#Temple – GNS NEWS

શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય છે.

સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર..ભારતમાં આ બાર જ્યોતિર્લિંગ આવેલા છે.

આ પૌરાણિક નાગેશ્વર મંદિરની સ્થાપના વિશે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહીં સમુદ્રકાંઠે આવેલા વનમાં દારૂક નામના રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસીનો આતંક હતો. દારૂકાના આતંકથી પૂજાને બચાવવા શિવભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવીને ભગવાન શિવજીની આરાધના કરી. કઠોર તપશ્ચર્યાથી ભગવાન શિવ પ્રસન્ન થતાં નાગેશે દારૂક અને દારૂકાનું પતન કરવાનું વરદાન માગ્યું. શિવભક્તિથી આ રાક્ષસી દંપતિનો નાશ થયો. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ અહીં શિવલિંગ જ્યોતિર્લીંગ તરીકે પૂજાશે, તેવું વરદાન આપ્યું. ભક્ત નાગેશની તપશ્ચર્યાથી પ્રગટ થયેલા શિવલિંગના કારણે આ સ્થળ નાગેશ્વર તરીકે પ્રચલિત થયું. મથુરાથી મથુરાના પ્રજાજનોના વિકાસઅર્થે યુદ્ધના વાતાવરણ માંથી વિકાસના માર્ગે વાળવાના હેતુથી દ્વારકા વસાવનાર ભગવાન શ્રીકૃષ્ણે અનાદિકાળથી રહેલા નાગેશ્વર મહાદેવની પૂજા અભિષેક કરીને શિવજી પાસેથી પશુપતાસ્ત્ર મેળવ્યું હતું અને સમુદ્રક્ષેત્રના શંખ, કુશ, દારૂકા વગેરે રાક્ષસોના દળ-બળનો નાશ કર્યો હતો અને મનુષ્યના વસવાટ માટે આ ક્ષેત્રને નિર્ભય બનાવ્યું હતું તેવી માન્યતા પણ છે અને તેને શ્રીમદ્ ભાગવત વગેરે પુરાણો-ગ્રંથોનું સમર્થન મળે છે.નજીકમાં જીલકા નદી, ભીમગજા સરોવર અને મંદિરને અડીને જ આવેલા કમળ સરોવરમાં કમળો ઉગે છે. આ ભવ્ય તીર્થધામના દર્શન કરવા એ લ્હાવો છે, તેમાંય શિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દૃશ્ય ખડું થતું હોય છે.

દ્વારકાથી અંદાજે ૧૭ કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને સ્વ.ગુલશનકુમારના ટ્રસ્ટ દ્વારા રૂા.૫ કરોડના અંદાજિત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાનું નિર્માણ થયું છે. ભક્ત સમૂદાય ઉપરાંત પર્યટકો અને પ્રવાસીઓ પણ શિવપ્રતિમા નિહાળવા અવશ્ય જતા હોય છે. લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે.

રાજ્ય સરકાર દ્વારા સામાજીક વનીકરણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪ માં નાગેશ્વર ખાતે રાજયકક્ષાના ૬૪ મા વન મહોત્સવની ઉજણવી માટે ૧૦માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીં પૂજા અર્ચના કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે.

અમેરિકામાં હિન્દુ વિરોધી હુમલાઓ વધી રહ્યા છે, ત્યારે ઉટાહમાં ઇસ્કોન મંદિર પર ગોળીબાર, ભક્તો અંદર હતા ત્યારે મંદિરમાં ગોળીબાર
(જી.એન.એસ) તા.2

સાન ફ્રાન્સિસ્કો,

યુએસમાં વધુ એક હિન્દુફોબિક હુમલામાં, ઉટાહના સ્પેનિશ ફોર્ક શહેરમાં ઇસ્કોન મંદિર પરિસરમાં ઘણા દિવસો સુધી ગોળીબાર કરવામાં આવ્યો, જ્યારે લોકો હજુ પણ અંદર હતા. ગોળીબારની ઘટનામાં પૂજા સ્થળને નુકસાન થયું હતું, ભારતે આ કૃત્યની નિંદા કરી હતી અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ઇસ્કોનનું શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર વાર્ષિક હોળી ઉત્સવનું આયોજન કરવા માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. આ હુમલાને શંકાસ્પદ નફરતનો ગુનો માનવામાં આવી રહ્યો છે.

