુંડાર, ચંદેરી. આ કિલ્લા માત્ર ઈંટ-પથ્થર નથી, તે આપણી સંસ્કૃતિનાં પ્રતીકો છે. સંસ્કાર અને સ્વાભિમાન, આજે પણ આ કિલ્લાઓની ઊંચી-ઊંચી દીવાલોમાંથી ડોકિયાં કરે છે. હું બધા દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ કિલ્લાની યાત્રા કરો, પોતાના ઇતિહાસને જાણો, ગૌરવ અનુભવો.

મારા પ્રિય દેશવાસીઓ,

તમે કલ્પના કરો. બિલકુલ પરોઢિયાનો સમય. બિહારનું મુઝફ્ફરપુર શહેર. તારીખ છે 11 ઑગસ્ટ 1908. દરેક ગલી, દરેક ચોક, દરેક હિલચાલ તે સમયે જાણે કે રોકાઈ ગઈ હતી. લોકોની આંખોમાં આંસુ હતાં, પરંતુ હૃદયમાં જ્વાળા હતી. લોકોએ જેલને ઘેરી રાખી હતી, જ્યાં એક 18 વર્ષનો યુવક, અંગ્રેજો વિરુદ્ધ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવાનું મૂલ્ય ચૂકવી રહ્યો હતો. જેલની અંદર, અંગ્રેજ અધિકારી, એક યુવાને ફાંસી દેવાની તૈયારી કરી રહ્યા હતા. તે યુવાના ચહેરા પર ભય નહોતો, પરંતુ તે ગર્વથી ભરેલો હતો. એ ગર્વ જે દેશ માટે મર-મીટનારા લોકોને હોય છે. તે વીર, તે સાહસી યુવાન હતા ખુદીરામ બોઝ. માત્ર 18 વર્ષની વયમાં તેમણે એ સાહસ કરીને દેખાડ્યું જેણે પૂરા દેશને હચમચાવી મૂક્યો.

ત્યારે સમાચારપત્રોએ પણ લખ્યું હતું- ‘ખુદીરામ બોઝ જ્યારે ફાંસીના ગાળિયાની તરફ આગળ વધ્યા, તો તેમના ચહેરા પર સ્મિત હતું.’ આવાં જ અગણિત બલિદાનો પછી, સદીઓની તપસ્યા પછી, આપણને સ્વતંત્રતા મળી હતી. દેશના દીવાનોએ પોતાના રક્તથી સ્વતંત્રતા આંદોલનને સીંચ્યું હતું.

સાથીઓ,

ઑગસ્ટનો મહિનો એટલા માટે જ તો ક્રાંતિનો મહિનો છે. 1 ઑગસ્ટે લોકમાન્ય બાળગંગાધર તિલકની પુણ્યતિથિ છે. આ મહિને આઠ ઑગસ્ટે ગાંધીજીના નેતૃત્વમાં ‘ભારત છોડો આંદોલન’ની શરૂઆત થઈ હતી. પછી આવે છે 15 ઑગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ, આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ, તેમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ, પરંતુ સાથીઓ, આપણી સ્વતંત્રતા સાથે દેશના વિભાજનની એક ટીસ પણ જોડાયેલી છે, આથી આપણે 14 ઑગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના રૂપમાં મનાવીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

7 ઑગસ્ટ 1905એ એક બીજી ક્રાંતિની શરૂઆત થઈ હતી. સ્વદેશી આંદોલને સ્થાનિક ઉત્પાદનો અને વિશેષ રૂપે, હૅન્ડલૂમને એક નવી ઊર્જા આપી હતી. આ સ્મૃતિમાં દેશ પ્રત્યેક વર્ષ સાત ઑગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવે છે. આ વર્ષે સાત ઑગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડેને દસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સ્વતંત્રતાના સમયે જેવી રીતે આપણી ખાદીએ સ્વતંત્રતા આંદોલનને એક નવી શક્તિ આપી હતી, તેવી જ રીતે આજે જ્યારે દેશ, વિકસિત ભારત તરફ ડગલાં ભરી રહ્યો છે, તો કાપડ ક્ષેત્ર દેશની શક્તિ બની રહ્યું છે. આ દસ વર્ષોમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોએ સફળતાની અનેક ગાથાઓ લખી છે. મહારાષ્ટ્રના પૈઠણ ગામની કવિતા ધવલે પહેલાં એક નાના ઓરડામાં કામ કરતી હતી- ન તો જગ્યા હતી અને ન તો સુવિધા.

