#students – GNS NEWS

તેલંગાણાના નાગરકુર્નૂલમાં સરકારી શાળામાં રાત્રિભોજન પછી 60 થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ
(જી.એન.એસ) તા. 27

નાગરકુર્નૂલ,

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં આવેલી રાજ્ય સંચાલિત કન્યા નિવાસી શાળાની 60 થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિભોજન પછી ઉલટી અને અન્ય લક્ષણોની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેમાંથી 50 વિદ્યાર્થીઓને બાદમાં રજા આપવામાં આવી હતી, અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

ઉય્યાલાવાડાની નિવાસી શાળામાં શનિવારે રાત્રે રાત્રિભોજન કર્યા પછી 64 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તેમની સ્થિતિ સ્થિર છે, તેમણે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 50 વિદ્યાર્થીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, એમ એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા ખાધા સમયે દહીં સંપૂર્ણપણે આથો ન હતો અને પ્રાથમિક અહેવાલો મુજબ વિદ્યાર્થીઓ બીમાર પડવાનું કારણ હોવાની શંકા છે, તેમણે જણાવ્યું હતું.

આ ઘટનાના સંદર્ભમાં તપાસ કરવામાં આવશે, અધિકારીઓએ જણાવ્યું હતું, ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. અહેવાલના આધારે, ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે અને તે મુજબ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે, અધિકારીઓએ ઉમેર્યું હતું.

બનાસકાંઠાના દાંતાની વેકરી પ્રાથમિક શાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર; 1નું મોત
(જી.એન.એસ) તા. 14

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં રવિવારે રાતે 9 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે, સોમવાર સુધીમાં વધુ 33 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ બાળકોને માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 બાળકોને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ દરમિયાન, 1 બાળકનું મોત નીપજ્યું હોવાનાં સમાચાર છે. આ અંગે જ્યારે આશ્રમશાળાનાં આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જે બાળકનું મોત થયું છે તે શાળાનો વિધાર્થી નથી. મૃતક યુવક પોતાના ભાઈને મળવા આવ્યો હતો અને મૃત યુવકને આ શાળામાં એડમિશન લેવાનું બાકી હતું. જ્યારે એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, શનિવારે દાળ ઢોકળી બનાવી હતી. ત્યાર બાદ રવિવારે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.

આ આશ્રમશાળા દાંતા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં, આશરે 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી SDM, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર, TDO, પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ માંકડી પહોંચ્યો હતો. શાળાનાં તમામ બાળકો 48 કલાક સુધી શિક્ષકોની દેખરેખ હેઠળ રહેશે અને શાળા ખાતે આરોગ્ય વિભાગ પણ જરૂરી દવાઓ લઈ પહોંચ્યું હોવાની માહિતી છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમ
(જી.એન.એસ) તા. 13

જામનગર,

વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે 2020 પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ) તરીકે ખ્યાતિ પામી છે તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ 12 જુલાઈના રોજ યોજાયો હતો. જેમાં ભારત સરકારના આયુષ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે તાલિમ બાદ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીડીજી દિલ્હીથી સત્યજિત પોલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, આઈ.ટી.આર.એના નિયામક તનુજા મેસરી, વિજ્ઞાન ભરતી નવી દિલ્હીથી શેખર માંડે અને એકેડમિક ડીન  પ્રો. હિતેશ વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે બોલતા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાનું હૃદય પણ છે. અહીં આયુર્વેદનું પ્રથમ સંશોધન કેન્દ્ર, પ્રથમ યુનિવર્સિટી, યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી સંસ્થાઓ અને હવે આયુર્વેદ સહિત પરંપરાગત દવાઓ માટે વિશ્વનું પ્રથમ WHO સહયોગ કેન્દ્ર પણ અસ્તિત્વમાં આવી રહ્યું છે. તેથી, ભારતમાં આયુર્વેદ અભ્યાસ, શિક્ષણ, સંશોધન અને દવાના ક્ષેત્રમાં આ ભૂમિનું એક અનોખું સ્થાન છે.

