#rain – GNS NEWS

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ જળસંગ્રહ

(જી.એન.એસ) તા. 18

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૪.૯૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૮૩,૪૦૪ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૨,૩૮૦ એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૯.૫૫ ટકા જેટલું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૬ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૧ ડેમને હાઈ એલર્ટ, ૨૧ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૪૩ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૦.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૫૮.૭૪ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૮.૫૦ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૮.૫૬ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી  ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  જ્યારે ૬૮૯ નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર/અમરેલી/સુરત,

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ 40.93 ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયમાં કુલ 51.36 ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ સાથે રાજ્યના 23 ડેમ હાઈએલર્ટ, 17 એલર્ટ, 19 વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં 11 ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા 137 ફીડર બંધ, 96 પોલ તૂટ્યા, 12 ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં 1 નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત માર્ગ બંધ થયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આ અઠવાડિયા નો અંત અને આવતા અઠવાડિયાની શરૂઆત વરસાદની દૃષ્ટિએ ખૂબ જ ભારે રહેવાનું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મેઘરાજા જોરશોરથી બરસી રહ્યા છે. રાબરકલ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, અને તાપી જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળાઓ ઊભરાયા છે, અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 6 ઈંચ અને તલોદમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અરવલ્લીના મોડાસામાં સાડા 5 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં સવા 5 ઈંચ, વીરપુર અને સંતરામપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, રાજકોટના ઉપલેટામાં પોણા 5 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં સાડા 4 ઈંચ, અને જૂનાગઢના વિસાવદરમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો.

જ્યારે બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભવાનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, મોરબી, અમદાવાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં 43.76 ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

મહેસાણા બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે.

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.