સરકાર પાસેથી મદદ મળી, હવે તેમનું કૌશલ્ય ઉડાન ભરી રહ્યું છે. તેઓ ત્રણ ગણું વધુ કમાઈ રહ્યાં છે. પોતે પોતાની બનાવેલી પૈઠણી સાડીઓ વેચી રહ્યાં છે. ઉડીસાના મયૂરભંજમાં પણ સફળતાની આવી જ કથા છે. અહીં 650થી વધુ આદિવાસી મહિલાઓએ સંથાલી સાડીને ફરીથી જીવિત કરી છે. હવે આ મહિલાઓ દર મહિને હજારો રૂપિયા કમાઈ રહી છે. તેઓ માત્ર કપડાં નથી બનાવી રહી, પરંતુ પોતાની ઓળખ બનાવી રહી છે. બિહારના નાલંદાથી નવીનકુમારની ઉપલબ્ધિ પણ પ્રેરણાદાયક છે. તેમનો પરિવાર પેઢીઓથી આ કામ સાથે જોડાયેલો છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે તેમના પરિવારે હવે આ ક્ષેત્રમાં આધુનિકતાનો પણ સમાવેશ કર્યો છે. હવે તેમનાં બાળકો હેન્ડલૂમ ટૅક્નૉલૉજીનો અભ્યાસ કરી રહ્યા છે. મોટી બ્રાન્ડમાં કામ કરી રહ્યાં છે. આ પરિવર્તન માત્ર એક પરિવારનું નથી, તે આસપાસના અનેક પરિવારોને આગળ વધારી રહ્યું છે.

સાથીઓ,

ટૅક્સટાઇલ ભારતનું માત્ર એક ક્ષેત્ર નથી. તે આપણી સાંસ્કૃતિક વિવિધતાનું ઉદાહરણ છે. આજે ટૅક્સ્ટાઇલ અને અપેરલ માર્કેટ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ વિકાસની સૌથી સુંદર વાત એ છે કે ગામની મહિલાઓ, શહેરના ડિઝાઇનર, વૃદ્ધ વણકરો અને સ્ટાર્ટ-અપ શરૂ કરનારા આપણા યુવાનો બધાં મળીને તેને આગળ વધારી રહ્યા છે. આજે ભારતમાં 3000થી વધુ ટૅક્સ્ટાઇલ સ્ટાર્ટ અપ સક્રિય છે. અનેક સ્ટાર્ટ અપે ભારતની હૅન્ડલૂમ ઓળખને વૈશ્વિક ઊંચાઈ આપી છે. સાથીઓ, 2047ના વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભરતાથી થઈને પસાર થાય છે અને ‘આત્મનિર્ભર ભારત’નો સૌથી મોટો આધાર છે- ‘વોકલ ફોર લોકલ’. જે ચીજો ભારતમાં બનેલી હોય, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તે ખરીદો અને તે જ વેચો. આ આપણો સંકલ્પ હોવો જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ,

ભારતની વિવિધતાની સૌથી સુંદર ઝલક આપણાં લોકગીતો અને પરંપરાઓમાં મળે છે અને તેનો હિસ્સો છે આપણાં ભજન અને આપણાં કીર્તન. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કીર્તન દ્વારા દાવાનળ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે? તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પરંતુ ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અહીં, રાધાકૃષ્ણ સંકીર્તન મંડળી નામની એક ટોળી છે. ભક્તિની સાથોસાથ, આ ટોળી, આજે, પર્યાવરણ સંરક્ષણનો પણ મંત્ર જપી રહી છે. આ પહેલની પ્રેરણા છે- પ્રમિલા પ્રધાન જી. જંગલ અને પર્યાવરણની રક્ષા માટે તેમણે પારંપરિક ગીતોમાં નવા શબ્દો જોડ્યા, નવા સંદેશાઓ જોડ્યા. તેમની ટોળી ગામેગામ ગઈ. ગીતોના માધ્યમથી લોકોને સમજાવ્યું કે જંગલમાં લાગતી આગથી કેટલું નુકસાન થાય છે. આ ઉદાહરણ આપણને સ્મરણ અપાવે છે કે આપણી લોકપરંપરાઓ કોઈ વિતેલા યુગની ચીજો નથી, તેમાં આજે પણ સમાજને દિશા આપવાની શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ,

ભારતની સંસ્કૃતિનો બહુ મોટો આધાર, આપણા તહેવારો અને પરંપરાઓ છે, પરંતુ આપણી સંસ્કૃતિની જીવંતતાનો એક બીજો પક્ષ પણ છે- આ પક્ષ છે આપણા વર્તમાન અને આપણા ઇતિહાસને ડૉક્યૂમેન્ટ કરતા રહેવાનો. આપણી ખરી શક્તિ તો તે જ્ઞાન છે, જે સદીઓથી પાંડુલિપિઓ (મેનૂસ્ક્રિપ્ટ)ના રૂપમાં સાચવવામાં આવ્યું છે. આ  પાંડુલિપિઓમાં વિજ્ઞાન છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, સંગીત છે, દર્શન છે અને સૌથી મોટી વાત, એ વિચારસરણી છે જે માનવતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. સાથીઓ, એવા અસાધારણ જ્ઞાનને, આ વારસાને સાચવવો એ આપણા બધાનું ઉત્તરદાયિત્વ છે. આપણા દેશના દરેક કાળખંડમાં કેટલાક

એવા લોકો થયા છે જેમણે તેને પોતાની સાધના બનાવી લીધી. આવું જ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે – મણિમારન જી, જે તમિલનાડુના તંજાવુરથી છે. તેમને લાગ્યું કે જો આજની પેઢી તમિલ પાંડુલિપિઓ વાંચતા નહીં શીખે તો આવનારા સમયમાં તેઓ આ અણમોલ વારસો ખોઈ બેસશે. આથી તેમણે સાંજે કક્ષાઓ શરૂ કરી. જ્યાં વિદ્યાર્થી, નોકરી કરતો યુવા, સંશોધક, બધા ત્યાં આવીને શીખવા લાગ્યા. મણિ મારન જીએ લોકોને શીખવાડ્યું કે ‘તમિલ સુવૈદ્યલ’ અર્થાત્ ખજૂરના પાન હસ્તપ્રતોને વાંચવા અને સમજવાનો વિધિ શું હોય છે. આજે અનેક પ્રયાસોથી કેટલાય વિદ્યાર્થીઓ આ વિધામાં પારંગત બની ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો આ પાંડુલિપિઓના આધાર પર પરંપરાગત ચિકિત્સા પ્રણાલિ પર સંશોધન પણ ચાલુ કરી દીધું છે. સાથીઓ, વિચારો, જો આવા પ્રયાસો દેશભરમાં થાય તો આપણું પુરાતન જ્ઞાન માત્ર દીવાલોની અંદર બંધ નહીં રહે, તે નવી પેઢીની ચેતનાનો હિસ્સો બની જશે. આ વિચારસરણીથી પ્રેરિત થઈને, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલની ઘોષણા કરી છે, ‘જ્ઞાન ભારતમ્ મિશન’. આ મિશન અંતર્ગત પ્રાચીન પાંડુલિપિઓને ડિજિટાઇઝ કરવામાં આવશે. પછી એક નેશનલ ડિજિટલ રિપૉઝિટરી બનાવવામાં આવશે જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ, શોધકર્તા, ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. મારો પણ તમને બધાને આગ્રહ છે કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા હો, અથવા જોડાવા માગતા હો, તો MyGov અથવા સંસ્કૃતિ મંત્રાલયનો જરૂર સંપર્ક કરજો, કારણકે આ માત્ર પાંડુલિપિઓ નથી, તે ભારતની આત્માનો એ અધ્યાય છે, જેને આપણે આપણી આવનારી પેઢીઓને ભણાવવાનો છે.

મારા પ્રિય દેશવાસીઓ,

જો તમને પૂછવામાં આવે કે તમારી આસપાસ કેટલાં પ્રકારનાં પક્ષી છે, ચકલી છે તો તમે શું કહેશો?

કદાચ એ કે મને તો પાંચ-છ પક્ષી જોવા મળી જ જાય છે, અથવા ચકલી દેખાય જ જાય છે – કેટલીક જાણીતી હોય છે, કોઈ અજાણી. પરંતુ એ જાણવું ઘણું રસપ્રદ હોય છે કે આપણી આસપાસ પક્ષીઓની કઈ-કઈ પ્રજાતિઓ રહે છે. તાજેતરમાં જ એક એવો જ શાનદાર પ્રયાસ થયો છે, જગ્યા છે આસામનો કઝિરંગા નેશનલ પાર્ક. આમ તો આ ક્ષેત્ર પોતાના રાઇનો (ગેંડા) માટે પ્રખ્યાત છે- પરંતુ આ વખતે તે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાંના ઘાસનાં મેદાન અને તેમાં રહેતી ચકલીઓ. ત્યાં પહેલી વાર ગ્રાસલેણ્ડ બર્ડ સેન્સસ એટલે કે ઘાસમાં રહેતાં પક્ષીઓની ગણતરી થઈ છે. તમે જાણીને પ્રસન્ન થશો કે આ જનસંખ્યા ગણતરીના કારણે પક્ષીઓની ૪૦થી વધુ પ્રજાતિઓની ઓળખ થઈ છે. તેમાં અનેક દુર્લભ પક્ષી સમાવિષ્ટ છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા પક્ષી કેવી રીતે ઓળખાયાં ! તેમાં ટૅક્નૉલૉજીએ ચમત્કાર કર્યો. જનસંખ્યા ગણતરી કરનારી ટીમે અવાજ રેકૉર્ડ કરનારા યંત્રો લગાડ્યાં. પછી કમ્પ્યૂટરની સહાયથી તે અવાજોનું વિશ્લેષણ કર્યું, એઆઈનો ઉપયોગ કર્યો. માત્ર અવાજથી જ પક્ષીઓની ઓળખ થઈ ગઈ – તે પણ તેમને ખલેલ પહોંચાડ્યા વગર. વિચારો ! ટૅક્નૉલૉજી અને સંવેદનશીલતા જ્યારે એક સાથે આવે છે તો પ્રકૃતિને સમજવું કેટલું સરળ અને ગાઢ બની જાય છે. આપણે આવા પ્રયાસોને ઉત્તેજન આપવું જોઈએ, જેથી, આપણે, આપણી જૈવ વિવિધતાને ઓળખી શકીએ અને આગામી પેઢીને પણ તેની સાથે જોડી શકીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

ક્યારેક-ક્યારેક સૌથી મોટું ઉજાળું ત્યાંથી ફૂટે છે, જ્યાં અંધકારે સૌથી વધુ ધામા નાખ્યા હોય. આવું જ એક ઉદાહરણ છે ઝારખંડના ગુમલા જિલ્લાનું. એક સમય હતો, જ્યારે આ ક્ષેત્ર માઓવાદી હિંસા માટે જાણીતું હતું. બાસિયા ખંડનાં ગામડાંઓ વીરાન થઈ રહ્યા હતા. લોકો ડરના ઓછાયા હેઠળ જીવતા હતા. રોજગારની કોઈ સંભાવના દેખાતી નહોતી, જમીનો ખાલી પડી હતી અને યુવાનો પલાયન કરી રહ્યા હતા.

પરંતુ પછી, પરિવર્તનની એક ખૂબ જ શાંત અને ધૈર્યભરી શરૂઆત થઈ. ઓમપ્રકાશ સાહુજી નામના એક યુવકે હિંસાનો રસ્તો છોડી દીધો. તેમણે મત્સ્ય પાલન શરૂ કર્યું. પછી પોતાના અનેક સાથીઓને પણ તેના માટે પ્રેરિત કર્યા. તેમના આ પ્રયાસની અસર પણ થઈ. જે પહેલાં બંદૂક લઈને ચાલતા હતા, તેઓ હવે માછલી પકડવાની જાળ પકડવા લાગ્યા છે.

સાથીઓ,

ઓમપ્રકાશ સાહૂજીની શરૂઆત સરળ નહોતી. વિરોધ થયો, ધમકીઓ મળી, પરંતુ સાહસ ન ખૂટ્યું. જ્યારે ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ આવી તો તેમને નવી શક્તિ મળી. સરકાર પાસેથી પ્રશિક્ષણ મળ્યું, તળાવ બનાવવામાં મદદ મળી અને જોતજોતામાં, ગુમલામાં, મત્સ્ય ક્રાંતિનો સૂત્રપાત થઈ ગયો. આજે બાસિયા ખંડના 150થી વધુ પરિવારો મત્સ્ય પાલન સાથે જોડાઈ ચૂક્યા છે. અનેક તો એવા લોકો છે જે ક્યારેક નક્સલી સંગઠનમાં હતા, હવે તે ગામમાં જ, સમ્માનથી જીવી રહ્યા છે અને બીજાને આજીવિકા આપી રહ્યા છે. ગુમલાની આ યાત્રા આપણને શીખવે છે કે જો રસ્તો સાચો હોય અને મનમાં ભરોસો હોય તો સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ વિકાસનો દીપ પ્રજ્વળી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

શું તમે જાણો છો કે ઑલમ્પિક્સ પછી સૌથી મોટું ખેલ આયોજન કયું હોય છે? તેનો ઉત્તર છે- ‘વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ’. દુનિયાભરના પોલીસ કર્મચારી, અગ્નિશામક દળના કર્મચારીઓ, સુરક્ષા સાથે જોડાયેલા લોકો વચ્ચે થતી સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકામાં થઈ અને તેમાં ભારતે ઇતિહાસ રચી દીધો. ભારતે લગભગ 600 ચંદ્રકો જીત્યા. 71 દેશોમાં આપણે ટોચના ત્રણમાં પહોંચ્યા. તે ગણવેશધારીઓની મહેનત રંગ લાવી જે દિવસ-રાત દેશ માટે ઊભા રહે છે. આપણા આ સાથી હવે રમતના મેદાનમાં પણ ઝંડો ઊંચો કરી રહ્યા છે.

હું બધા ખેલાડીઓ અને કૉચિંગ ટીમને અભિનંદન આપું છું. આમ તો તમારા માટે એ જાણવું રસપ્રદ રહેશે કે 2029માં આ રમતો ભારતમાં યોજાશે. દુનિયાભરના ખેલાડીઓ આપણા દેશમાં આવશે. આપણે તેમને ભારતનું આતિથ્ય દેખાડીશું, પોતાની ખેલ સંસ્કૃતિનો પરિચય કરાવીશું.

સાથીઓ,

વિતેલા દિવસોમાં, મને યુવાન ઍથ્લેટ અને તેમનાં માતાપિતાના સંદેશા મળ્યા છે. તેમાં ‘ખેલો ભારત નીતિ 2025’ની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આ નીતિનું લક્ષ્ય સ્પષ્ટ છે- ભારતને રમતના ક્ષેત્રમાં મહા સત્તા બનાવવું. ગામ, ગરીબ અને દીકરીઓ આ નીતિની પ્રાથમિકતા છે. શાળા અને કૉલેજ, હવે રમતને, પ્રતિ દિનના જીવનનો હિસ્સો બનાવશે. રમતો સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ, પછી તે સ્પૉર્ટ્સ મેનેજમેન્ટ્સ હોય કે મેન્યૂફૅક્ચરિંગ સાથે જોડાયેલા હોય, તેમની બધી રીતે મદદ કરવામાં આવશે. વિચારો, જ્યારે દેશનો યુવાન પોતાના બનાવેલાં રેકેટ, બેટ અને બૉલ સાથે રમશે તો આત્મનિર્ભરતાના મિશનને કેટલું મોટું બળ મળશે. સાથીઓ, રમતો સંઘ ભાવના ઉત્પન્ન કરે છે. તે ચુસ્તી, આત્મવિશ્વાસ અને એક મજબૂત ભારત નિર્માણનો રસ્તો છે. આથી ખૂબ રમો, ખૂબ ખિલો.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકોને ક્યારેક કોઈ કામ અસંભવ જેવું લાગે છે. લાગે છે કે શું આ પણ થઈ શકશે. પરંતુ જ્યારે દેશ એક વિચાર પર એક સાથે આવી જાય તો અસંભવ પણ સંભવ થઈ જાય છે. ‘સ્વચ્છ ભારત મિશન’ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ટૂંક સમયમાં જ તેને 11 વર્ષ પૂરાં થશે. પરંતુ તેની શક્તિ અને તેની આવશ્યકતા આજે પણ એવી જ છે. આ 11 વર્ષોમાં ‘સ્વચ્છ ભારત મિશન’ એક જન આંદોલન બન્યું છે. લોકો તેને પોતાનું કર્તવ્ય માને છે અને આ જ તો અસલી જનભાગીદારી છે.

સાથીઓ, પ્રત્યેક વર્ષ થનારા સ્વચ્છ સર્વેક્ષણે આ ભાવનાને આગળ વધારી છે. આ વર્ષે દેશનાં 4,500થી વધુ શહેરો અને નગરો તેની સાથે જોડાયાં. 15 કરોડથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો. આ કોઈ સામાન્ય સંખ્યા નથી. તે સ્વચ્છ ભારતનો અવાજ છે.