વધુમાં તેમણે જણાવ્યું કે ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આ કેમ્પસની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એકત્ર કરી અને ITRA ની સ્થાપના કરી. અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે સંસ્થાના ઉદ્ઘાટન સમયે, વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક, ડૉ. ટેડ્રોસ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે WHO હેઠળ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન પણ અહીં સ્થાપિત કરવામાં આવશે. આ WHOનું પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટેડ સેન્ટર છે જે પરંપરાગત દવાને સમર્પિત છે. આ કેન્દ્ર ભારતના ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને મૂર્તિમંત કરે છે.

તેમણે ઉમેર્યું કે આયુષ મંત્રાલયે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સહયોગની દિશામાં સરકારી સ્તરે 24 થી વધુ દેશો અને સંસ્થાકીય સ્તરે 50થી વધુ દેશો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત, આ સહયોગ દ્વારા, સરકારે ભારતીય દૂતાવાસોમાં હાલમાં 38 દેશોમાં આયુષ ચેરની સ્થાપના, સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો તેમજ 42 આયુષ માહિતી કેન્દ્રોની સ્થાપના વિશે માહિતી આપી હતી. અંતે તેમણે આ સમારોહમાં ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓ, ફેલો અને તમામ ફેકલ્ટીઓને અભિનંદન આપ્યા અને ભગવાન ધન્વંતરીને તેમના સફળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.

પોતાની સંસ્થા મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે સંસ્થાના વિવિધ એકમો અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. તેમણે ધનવંતરી મંદિરમાં ભગવાન ધનવંતરીની પ્રતિમાનું પૂજન કર્યું, WHO ના GTMC ભવન અને સંસ્થાના મુખ્ય મકાનની મુલાકાત લીધી અને ધન્વંતરી ગ્રાઉન્ડમાં યોગ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 234 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 143 MD/MS ડોક્ટર, 35 એમ.ફાર્મ (આયુર્વેદ), 2 M.Sc. (ઔષધીય વનસ્પતિ), 33 ડિપ્લોમા (આયુર્વેદ ફાર્મસી), 18 ડિપ્લોમા (નેચરોપથી), અને 3 PG ડિપ્લોમા (Y.N.) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદેશથી આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સાથે પાંચ શ્રેણીઓના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને તે સિવાય શ્રેષ્ઠ સંશોધન અને શ્રેષ્ઠ સંશોધન પ્રકાશન માટે બે વિશેષ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

દીક્ષાંત સમારોહના અંતે કુલ બે રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી (ત્રિવેન્દ્રમ) અને ફાર્માકોપીયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી (ગાઝિયાબાદ) સાથે સહયોગનો સમાવેશ થાય છે. આ ભાગીદારી દ્વારા, વિજ્ઞાન, ટેકનોલોજી અને તબીબી પ્રથાઓને જોડીને નવા સંશોધન અને જાહેર આરોગ્ય સંબંધિત કાર્ય કરવામાં આવશે.

સંસ્થા પરિચય :-

આઈ.ટી.આર.એના ભવ્ય ઇતિહાસમાં નજર નાખીયે તો ભારતની આઝાદી પહેલા જામનગરના તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ અને રાજમાતા ગુલાબકુંવરબાની આયુર્વેદ પ્રત્યેની નિષ્ઠા અને આસ્થાને કારણે વર્ષ 1940માં આયુર્વેદના વિકાસ, પ્રચાર પ્રસાર અને શિક્ષણ સંશોધનના હેતુથી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના થઇ હતી. જે સંસ્થાએ વર્ષો જુના ગ્રંથ ચરક સંહિતાનો અંગ્રેજી અનુવાદ કરી વિશ્વ સમક્ષ આયુર્વેદને ઓળખ આપવાનું કામ કર્યું હતું. વર્ષ 1944માં આ પ્રવૃત્તિને વેગ આપવા રાજપરિવારે દાન આપેલી 30 એકર જગ્યામાં આયુર્વેદ સંશોધન અને ચિકિત્સા કેન્દ્રનું કામ શરુ થયું અને 1 જુલાઈ 1946માં તેમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો. તે સમયના ધનિક વેપારી શેઠ ચત્રભુજ જેવા મહાનુભાવોએ પણ આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.

