#Suratpolice – GNS NEWS

ભારતીય માનક બ્યૂરોએ ISI માર્ક વિના ડીઝલ એન્જિન NOx રિડક્શન એજન્ટ AUS 32 બનાવતા યુનિટ પર દરોડા પાડ્યા
(જી.એન.એસ) તા.29

સુરત

ભારતીય માનક બ્યૂરો (BIS)એ સુરતના પલસાણા-હઝીરા હાઈવે પર આવેલી મેસર્સ પ્યોરલુબ પેટ્રોકેમ પર 28 જુલાઈ, 2025ના રોજ દરોડો પાડી, ISI માર્ક વિના ડીઝલ એન્જિન NOx રિડક્શન એજન્ટ AUS32નું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ કાર્યવાહી કરી છે.

દરોડા દરમિયાન, BIS અધિકારીઓએ કંપની પાસેથી 3,220 લિટર ડીઝલ એન્જિન- NOx રિડક્શન એજન્ટ AUS 32 જપ્ત કર્યું હતું. મેસર્સ પ્યોરલુબ પેટ્રોકેમ પાસે આ ઉત્પાદન માટે BIS લાઇસન્સ ન હતું. ભારત સરકારના રસાયણ અને ઉર્વરક મંત્રાલયના S.O. 922 (E) તારીખ 26.02.2024ના નિર્દેશ મુજબ, ડીઝલ એન્જિન-NOx રિડક્શન એજન્ટ AUS 32 માટે ISI માર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ છે કે કોઈપણ ઉત્પાદક કે વેપારી માન્ય લાઇસન્સ વિના ISI માર્કવાળા AUS32નું ઉત્પાદન, વેચાણ અથવા સંગ્રહ કરી શકશે નહીં.

આ પ્રકારનું કૃત્ય ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17નું ઉલ્લંઘન ગણાય છે. આ એક દંડનીય અપરાધ છે, જેમાં બે વર્ષ સુધીની જેલ અથવા ઓછામાં ઓછા ₹ 2,00,000/- નો આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

BIS દ્વારા જણાવાયું છે કે ઘણા ઉત્પાદકો સામાન્ય જનતાને છેતરવા માટે માન્ય લાઇસન્સ વિના ISI માર્કવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આવા ISI માર્કના દુરુપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી લોકોને બચાવવા માટે BIS દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના માનકચિહ્નના દુરુપયોગની અથવા ફરજિયાત પ્રમાણન હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈ માહિતી હોય, તો તેઓને  પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001. ફોન: 0261 – 2990071. ઇમેઇલ: subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઇ-મેઇલ  દ્વારા ફરિયાદ કરી શકે છે:

આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ પ્રકારના દરોડા ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કચેરી દ્વારા 16-07-2025 પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન કરવું જરૂરી
(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કચેરી દ્વારા 16- 07-2025 પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન અંતર્ગત

ધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં પ્લાનિંગ એરીયામાં વેચાણના હેતુ માટેની રિયલ એસ્ટેટ યોજના, પ્રોજેક્ટ માટે રેરા સત્તામંડળ સમક્ષ નોંધણી કરાવવી ફરજીયાત છે. કાયદાની જોગવાઇઓ મુજબ દરેક પ્રમોટરે તેમના નોંધાયેલ પ્રોજેક્ટની પ્રગતિ સંબંધે રેરા પોર્ટલ ઉપર પ્રોજેકટનો ત્રિમાસિક પ્રગતિ અહેવાલ Quarterly Progress Report (QPR) રજૂ કરવાનો થાય છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓથોરિટી) દ્વારા આ માટે રેરાના પોર્ટલ ઉપર, જે તે પ્રમોટર પોતાના Log-in ની મદદથી સંબંધિત પ્રોજેક્ટના QPR રજૂ (Upload) કરી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરેલી છે.

સુરત સ્થિત.ફા.ટી.પી. સ્કીમ નં.૩૦ (વણકલા-ઓખા-વિહેલ) બ્લોક નં. ૯૫/એ, ઓ.પી. નં. ૫૯/એ. ફા. પ્લોટ નં. ૫૯ વાળી જમીન ઉપર સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા “AROMA HEIGHTS” નામના રીયલ એસ્ટેટ પ્રોજેક્ટના બાંધકામને મંજુરી આપવામાં આવેલ હતી. તે આધારે આ પ્રોજેક્ટના પ્રમોટરે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ખાતે આ પ્રોજેક્ટની નોંધણી કરાવેલ હતી. આ પ્રોજેક્ટનો રેરા રજીસ્ટ્રેશન નં. PR/GJ/SURAT/SURAT CITY/Surat Municipal Corporation/ MN212AA10112/0410228.

સદરહું પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા રેરા પોર્ટલ પર પ્રોજેક્ટના ત્રિમાસિક પ્રગતિ અહેવાલ નિયમીત રીતે રજુ કરેલ ન હોઈ સુરત શહેરી વિકાસ સત્તામંડળને પત્ર પાઠવી પ્રોજેક્ટની હાલની સ્થિતી અંગેની માહીતી મંગાવેલ હતી. આ અન્વયે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સદર પ્રોજેક્ટમાં આપેલ વિકાસ પરવાનગી સ્થગિત કરવા તથા સ્થળે આગળનું બાંધકામ ન કરવા હુકમ કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે.

આમ હકીકતે, રેરા કચેરી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૫ ના રોજ “ધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૨૦૧૬* ની કલમ-૩૬ મુજબ, સદરહુ પ્રોજેક્ટ “AROMA HEIGHTS” નું રેરા રજીસ્ટ્રેશન સ્થગિત(Suspend) કરવા હુકમ કરવામાં આવેલ છે. આથી આ પ્રોજેક્ટમાં હવે પછી પ્રોજેક્ટનું માર્કેટિંગ, યુનીટનું બુકીંગ/વેચાણ કરવું પ્રતિબંધીત બને છે. પ્રતિબંધ બાદ પણ પ્રોજેક્ટનું માર્કેટિંગયુનીટનું બુકીંગ/વેચાણની કાર્યવાહી કરવાના કિસ્સામાં રેરા એક્ટની જોગવાઈના ભંગ બદલ દંડનીય કાર્યવાહીને પાત્ર બનશે.

સદર પ્રોજેક્ટનું રેરા રજીસ્ટ્રેશન સ્થગિત કર્યા બાબતે રેરા પોર્ટલ ઊપર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તદ્દઉપરાંત આ બાબતની જાણ સંલગ્ન સબ રજીસ્ટ્રાર ઓફીસ તથા આ પ્રોજેક્ટના રેરા બેંક એકાઉન્ટ ના બેંકર HDFC બેંકને પણ કરવામાં આવેલ છે.

સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યા મામલે 4 પૈકી ઝડપાયેલા 1 લુટારુને સાથે રાખીને પોલીસે ઘટના મામલે તપાસ કરી
(જી.એન.એસ) તા. 12

સુરત,

સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા? તેની જાણકારી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ આદરી છે.

થોડા દિવસ પહેલા 3-4 જેટલા બંદૂકધારી ઇસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, છાતીનાં ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટના્સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. સરાજાહેર થયેલ આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા હતા.

આ ઘટનામાં સ્થાનિકોએ એક લુટારુને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક આપ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી. ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કંઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે. જો કે, ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે.