#Road – GNS NEWS

24×7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે; અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ
રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (રોડ યુઝર્સ)ની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. NHAIએ રોડ યુઝર્સની ફરિયાદોના નિવારણ માટે અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ્સ અમલી કર્યા છે. આ પ્લેટફોર્મ્સ થકી નાગરિકો તેમની સમસ્યાઓની જાણ કરી શકે છે, સહાય મેળવી શકે છે, અને રિયલ ટાઇમમાં તેમની ફરિયાદોના નિવારણની પ્રગતિને ટ્રેક કરી શકે છે. તેનાથી, નેશનલ હાઇવેની કામગીરીની પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધુ મજબૂત બને છે.

હાલમાં, રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી અને કાર્યક્ષમ રીતે નિરાકરણ લાવવા માટે NHAI  દ્વારા છ મુખ્ય પ્લેટફોર્મ સંચાલિત કરવામાં આવી રહ્યા છે, જે નીચે મુજબ છે:-

1) 1033 હેલ્પલાઇન

1033 એ ચોવીસ કલાક ને સાતેય દિવસ (24×7) ચાલુ રહેતો ટોલ ફ્રી નંબર છે, જે હાઇવે યુઝર્સ એટલે કે હાઇવે પર મુસાફરી કરતા લોકોને અકસ્માતો, રસ્તા પરના ખાડાઓ અથવા તો અન્ય ટોલ સંબંધિત સમસ્યાઓ જેવી કટોકટીની સ્થિતિની જાણ કરવા અંગેની સુવિધા આપે છે. હાઇવે યુઝર્સની ફરિયાદો કેન્દ્રીય રીતે નોંધવામાં આવે છે, અને ત્યારબાદ સંબંધિત ફિલ્ડ એજન્સીઓને ફોરવર્ડ કરવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIM), કન્સેશનિયર્સ, અથવા ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમો (ઘટના વ્યવસ્થાપન ટીમો)નો સમાવેશ થાય છે. સમયસર ક્ષેત્રીય કાર્યવાહી થયા પછી અનુપાલનનું રિપોર્ટિંગ કરવામાં આવે છે, ત્યારબાદ ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે અને ફરિયાદીને ફરિયાદની સ્થિતિ અંગે અપડેટ કરવામાં આવે છે.

2) રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન

આ એક નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન છે, જે ફરિયાદો નોંધાવવા, ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવા તેમજ નજીકમાં આવેલી હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન અંગેની જાણકારી મેળવવા માટે યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરે છે. હાલમાં, નેશનલ હાઇવે પર મુસાફરી કરતા યુઝર્સ જ જીઓ-ટેગિંગ દ્વારા સમસ્યાઓની જાણ કરી શકે છે. વિવિધ વિકલ્પો, જેવાકે ફરિયાદોનું રિયલ ટાઇમ ફોરવર્ડિંગ, ફિલ્ડ લેવલ રિસ્પોન્સ, ક્લોઝર એટલે કે નિવારણ અંગેની સૂચનાઓ અને યુઝર્સના પ્રતિભાવો સિસ્ટમમાં બિલ્ટ-ઇન છે.

3) જાહેર ફરિયાદ માટેનું પોર્ટલ (CPGRAMS)

નાગરિકો https://pgportal.gov.in ના માધ્યમથી NHAI અથવા માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની પસંદગી કરીને સુગઠિત ફરિયાદો નોંધાવી શકે છે. આ પોર્ટલ આગળની કાર્યવાહી માટે ફરિયાદોને યોગ્ય PIU અથવા પ્રાદેશિક કાર્યાલયો (રિજિયોનલ ઓફિસ)ને મોકલી આપે છે. નિવારણ સંબંધિત વિગતો અને પ્રતિભાવ માટેના વિકલ્પો પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, જ્યારે વણઉકેલાયેલી ફરિયાદોને આગળ વધારી શકાય છે.

4) ડ્રોન એનાલિટિક્સ મોનિટરિંગ સિસ્ટમ

રોડ-રસ્તાઓની સપાટી (સરફેસ) પરની ખામીઓ અને બાંધકામ ગુણવત્તામાં ખામીઓને સક્રિયપણે ઓળખવા માટે NHAIએ અત્યાધુનિક ડ્રોન-આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોનિટરિંગ શરૂ કર્યું છે. તેનાથી જાહેર સલામતી અથવા સુવિધાને અસર થાય તે પહેલાં સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મળે છે.

5) NHAI વન મોબાઇલ એપ (અગાઉ TATPAR)

આ આંતરિક મોબાઇલ પ્લેટફોર્મ કોન્ટ્રાક્ટરો અને ફિલ્ડ એન્જિનિયરોને ખામીઓનું દસ્તાવેજીકરણ કરવા, નિરીક્ષણ કરવા, કાર્યવાહી અંગેના અહેવાલો સબમિટ કરવા અને એક્સટેન્શનની વિનંતી અથવા મંજૂરી આપવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ હાઇવેની જાળવણી અને તેની કામગીરીઓ માટે સુવ્યવસ્થિત સંદેશાવ્યવહાર અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરે છે.