વર્ષ 1951માં આયુર્વેદ અંગે સંશોધનનું કામ જોઈને આઝાદ ભારતને સરકારે પણ આ સંસ્થાને આર્થિક મદદ શરુ કરી જેના કારણે વર્ષ ૧૯૫૪માં સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર સી.આઇ.આર.આઇ.એસ.એમ. પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં ભારતવર્ષનો સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ(અનુસ્નાતક) શિક્ષણ સંસ્થાન પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેના પ્રથમ કુલપતિ વિજય ઠાકરે આ સંસ્થાને એક નવી ઉંચાઈ પ્રદાન કરી અને વર્ષ 2004 સુધી વિશ્વમાં એક માત્ર આયુર્વેદિક યુનિવર્સીટી હોવાનું ગૌરવ ગુજરાતને ફાળે આવ્યુ અને એઇમ્સ જેટલી જ પ્રતિષ્ઠિત ભારતની પ્રથમ આયુર્વેદ સંસ્થા દેશને મળી. દેશને 4 પદ્મશ્રી પુરસ્કાર ધરાવતા નિષ્ણાતો આપનારી આ સંસ્થા હજુ સમય સાથે કદમતાલ મિલાવતા આયુર્વેદને આધુનિક તકનીકની મદદથી વિશ્વને પોતાના જ્ઞાનનો લાભ આપી રહી છે.

વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના કામને વિવધતા અને સુલભતા આપવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ)ની સ્થાપના કરી. અહીં આજે ચાલી રહેલા યોગ, આયુર્વેદ, નિસર્ગોપચાર અને ફાર્મસી જેવા પ્રકલ્પોમાં વિશ્વને વિવિધ ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાત બનાવવા માટે ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી જેવી ડિગ્રીઓ આપવાનું કામ ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કરી રહ્યા છે. તેમાં પણ યોગ અને નેચરોપેથી માટે પણ કુલ ૧૮ પ્રકારના અભ્યાસો અહીં ચાલે છે જેમાં ડોક્ટરો માટે પણ ખાસ યોગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા ૧૫ રાષ્ટ્રીય અને ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, અર્જેન્ટિના, બ્રાઝિલ, વગેરે આઠ દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધર્યા છે.

અહીંથી સાડા પાંચ વર્ષના અભ્યસક્રમને પૂર્ણ કર્યા બાદ વિશ્વના દરેક ખૂણામાં યોગ અને આયુર્વેદના આશીર્વાદ આપવા માટે નિષ્ણાતો તૈયાર થતા હોય છે જેમાં  વિદેશથી આવેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર વિશ્વને આઈટીઆરએ દ્વારા કરવામાં આવતા સંશોધનો અંગે માહિતગાર કરવા માટે  https://ayurvedlibrary.com ઓનલાઇન લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાદવે કર્યું હતું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાંથી 2020માં આઈ.ટી.આર.એ. બનેલી સંસ્થાની એક મુખ્ય વિશેષતા છે અહીંના સર જુવાનસિંહજી સંગ્રહાલય અને પુસ્તકાલયનો પુસ્તક સંગ્રહ. આ પુસ્તકાલયમાં યોગ આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પદ્ધતિના સંશોધન અંગેના 35 હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં પાંડુ અને શારદા લિપિમાં લખાયેલા સદીઓ જુના 7 હજારથી વધુ ભોજપત્રો અને પીએચડી થયેલા વિદ્યાર્થીઓના નિબંધગ્રંથોનો સમાવેશ થાય છે. જેને સાચવવા માટે યોગ્ય તાપમાનમાં રાખવામાં આવે છે અને પ્રાચીન પધ્ધતી મુજબ શુક્ષ્મ જીવોથી બચાવવા લાલ કપડામાં લપેટવામાં આવે છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત થતા આયુના પણ બધા સંસ્કરણો અહીં ઉપલબ્ધ છે.

સૌથી અગત્યની બાબત છે ભારતની વિશ્વ એક કુટુંબની ભાવનાને આગળ ધપાવતા પુસ્તકાલયના તમામ પુસ્તકો અને ભોજપત્રોનું ડિજિટલાઇઝેશન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કેનરની મદદથી થઇ રહ્યું છે જેના કારણે નજીકના ભવિષ્યમાં જ આ તમામ ગ્રન્થોના જ્ઞાનનો લાભ વિશ્વમાં ગમે તે સ્થળેથી કોઈ પણ વ્યક્તિ વિના મુલ્યે લઇ શકે છે.

WHO-GTMC (ગ્લોબલ ટ્રેડિશનલ મેડિકલ સેન્ટર)

વિશ્વની 360થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં સંશોધનને અવકાશ મળે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર ભારત સરકારના આર્થિક સહયોગથી WHO-GTMC (ગ્લોબલ ટ્રેડિશનલ મેડિકલ સેન્ટર) ગુજરાતમાં જામનગરને મળ્યું છે જેના કારણે વિશ્વની તમામ પરાંપરાગત ઉપચાર પદ્ધતિઓ માટેના નિષ્ણાતો તૈયાર થશે અને સામાન્ય લોકો સુધી પહોંચશે. દવા ઉત્પાદકોના આર્થિક લાભ માટે ડોક્ટર કામ કરે તેવી ખરાબ પદ્ધતિઓ વિશ્વમાંથી દૂર થાય અને નાનપણથી ગ્રેપ વોટરથી શરુ થયેલી માન્યતાઓ ઉમર જતા મોંઘી દવાઓ સુધી પહોંચે તે પ્રક્રિયાને નાબૂદ કરવા માટે આ સેન્ટરનું મહત્વ ખુબ જ વધી જાય છે. WHO દ્વારા વિશ્વની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ અંગેના દસ્તાવેજો અને તેના દર્દીઓ ઉપરના તેમના સંશોધનોનો લાભ દરેક મનુષ્યને મળે તે માટે WHOની વેબસાઈટ પાર તમામ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેને વર્લ્ડ ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઈબ્રેરી કહેવામાં આવશે. આ સિવાય આ પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને વૈશ્વિક માન્યતા મળે તે માટે પણ WHO કાર્યરત છે.

આધુનિક ઢબે કામ કરતી સંસ્થા WHOએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી તમામ ડેટાનો ઉપયોગ કરી આ વર્ષે પ્રથમ વખત પોતાના જર્નલને ફક્ત પ્રાચીન ઉપચાર પદ્ધતિને સમર્પિત કર્યું છે.

બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક ૪ ટકાના સરળ વ્યાજે રૂ. ૧૫ લાખની લોનની જોગવાઈ

(જી.એન.એસ) તા. 11

ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ અત્યાર સુધીમાં બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨.૪૩ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે. વંચીતોના વિકાસને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અમલી બનાવાઈ છે.

વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવાઈ છે. વર્ષ ૨૦૧૮થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૧૫ લાખ લેખે કુલ રૂ. ૨૧૮૨.૪૩ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.

વિદેશી અભ્યાસ લોન યોજના હેઠળ, બિન-અનામત શ્રેણીના વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો કરવા માટે વાર્ષિક ૪ ટકાના સરળ વ્યાજ દરે ૧૫ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત અને કૌટુંબિક આવક મર્યાદા રૂ. ૦૬ લાખ રાખવામાં આવી છે.

ગુજરાતના દરેક વર્ગના નાગરીકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ લોન ધોરણ-૧૨ કે માન્યતા પ્રાપ્ત સમકક્ષ અભ્યાસક્રમમાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ. ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા,પી.એચ.ડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના વધુમાં વધુ બે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ આપવામાં આવેલી લોનમાં રૂ. પાંચ લાખ સુધીની કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧ વર્ષ છૂટ બાદ પાંચ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે. જ્યારે રૂ. પાંચ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ છૂટ બાદ છ વર્ષના સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે

શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ; સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે
શાળાના બાળકોને રૂ. ૨૯.૪૫ કરોડના ખર્ચે ૩૦ પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે

(જી.એન.એસ) તા.10

કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરીને બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના દૂરંદેશી વિઝનને પરિપૂર્ણ કરવા નવી શિક્ષણ નીતિ-૨૦૨૦માં બાળકોના ભણતર સાથે-સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમતને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી સમયમાં ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો માટે રમત-ગમતના વિવિધ સાધનો સાથેની કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. કુલ રૂ. ૨૯.૪૫ કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે ૩૦ પ્રકારના રમત-ગમતના સાધાનો આપવામાં આવશે.

