#RushikeshPatel – GNS NEWS

ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 16

વડોદરા,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે કે ૧૨ માસમાં પૂર્ણ કરવાની સૂચના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. જેના માટે આગામી ૩ માસમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાશે.

વધુમા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે.

આ ૧૩૩ પુલો પૈકી ૨૦ પુલો તમામ વાહનો માટે, જ્યારે ૧૧૩ પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે જેના પર હળવા વાહનોનો વાહનવ્યવહાર સુગમ રીતે ચાલુ રખાયા છે.

આ ૧૩૩ બંધ કરેલ પુલોમાં NDT (નોન-ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ) કરાવી, જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ, પુન: બાંધકામની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.

વિભાગ હસ્તકના રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી અને ૭૦% થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરવા કરી દેવામાં આવી છે. તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે.

છેલ્લા ૪ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦,૭૬૭ થી વધીને ૩૫,૧૧૮ થઇ. આમ, નવા ૨૪,૩૫૧ નાગરીકો (૨૨૬% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.

નવી દિલ્હી ખાતે One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો :- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪

(જી.એન.એસ) તા. 16

નવી દિલ્હી,

One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાત યોજાયેલ કાર્યક્રમમાં One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. ‘એક જિલ્લો, એક ઉત્પાદન'(ODOP) પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIIT(Department of Promotion of Industry and Internal trade) ના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હાથશાળ અને હસ્તકલાના કુલ ૩૧ ઉત્પાદનો, કૃષિ – સહકાર અને મત્સ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૩૩ ઉત્પાદનો અને ઉદ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૨૬ ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, One District One Product યોજના હેઠળ દરેક જિલ્લામાંથી એક અનોખા ઉત્પાદનની પસંદગી કરવામાં આવે છે. તેના  બ્રાન્ડિંગ અને પ્રચાર પ્રસાર થકી સરકારની વિવિધ યોજનાઓ મારફતે લાભ આપી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તે મુજબની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું.

આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાનો ઠરાવ કેબિનેટ માં મંજૂર
પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

(જી.એન.એસ) તા. 16

આણંદ/ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિના વિવિધ કામો માટે આ વર્ષે કુલ-૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મેહસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાને લઈ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલ હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”, “KARAMSAD ANAND MUNICIPAL CORPORATION” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરનામા થી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા’માં રૂપાંતરીત કરવામાં આવી હતી.