સાથીઓ,

સ્વચ્છતા માટે આપણાં શહેરો અને નગરો પોતાની આવશ્યકતાઓ અને વાતાવરણ મુજબ, અલગ-અલગ રીતે કામ કરી રહ્યાં છે. અને તેની અસર કેવળ, એ શહેરો પૂરતી જ નથી, સમગ્ર દેશ આ રીતોને અપનાવી રહ્યો છે. ઉત્તરાખંડના કીર્તિનગરના લોકો, પહાડોમાં કચરા પ્રબંધનનું નવું ઉદાહરણ સ્થાપી રહ્યા છે. આ જ રીતે મેંગલુરુમાં ટૅક્નૉલૉજીથી જૈવિક કચરા પ્રબંધનનું કામ થઈ રહ્યું છે. અરુણાચલમાં નાનકડું શહેર રોઇંગ છે. એક સમય હતો જ્યારે અહીંના લોકોના સ્વાસ્થ્યની સામે કચરા પ્રબંધન બહુ મોટો પડકાર હતો. અહીંના લોકોએ તેનું ઉત્તરદાયિત્વ લીધું. ‘ગ્રીન રૉઇંગ ઇનિશિએટિવ’ શરૂ થયું અને પછી પુનર્ચક્રિત કચરા (Recycled waste)થી આખો એક પાર્ક બનાવી દેવાયો. આવું જ કરાડમાં, વિજયવાડામાં, જળ પ્રબંધનનાં અનેક નવાં ઉદાહરણો બન્યાં છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર સફાઈએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

સાથીઓ,

ભોપાલની એક ટીમનું નામ છે ‘સકારાત્મક સોચ’. તેમાં 200 મહિલાઓ છે. તેઓ માત્ર સફાઈ જ નથી કરતી, વિચારસરણી પણ બદલે છે. એક સાથે મળીને શહેરના 17 પાર્કોની સફાઈ કરવી, કાપડની થેલીઓ વહેંચવી, તેમનું દરેક પગલું એક સંદેશ છે. આવા પ્રયાસોના કારણે જ ભોપાલ પણ હવે સ્વચ્છ સર્વેક્ષણમાં ઘણું આગળ આવી ગયું છે. લખનઉની ગોમતી નદી ટીમનો ઉલ્લેખ પણ આવશ્યક છે. દસ વર્ષ પ્રત્યેક રવિવાર, વિના થાકે, વિના અટકે, આ ટીમના લોકો સ્વચ્છતાના કામમાં જોડાયેલા છે.

છત્તીસગઢનું બિલ્હાનું ઉદાહરણ પણ શાનદાર છે. અહીં મહિલાઓને કચરા પ્રબંધનનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને તેમણે મળીને, શહેરની તસવીર બદલી નાખી. ગોવાના પણજી શહેરનું ઉદાહરણ પણ પ્રેરક છે. ત્યાં કચરાને 16 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે અને તેનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે. પણજીને તો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળ્યો છે. સાથીઓ, સ્વચ્છતા માત્ર એક સમયનું, એક દિવસનું કામ નથી. જ્યારે આપણે વર્ષમાં, પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ, સ્વચ્છતાને પ્રાથમિકતા આપીશું ત્યારે દેશ સ્વચ્છ રહી શકશે.

સાથીઓ,

શ્રાવણના વરસાદી વાતાવરણ વચ્ચે, દેશ ફરી એક વાર તહેવારના પ્રકાશથી ચમકવા જઈ રહ્યો છે. આજે હરિયાળી બીજ છે. પછી નાગપંચમી, અને રક્ષા બંધન, પછી જન્માષ્ટમી, આપણા નટખટ કાનાનો જન્મનો ઉત્સવ. આ બધા પર્વ આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે, તેઓ આપણને પ્રકૃતિથી જોડાણ અને સંતુલનનો પણ સંદેશ આપે છે. આપ સહુને આ પાવન પર્વની ઘણી બધી શુભકામનાઓ. મારા પ્રિય સાથીઓ, પોતાના વિચાર અને અનુભવ જણાવતા રહેજો. આગામી મહિને ફરી મળીશું, દેશવાસીઓની બીજી કેટલીક ઉપલબ્ધિઓ અને પ્રેરણાઓની સાથે. તમારું ધ્યાન રાખજો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘બીમા સખી યોજના’નો ઐતિહાસિક પ્રારંભ – શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
ભારત સરકારના “2047 સુધીમાં બધા માટે વીમો” મિશનને સાકાર કરવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની LIC સાથે મહત્વપૂર્ણ ભાગીદારી

‘બીમા સખી યોજના’ લખપતિ દીદી મિશનને મજબૂત બનાવશે, 15 ઓગસ્ટ સુધીમાં લખપતિ દીદીઓની સંખ્યા 2 કરોડ થઈ જશે

(જી.એન.એસ) તા. ૨૬

નવી દિલ્હી,

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘બીમા સખી યોજના’ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે ‘બીમા સખી યોજના’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક રીતે શરૂ કરવામાં આવી છે. આ યોજના માત્ર મહિલા સશક્તિકરણ જ નહીં પરંતુ ગ્રામીણ ભારત અને અર્ધ-શહેરી વિસ્તારોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્ર સરકાર દેશની દરેક મહિલાને આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.’