શાળાઓમાં રમત-ગમતથી બાળકો અને શૈક્ષણિક પદ્ધતિ બન્નેને ઘણો લાભ થાય છે. રમત-ગમત બાળકોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે, તેનાથી બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસ થાય છે. બાળકના સંપૂર્ણ વિકાસમાં રમત-ગમતનું યોગદાન વિશિષ્ટ ભૂમિકા ભજવે છે, જે વ્યક્તિત્વ વિકાસને પણ સુનિશ્ચિત કરે છે.

શાળાના બાળકોને રમત-ગમતના સાધનો આપવાથી બાળકોની સ્પોર્ટ્સમાં રૂચી વધશે અને પરિણામે સ્પોર્ટ્સથી બાળકોમાં સંઘ ભાવના, સહકાર, સ્વ-પહેલ, સ્વાવલંબન, સ્વ-શિસ્ત, જવાબદારી, નાગરિકતા જેવા કૌશલ્યોનો વિકાસ થશે. શાળામાં શિક્ષણની સાથે રમત-ગમતને સામેલ કરીને વિદ્યાર્થીમાં જીવનભર શારીરિક રીતે સક્ષમ રહેવાનો, જીવનભર નિરોગી અને સ્વસ્થ રહેવાનો અભિગમ  કેળવવામાં આવશે, જે “ફીટ ઇન્ડિયા મૂમેન્ટ” અંતર્ગત નક્કી કરેલા બીજા જીવન કૌશલ્યો સિદ્ધ કરવામાં પણ મદદરૂપ થશે.

આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરી, રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન-૧માં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઝોન-૨માં અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, ઝોન-૩માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર–સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા, ઝોન-૪માં આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ તેમજ ઝોન-૫માં ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ જિલ્લામાં મળીને કુલ ૩૪,૪૦૦થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.

સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા વર્ષ-૨૦૨૨માં તમામ સરકારી સ્કૂલોને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. આ વખતે સ્પોર્ટ્સ કીટ ખરીદવામાં વધુ પારદર્શકતા જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સ કીટ મળી રહે અને ઓછા ખર્ચે વધુ સાધન સામગ્રી બાળકોને મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા દ્વારા રાજ્ય સરકારી શાળાઓમાં સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે.

સ્પોર્ટ્સ કીટમાં સમાવિષ્ટ રમત-ગમતના સાધનો

વિદ્યાર્થીઓને આપવામાં આવનાર સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આંધ્ર સરકાર દ્વારા યોજાયેલી મેગા વાલી-શિક્ષક બેઠકમાં મુખ્યમંત્રી નાયડુ શિક્ષક બન્યા
(જી.એન.એસ) તા.10

કોઠાચેરુવુ,

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે માધ્યમિક શાળા પ્રમાણપત્રના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનો સામાજિક વિજ્ઞાન વર્ગ લીધો, જેમાં પરંપરાગત અને બિન-પરંપરાગત સંસાધનો, વીજ ઉત્પાદન, પેટન્ટ, જળ સંસાધનો અને ટેકનોલોજી જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

નાયડુનો વર્ગખંડ સત્ર આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આયોજિત એક વિશાળ રાજ્યવ્યાપી વાલી-શિક્ષક સભાનો ભાગ હતો, જેમાં 2.28 કરોડથી વધુ લોકો ભાગ લઈ રહ્યા હતા.

શ્રી સત્ય સાંઈ જિલ્લાના કોઠાચેરુવુ ગામની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમમાં લગભગ 75 લાખ વિદ્યાર્થીઓ, લગભગ 3 લાખ શિક્ષકો, 1.5 કરોડ વાલીઓ, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને 61,000 શૈક્ષણિક સંસ્થાઓના સરકારી અધિકારીઓ એકઠા થયા હતા.