6) ટોલ ઇન્ફર્મેશન સિસ્મટ (TIS)

TIS પોર્ટલ (https://tis.nhai.gov.in) તાત્કાલિક ફરિયાદ નિવારણ અથવા કટોકટીની સ્થિતિમાં સહાય માટે ટોલ ફીની વિગતો, રૂટની માહિતી અને ફિલ્ડ-લેવલના અધિકારીઓ અને ટોલ મેનેજરોના સંપર્ક નંબરો પ્રદાન કરે છે.

NHAIનો આ સંકલિત અભિગમ ભારતના વિસ્તરી રહેલા હાઇવે નેટવર્ક પર રોડ યુઝર્સના અનુભવને વધારવા માટે ઝડપી, ડેટા-આધારિત રિસ્પોન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરે છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા પોતાની સેવા-વિતરણ પદ્ધતિઓમાં સતત નવીનીકરણ કરે છે, જેથી દરેક નાગરિકને સલામત, વિશ્વસનીય અને પારદર્શક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુલભ બને.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થળોમાં ચાલી રહેલી રોડ રી-સ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું
અત્યાર સુધીમાં વિવિધ માધ્યમ થકી ૭૩૨૬ જેટલા ખાડાઓની ફરિયાદ આવી, જેમાંથી ૬૫૯૪ જેટલા ખાડાઓનું સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું : શ્રી બંછાનિધિ પાની

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, સમારકામ, ડામર, લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની લોકોને પડતી મુશ્કલીનું ઝડપી નિરાકરણ લાવવા દરરોજ સવારે નિયમિત અમદાવાદના વિવિધ ઝોનની મુલાકાત લેતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ મંગળવારે સવારે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર વોર્ડ ખાતે વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલી રોડ રિ-સ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથો સાથ અમદાવાદનાં વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર થઈ રહેલા પેચવર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ અંગે વાત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ રસ્તાઓ પર દરરોજ સવારે નિરીક્ષણ કરીને જ્યાં પણ ખાડા હોય એનું તરત જ સમારકામ કરવામાં આવે છે. રોજે રોજ યુદ્ધના ધોરણે જે કોઇ રસ્તા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત હોય અથવા બીજા કામ જેમ કે વોટર કે ડ્રેનેજ કે પછી સિવરેજના કામોના કારણે માર્ગ ક્ષતિગ્રસ્ત હોય એવા તમામ કામોના સમારકામ પણ સાથો સાથ કરવામાં આવી રહ્યા છે.

શ્રી બંછાનિધિ પાનીએ વધુમા ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઇન્ફ્રારેડના મશીનો છે, જેના થકી અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જેટ પેચરના દ્વારા અત્યારે કામ થઈ રહ્યું છે. જેટ પેચરમાં નાના-નાના જે ખાડા હોય એનું સમારકામ કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો હોટ મિક્સ પ્લાન્ટ છે, આ હોટ મિક્સ પ્લાન્ટ પણ પીપળજમાં કાર્યરત છે. આ પ્લાન્ટની કેપેસિટી ૧૮૦ ટન પર અવર છે. આ સાથે એક ખાનગી હોટમિક્સ પ્લાન્ટ પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોર્પોરેશન દ્વારા કોલ્ડ મિક્સના બેગ લેવામાં આવે છે. લગભગ અત્યાર સુધી ૧૪,૫૦૦ જેટલા કોલ્ડ મિક્સના બેગનો વપરાશ થયો છે. આ ઉપરાંત ૭૫૦૦ ટનના હોટમિક્સ જે છે એ મટીરિયલનો પણ ઉપયોગ આ કામગીરીમાં કરવામા આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમા ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના તમામ જે ફિલ્ડ સ્ટાફ છે એ ફિલ્ડ સ્ટાફ દરરોજ સવારે ૭.૦૦ વાગ્યાથી લઈને ૯.૦૦ વાગ્યા સુધી કાર્યરત હોય છે. આ ઉપરાંત સવારે અને રાત્રે જ રોડ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવે છે, જેનાથી દિવસ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ ન થાય.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ માધ્યમો થકી ફરિયાદો મળતી હોય છે, જેમાં સીસીઆરએસ કમ્પ્લેન્ટ મોનિટરીંગ સિસ્ટમ દ્વારા લોકોની ફરિયાદ આવે છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરામાં પણ કોઈપણ ખાડા દેખાય તો એ આપણે પ્રોએક્ટિવ રીતે એ ખાડાઓનું તરત જ મોનિટરીંગ કરીને એનું સમારકામ કરીએ છીએ.

અત્યાર સુધીમાં ૭૩૨૬ જેટલા ખાડાઓ અલગ અલગ કમ્પ્લેન્ટસના માધ્યમ થકી કે પછી કોર્પોરેશનના કેમેરા થકી ધ્યાને આવ્યા આવ્યા છે. જેમાંથી ૬૫૯૪ જેટલા ખાડાઓને પૂરી દેવામાં આવ્યા છે, એટલે કે તેનું તરત જ સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.