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે ભારત સરકારના મિશન “2047 સુધીમાં બધા માટે વીમો” ને સાકાર કરવા માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન નાણાકીય સમાવેશ પહેલ હેઠળ આ યોજના હેઠળ, દેશભરમાં પ્રશિક્ષિત સ્વ-સહાય જૂથ (SHG) મહિલાઓને ગ્રામ પંચાયત સ્તરે ‘બીમા સખી’ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

શ્રી શિવરાજ સિંહે કહ્યું કે “બીમા સખી યોજના મહિલા ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા માટે એક મજબૂત માધ્યમ છે. આ પગલું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. ‘બીમા સખી’ બનવાથી, મહિલાઓને હવે ઉદ્યોગસાહસિકતા અને આવક માટે નવી તકો મળી રહી છે, જે SDG 5 (લિંગ સમાનતા) અને ‘લખપતિ દીદી મિશન’ ના લક્ષ્યોને મજબૂત બનાવશે. તેમણે માહિતી આપી કે 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં લખપતિ દીદીઓની સંખ્યા 2 કરોડ સુધી પહોંચી જશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે રોજગાર સર્જન અને મહિલા શ્રમ દળમાં ભાગીદારી હેઠળ, ‘બીમા સખી’ યોજના સ્થાનિક સ્તરે શહેરી અને ગ્રામીણ રોજગારમાં એક નવો અધ્યાય ઉમેરી રહી છે. આ મહત્વપૂર્ણ યોજનામાં સમાવિષ્ટ વીમા ઇકોસિસ્ટમ હેઠળ, બીમા સખીઓ ફક્ત વીમા યોજનાઓની પહોંચમાં વધારો કરી રહી નથી પરંતુ છેલ્લા માઇલ સુધી વિશ્વાસ આધારિત સેવાઓનો વિસ્તાર પણ કરી રહી છે.

વધુમાં કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિકતાઓ સાથે સુમેળ સાધવાની સાથે, આ પહેલ ‘જન ધન સે જન સુરક્ષા’, ડિજિટલ ઇન્ડિયા અને મહિલા કૌશલ્ય વિકાસ જેવી યોજનાઓને મજબૂત બનાવી રહી છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં આપત્તિ સંરક્ષણમાં યોગદાન આપતી વખતે, આ યોજના ગ્રામીણ પરિવારોને નાણાકીય જોખમોથી બચાવવા માટે એક સુરક્ષા કવચ સાબિત થશે. શ્રી ચૌહાણે કહ્યું, “બીમા સખી ફક્ત વીમા એજન્ટ નથી પરંતુ સામાજિક પરિવર્તનની પ્રણેતા છે. ‘બીમા સખીઓ’ દરેક ગામમાં નાણાકીય સુરક્ષાની મશાલ લઈને આગળ વધી રહી છે, જેના પરિણામે ગામડાં આર્થિક રીતે મજબૂત બની રહ્યા છે અને મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.”

અંતે, શ્રી શિવરાજ સિંહે રાજ્યો અને તમામ ભાગીદાર સંસ્થાઓને આ જન આંદોલનનો ભાગ બનવા અને ‘બીમા સખી યોજના’ને દરેક ગામ, દરેક ઘર સુધી લઈ જવા માટે સહયોગ આપવા હાકલ કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “બીમા સખી યોજના એક પરિવર્તનશીલ ચળવળ છે, તેના સમર્થનથી, ભારતને એક સ્થિતિસ્થાપક, સમાવિષ્ટ અને વીમાધારક રાષ્ટ્ર બનાવવામાં મજબૂત યોગદાન મળશે. આ પહેલ આપણી ગ્રામીણ માતાઓ અને બહેનોની આર્થિક સુરક્ષા અને સર્વાંગી વિકાસના સંકલ્પને નવી ઊર્જા પ્રદાન કરશે.”