“આ પેટીએમ અમને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન અને જાગૃતિને સમજવામાં મદદ કરે છે. જમીન કે મિલકત પાછળ છોડવાને બદલે, તમારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપો,” નાયડુએ તેમના સંબોધન દરમિયાન કહ્યું.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની પ્રગતિની સમીક્ષા પણ કરી, શૈક્ષણિક અહેવાલોનું વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરી. વાલીઓને શાળાના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવા અને મુક્તપણે સૂચનો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાથી લઈને શાળા વ્યવસ્થાપન સમિતિઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ – આ મોટા પાયે પહેલ માટે સરકાર દ્વારા દરેકને એકસાથે લાવવામાં આવ્યા હતા.

“તમે જેટલા વધુ બાળકોને શાળામાં મોકલશો, તેટલો જ તેમને થલ્લિકી વંદનમ યોજના હેઠળ લાભ થશે. દરેક માતાને તેમના શિક્ષણને ટેકો આપવા માટે વાર્ષિક ₹15,000 પ્રતિ બાળક મળે છે,” નાયડુએ કહ્યું.

તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે ટીડીપીની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારે ઉચ્ચ ગુણવત્તાવાળા ગણવેશ, બેગ, જૂતા અને પાઠ્યપુસ્તકો પૂરા પાડ્યા છે – “પહેલા કરતાં વધુ સારી”.

આ પહેલ શિક્ષણ મંત્રી નારા લોકેશ દ્વારા કલ્પના કરવામાં આવી હતી અને ગઠબંધન સરકારની રચના પછીની બીજી મોટી ઘટના છે.

લોકેશે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી શાળાના શિક્ષકો ખૂબ જ લાયક છે અને શાળાઓ હવે રમતગમત, સંગીત અને યોગ સહિત અભ્યાસેતર પ્રવૃત્તિઓ પણ પ્રદાન કરે છે.

“શાળાઓમાં કોઈ રાજકારણ નહીં હોય – ફક્ત શિક્ષણ. સરકાર જાહેર શાળાઓને ખાનગી સંસ્થાઓની સમકક્ષ બનાવવા માટે પ્રતિબદ્ધ છે,” લોકેશે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પર તત્કાલીન મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીનો ફોટો છાપવા બદલ અગાઉની વાયએસઆરસીપી સરકારની ટીકા કરતા કહ્યું.

“આ મેગા ઇવેન્ટમાં આશરે 2.30 કરોડ લોકો ભાગ લઈ રહ્યા છે,” લોકેશે સભાને સંબોધતા ઉમેર્યું.

સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, સરકારી અને ખાનગી બંને સંસ્થાઓમાં દર વર્ષે આવા મોટા પાયે પેટીએમ યોજવાનું આયોજન છે.

યુપી સ્કૂલની એક હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગોમાં ધોરણ 6 ના વિદ્યાર્થીનું મોત; તપાસ શરૂ
(જી.એન.એસ) તા. 9

ઉત્તર પ્રદેશની એક શાળાના છાત્રાલયમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, ૧૩ વર્ષનો અનુરાગ કાસગંજ જિલ્લાનો રહેવાસી હતો અને ગુરુકુલ સ્કૂલના હોસ્ટેલમાં રહેતો હતો.

મંગળવારે સવારે, જ્યારે ક્લાસ મોનિટર તેને જગાડવા ગયો, ત્યારે તેણે અનુરાગના નાક અને કાનમાંથી લોહી નીકળતું જોયું. છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, અધિકારીએ જણાવ્યું.

દ્વિવેદીએ કહ્યું કે પરિવારે હજુ સુધી ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી, પરંતુ કેસની તપાસ માટે છ પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

તેમણે, અધિક પોલીસ અધિક્ષક દીક્ષા ભાવરે સાથે, શાળાની મુલાકાત લીધી, સાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો નોંધ્યા, અને અધિકારીઓને તપાસ ઝડપી બનાવવા સૂચના આપી.