#schools – GNS NEWS

ઓનલાઈન ગેમિંગમાં લાખો રુપિયા હાર્યા વાઈસ પ્રિન્સિપાલ, તો પોતાની જ કોલેજમાંથી લાખો રુપિયાની કરી ચોરી
(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા કેસમાં અમદાવાદની એક મહિલા પ્રિન્સિપાલ ઓનલાઇન ગેમની લતના કારણે ગુનો કરતી પકડાઈ ગઈ છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય ચક્તિ થયા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. જેના કારણે ચોરી કરી હતી. મહિલા પ્રિન્સિપાલ ગેમિંગમાં રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચઢ્યા હતા. પોતાની જ કોલેજમાં 8 લાખ રુપિયાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર શુભમ નર્સિંગ કોલેજમાં ઘટના બની હતી. ચોરી બાદ CCTV ચેક કરતા સમયે ભાંડો ફૂટ્યો હતો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા ગઈ હતી.

આ કેસમાં આરોપી સુચિ રાય, અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી શુભમ નર્સિંગ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. શિક્ષણ વ્યવસ્થામાં નૈતિકતા અને જવાબદારીનું પ્રતિબિંબ ગણાતી વ્યક્તિએ પોતાનું માનવિક દાયિત્વ ભૂલીને મોટી ચોરીને અંજામ આપ્યો છે. તથાકથિત રીતે, છેલ્લા 5-6 મહિનાથી સુચિ રાય ઓનલાઇન ગેમિંગની લતનો શિકાર બની હતી. માસિક 47,000 રૂપિયાનું પગાર હોવા છતાં, તેણે ગેમિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યાં હતા. જેમ જેમ દેવું વધ્યું, તેમ તેમ આર્થિક દબાણ પણ વધ્યું. અંતે, પોતે કામ કરતી કોલેજમાંથી રૂપિયા ચોરી કરવાનો નિર્ણય કર્યો અને રૂ. 8 લાખની ચોરીને અંજામ આપ્યો.

CCTV પુરાવાથી ખુલ્યો પર્દાફાશ

કોલેજમાં થઈ રહેલી આર્થિક અનિયમિતતા બાદ જ્યારે ચોરીની ફરિયાદ થઈ, ત્યારે મેઘાણીનગર પોલીસે તરત જ તપાસ શરૂ કરી. CCTV ફૂટેજના આધારે પોલીસે શરૂઆતમાં ચશ્માની ફ્રેમ અને હાથ-પગના અંગૂઠાના નિશાનોથી સંદેહાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. વધુ તપાસ દરમિયાન પોલીસને સુચિ રાય પર શંકા જતાં, તેની પૂછપરછ કરવામાં આવી. કડક પૂછપરછમાં અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.

IPC હેઠળ ગુનો નોંધાઈ તપાસ આગળ ધપાઈ

આ ઘટનાને પગલે પોલીસે IPCની લગતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ, પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ. હાલ વધુ તપાસ ચાલુ છે.

નૈતિકતા સામે સવાલ ઉભા કરે તેવી ઘટના

આ કિસ્સો માત્ર ચોરી સુધી મર્યાદિત નથી, પણ એ શિક્ષણ જગતની પ્રતિષ્ઠા સામે પણ સવાલ ઊભા કરે છે. એક શિક્ષિકા, જે વિદ્યાર્થીને શિસ્ત અને જવાબદારી શીખવે છે, તે પોતે ગેરકાયદે માર્ગે ચાલે — એ નૈતિક સંકટ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સાવચેત રહેવાની અનિવાર્યતા સૂચવે છે — ખાસ કરીને ડિજિટલ ગેમિંગના વ્યસનથી દૂર રહેવા માટે. ટેકનોલોજીનો ઉપયોગ જીવન સરળ બનાવવા માટે હોવો જોઈએ, ન કે જીવન નષ્ટ કરવા માટે.

અમદાવાદની સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ અને મુંબઈથી બંને મળી આવતા પોલીસે સધન તપાસ શરુ કરી
(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે તપાસ કરતાં બંને વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી છે. બંને બાળકીએ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જ્યારે પોલીસે બંને બાળકીઓને અમદાવાદ પરત લાવવાની કામગીરી હાથ ધરી છે.

આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લૉ ગાર્ડન પાસેની સમર્થ શિક્ષણ સંકુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની બે દિવસ પહેલા શાળાએથી ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે, ‘અમે બાળકીઓને સવારે 7:30 આસપાસ શાળાએ મુકીને ગયા હતા. જોકે, આ પછી શાળામાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી હજુ શાળાએ આવી નથી.’ ત્યારબાદ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ગુમ બાળકીઓ બાબતે વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને અજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ ગુમ થયાના 48 કલાક સુધી કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓનું કહેવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. અંતે બંને બાળકીઓ સલામત હાલતમાં મુંબઈથી મળી આવી છે, ત્યારે પોલીસે બાળકીઓને ઘરે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને બાળકીઓ મુંબઈ સુધી કઈ રીતે પહોંચીને તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી.

બનાસકાંઠાના દાંતાની વેકરી પ્રાથમિક શાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર; 1નું મોત
(જી.એન.એસ) તા. 14

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં રવિવારે રાતે 9 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે, સોમવાર સુધીમાં વધુ 33 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ બાળકોને માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 બાળકોને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ દરમિયાન, 1 બાળકનું મોત નીપજ્યું હોવાનાં સમાચાર છે. આ અંગે જ્યારે આશ્રમશાળાનાં આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જે બાળકનું મોત થયું છે તે શાળાનો વિધાર્થી નથી. મૃતક યુવક પોતાના ભાઈને મળવા આવ્યો હતો અને મૃત યુવકને આ શાળામાં એડમિશન લેવાનું બાકી હતું. જ્યારે એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, શનિવારે દાળ ઢોકળી બનાવી હતી. ત્યાર બાદ રવિવારે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.

આ આશ્રમશાળા દાંતા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં, આશરે 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી SDM, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર, TDO, પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ માંકડી પહોંચ્યો હતો. શાળાનાં તમામ બાળકો 48 કલાક સુધી શિક્ષકોની દેખરેખ હેઠળ રહેશે અને શાળા ખાતે આરોગ્ય વિભાગ પણ જરૂરી દવાઓ લઈ પહોંચ્યું હોવાની માહિતી છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આંધ્ર સરકાર દ્વારા યોજાયેલી મેગા વાલી-શિક્ષક બેઠકમાં મુખ્યમંત્રી નાયડુ શિક્ષક બન્યા
(જી.એન.એસ) તા.10

કોઠાચેરુવુ,

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે માધ્યમિક શાળા પ્રમાણપત્રના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનો સામાજિક વિજ્ઞાન વર્ગ લીધો, જેમાં પરંપરાગત અને બિન-પરંપરાગત સંસાધનો, વીજ ઉત્પાદન, પેટન્ટ, જળ સંસાધનો અને ટેકનોલોજી જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

નાયડુનો વર્ગખંડ સત્ર આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આયોજિત એક વિશાળ રાજ્યવ્યાપી વાલી-શિક્ષક સભાનો ભાગ હતો, જેમાં 2.28 કરોડથી વધુ લોકો ભાગ લઈ રહ્યા હતા.

શ્રી સત્ય સાંઈ જિલ્લાના કોઠાચેરુવુ ગામની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમમાં લગભગ 75 લાખ વિદ્યાર્થીઓ, લગભગ 3 લાખ શિક્ષકો, 1.5 કરોડ વાલીઓ, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને 61,000 શૈક્ષણિક સંસ્થાઓના સરકારી અધિકારીઓ એકઠા થયા હતા.

“આ પેટીએમ અમને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન અને જાગૃતિને સમજવામાં મદદ કરે છે. જમીન કે મિલકત પાછળ છોડવાને બદલે, તમારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપો,” નાયડુએ તેમના સંબોધન દરમિયાન કહ્યું.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની પ્રગતિની સમીક્ષા પણ કરી, શૈક્ષણિક અહેવાલોનું વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરી. વાલીઓને શાળાના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવા અને મુક્તપણે સૂચનો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાથી લઈને શાળા વ્યવસ્થાપન સમિતિઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ – આ મોટા પાયે પહેલ માટે સરકાર દ્વારા દરેકને એકસાથે લાવવામાં આવ્યા હતા.

“તમે જેટલા વધુ બાળકોને શાળામાં મોકલશો, તેટલો જ તેમને થલ્લિકી વંદનમ યોજના હેઠળ લાભ થશે. દરેક માતાને તેમના શિક્ષણને ટેકો આપવા માટે વાર્ષિક ₹15,000 પ્રતિ બાળક મળે છે,” નાયડુએ કહ્યું.

તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે ટીડીપીની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારે ઉચ્ચ ગુણવત્તાવાળા ગણવેશ, બેગ, જૂતા અને પાઠ્યપુસ્તકો પૂરા પાડ્યા છે – “પહેલા કરતાં વધુ સારી”.

આ પહેલ શિક્ષણ મંત્રી નારા લોકેશ દ્વારા કલ્પના કરવામાં આવી હતી અને ગઠબંધન સરકારની રચના પછીની બીજી મોટી ઘટના છે.

લોકેશે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી શાળાના શિક્ષકો ખૂબ જ લાયક છે અને શાળાઓ હવે રમતગમત, સંગીત અને યોગ સહિત અભ્યાસેતર પ્રવૃત્તિઓ પણ પ્રદાન કરે છે.

“શાળાઓમાં કોઈ રાજકારણ નહીં હોય – ફક્ત શિક્ષણ. સરકાર જાહેર શાળાઓને ખાનગી સંસ્થાઓની સમકક્ષ બનાવવા માટે પ્રતિબદ્ધ છે,” લોકેશે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પર તત્કાલીન મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીનો ફોટો છાપવા બદલ અગાઉની વાયએસઆરસીપી સરકારની ટીકા કરતા કહ્યું.

“આ મેગા ઇવેન્ટમાં આશરે 2.30 કરોડ લોકો ભાગ લઈ રહ્યા છે,” લોકેશે સભાને સંબોધતા ઉમેર્યું.

સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, સરકારી અને ખાનગી બંને સંસ્થાઓમાં દર વર્ષે આવા મોટા પાયે પેટીએમ યોજવાનું આયોજન છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની ફળશ્રુતિ; ૩૨,૭૯૦ ભૂલકાંઓએ પકડ્યો શિક્ષણનો પંથ – ૩,૨૪૬ બાળકોએ ખાનગી શાળા છોડીને લીધો મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ
(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની સફળતાને પગલે આ વર્ષે ૩૨,૭૯૦ બાળકો અને બાલિકાઓએ બાલવાટિકા તેમજ ધોરણ ૧માં પ્રવેશ મેળવ્યો છે.

૧૩,૬૬૮ બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૬૮૧૮ દીકરાઓ અને ૬૮૫૦ દીકરીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ૧૯,૧૨૨ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો જેમાં, ૯૫૭૪ દીકરાઓ અને ૯૫૪૮ દીકરીઓનો સમાવેશ થાય છે.

માત્ર એટલું જ નહીં, શાળા પ્રવેશોત્સવના પરિણામે ૩,૨૪૬ જેટલા બાળકોએ ખાનગી શાળા છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ૧૭૦૬ દીકરાઓ અને ૧૫૪૦ દીકરીઓનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી શાળામાં ૪૯૫ બાળકો, ઉર્દુ શાળામાં ૫૨ બાળકો, હિન્દી શાળામાં ૧૭૦ બાળકો અને ગુજરાતી શાળામાં ૨૫૨૯ બાળકોએ ખાનગી શાળા છોડી પ્રવેશ લીધો છે.

ગાંધીનગરના સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાં દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ પાંચ દિવ્યાંગ શાળાના ૩૪ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો

શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

“સૌ ભણે, સૌ આગળ વધે”ના સંકલ્પથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરના સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર ખાતેથી વિવિધ પાંચ દિવ્યાંગ શાળાના ૩૪ બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.

દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, પરંતુ આપણા સૌની સહિયારી  જવાબદારી છે. દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા માટે યોગ્ય શિક્ષણ આપી તેમને સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

મંત્રીશ્રીએ દિવ્યાંગ શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારા સાથે જોડવાનું શ્રેષ્ઠ કાર્ય દિવ્યાંગ શાળાના શિક્ષકો કરી રહ્યાં છે. બાળકોને સમજવા અને તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ પણ આ જ શિક્ષકો કરી રહ્યાં છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે ૧૨૮ શાળાઓ કાર્યરત છે. એક શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવે છે. વર્ગનું કાળું પાટિયું અનેકના જીવનમાં પ્રકાશ રેલાવે છે. આજે આપણે એવા દિવ્યાંગ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીએ છીએ કે જેમના જન્મથી જ કંઈક ત્રુટિ રહી ગઈ હોય, તેમના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવવાનું કામ આપણે કરવાનું છે.

આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી શાળામાં ઉપસ્થિત વાલીશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા બાળકોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ શ્રી મોહમ્મદ શાહી, સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.