ગૃહ મંત્રાલયે બ્રિટિશ યુગના નોર્થ બ્લોકમાંથી નવા CCS-3 બિલ્ડિંગમાં સ્થળાંતર શરૂ કર્યું
(જી.એન.એસ) તા. ૨૪

નવી દિલ્હી,

નરેન્દ્ર મોદી સરકારની રાજધાનીના હૃદયને નવીનીકરણ કરવાની સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ભાગ રૂપે, ગૃહ મંત્રાલય (MHA) એ રાયસીના હિલ્સમાં સ્થિત બ્રિટીશ યુગના નોર્થ બ્લોકથી ઇન્ડિયા ગેટ નજીક કર્તવ્ય પથ પર એક નવી ઇમારતમાં ઓફિસ ખસેડવાનું શરૂ કર્યું.

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને કેટલાક સંયુક્ત સચિવ અને વધારાના સચિવ સ્તરના અધિકારીઓ અને તેમના સ્ટાફ પહેલાથી જ નવી બનેલી CCS-3 ઇમારતમાં સ્થળાંતરિત થઈ ગયા છે, બાકીના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ આગામી થોડા દિવસોમાં સ્થળાંતરિત થશે, એમ સૂત્રોએ બુધવારે પીટીઆઈને જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું કાર્યાલય હજુ ખસેડવાનું બાકી છે પરંતુ એક પ્રક્રિયા ચાલી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

નવી ઇમારતમાં MHA ને 350 રૂમ ફાળવવામાં આવ્યા છે

MHA ને નવી ઇમારતમાં લગભગ 350 રૂમ ફાળવવામાં આવ્યા છે. નોર્થ બ્લોકમાં લાલ-રેતીના પથ્થરની ઇમારત લગભગ 90 વર્ષથી MHA નું ઘર છે.

નવી ઇમારતો તૈયાર થયા પછી, વડા પ્રધાન કાર્યાલય અને ગૃહ, નાણાં, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય જેવા મુખ્ય કાર્યાલયો – નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક – સમાન ઇમારતો સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે.

નોર્થ બ્લોકમાં નવું સંગ્રહાલય બનશે

સરકારની યોજના અનુસાર, કાર્યાલયો ખાલી થયા પછી નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં એક મેગા સંગ્રહાલય – યુગે યુગીન ભારત – બનાવવામાં આવશે. તે 1.55 લાખ ચોરસ મીટરના ક્ષેત્રફળ અને 950 રૂમ સાથે વિશ્વના સૌથી મોટા સંગ્રહાલયોમાંનું એક હશે.

બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે સંસદ ભવન અને ઘણા બંગલા સાથે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સહિત સચિવાલયની ઇમારતો ડિઝાઇન કરી હતી. બેકરે નવી દિલ્હી માટે એકંદર યોજના પર એડવિન લુટિયન્સ સાથે સહયોગ કર્યો હતો.

બધા મંત્રાલયો માટે નવી ઇમારત

સેન્ટ્રલ વિઝા પ્રોજેક્ટના ભાગ રૂપે, કેન્દ્રએ તમામ મંત્રાલયોને સમાવવા માટે કર્તવ્ય પથ પર 10 ઓફિસ ઇમારતો અને એક કોન્ફરન્સ સેન્ટરનો CCS પ્રસ્તાવ મૂક્યો હતો. આમાંથી પ્રથમ ત્રણ ઓફિસ ઇમારતો બનાવવામાં આવી છે.

સરકારી આદેશ મુજબ, CCS-3 માં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય અને MHA ઉપરાંત વિદેશ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, ગ્રામીણ વિકાસ અને કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)નું કાર્યાલય હશે.

લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દિશા નિર્દેશો
નાગરિકોની રજૂઆતો સંવેદના પૂર્વક સાંભળીને જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કડક કાર્યવાહીની સૂચનાઓ

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે.

મુખ્યમંત્રીશ્રીએ જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા.

તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવા સૂચનાઓ આપી હતી.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ ૧૦૮ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી ૯૭ જેટલી રજૂઆતો સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી ૧૧ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝીટીવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સુચનાઓ આપી હતી.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધિરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઈ-૨૫ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૩૨૩, તાલુકા સ્વાગતમાં ૨૮૭૯ અને ગ્રામ સ્વાગતમાં ૨૩૯ રજૂઆતો સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યુ છે.