ભક્તો હાજર હતા ત્યારે અનેક ગોળીબાર કરવામાં આવ્યા

ઇસ્કોનના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે મંદિરની ઇમારત અને નજીકની મિલકત પર 20 થી 30 ગોળીઓ ચલાવવામાં આવી હતી, જ્યારે ભક્તો અને મહેમાનો અંદર હતા. ગોળીબારને કારણે હજારો ડોલરનું નુકસાન થયું હતું, જેમાં મંદિરના સ્થાપત્યના કેન્દ્રમાં રહેલા જટિલ રીતે હાથથી કોતરેલા કમાનોનો પણ સમાવેશ થાય છે.

ભારત અમેરિકામાં મંદિર પર થયેલા હુમલાની નિંદા કરે છે

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ હુમલાની સખત નિંદા કરી અને અસરગ્રસ્ત સમુદાય માટે સમર્થન વ્યક્ત કર્યું. X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, તેમણે કહ્યું, “અમે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.”

અમેરિકામાં હિન્દુ મંદિરો પર અગાઉના હુમલા

આ વર્ષની શરૂઆતમાં 9 માર્ચે આવી જ ઘટના બની હતી, જ્યારે લોસ એન્જલસમાં ‘ખાલિસ્તાન લોકમત’ના થોડા દિવસો પહેલા કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું. મંદિરના અધિકારીઓએ આ ઘટનાના સમયને ઘટના સાથે જોડ્યો હતો.

ગયા વર્ષે, 25 સપ્ટેમ્બરની રાત્રે, કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને તોડફોડના એક અલગ કૃત્યમાં નિશાન બનાવવામાં આવ્યું હતું. તે ઘટના ન્યૂ યોર્કમાં BAPS મંદિર પર થયેલા બીજા હુમલાના થોડા સમય પછી બની હતી. બંને કિસ્સાઓમાં, “હિન્દુઓ પાછા જાઓ” જેવી નફરતથી ભરેલી ગ્રેફિટી દિવાલો પર લખેલી જોવા મળી હતી, જેનાથી સ્થાનિક સમુદાય ચિંતિત થઈ ગયો હતો.

સત્તાવાર BAPS યુનાઇટેડ સ્ટેટ્સ એકાઉન્ટે X પર આ ઘટના શેર કરી હતી, જે નફરતનો પ્રતિકાર કરવાના સમુદાયના દૃઢ નિશ્ચયને મજબૂત બનાવે છે. “ચીનો હિલ્સ, કેલિફોર્નિયામાં આ વખતે મંદિરના અપવિત્રતાની સામે, હિન્દુ સમુદાય નફરત સામે અડગ છે… આપણી સામાન્ય માનવતા અને શ્રદ્ધા ખાતરી કરશે કે શાંતિ અને કરુણા પ્રવર્તે,” BAPS પબ્લિક અફેર્સ ઓફિસે પોસ્ટ કર્યું.

CoHNA હિન્દુ વિરોધી હુમલાઓના પેટર્નને પ્રકાશિત કરે છે

ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ પણ પ્રતિક્રિયા આપી, ચિનો હિલ્સના અપવિત્રતાને વ્યાપક હિન્દુ વિરોધી લાગણી સાથે જોડી. X પરની એક પોસ્ટમાં, CoHNA એ લખ્યું, “બીજા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી, આ વખતે ચિનો હિલ્સ, કેલિફોર્નિયામાં પ્રતિષ્ઠિત BAPS મંદિર… આશ્ચર્યજનક નથી કે, LA માં કહેવાતા ‘ખાલિસ્તાન લોકમત’નો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આવું થાય છે.” જૂથે તપાસની માંગ કરી અને 2022 થી ચાલી રહેલા મંદિર હુમલાઓની શ્રેણીની યાદી આપી.

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે સમગ્ર દેશમાં મૂળ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને જીર્ણોદ્ધાર માટે અનેક પગલા ભર્યા છે, તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યમાં વડાપ્રધાનના આ મંત્રને સતત આગળ ધપાવી રહ્યા છે અને રાજ્યના પૌરાણિક તેમજ સાંસ્કૃતિક વારસા ધરાવતા મુખ્ય ધાર્મિક સ્થળોનો સતત વિકાસ સાધી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાને જીર્ણોદ્ધાર સાથે નવો ઓપ આપવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ જ કડીમાં રાજ્ય સરકારે સૌથી ઐતિહાસિક, પૌરાણિક તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા તથા દેશના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, તો સોમનાથનો પડછાયો ધરાવતા તથા ઐતિહાસિક શૌર્યના સાંસ્કૃતિક પ્રતીક સમા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું છે.

મોગલ આક્રમણકારીઓ સામે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપીને એક શિવલિંગનું રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ શૌર્ય દાખવનારાઓની યશોગાથા સમાન ઘેલા સોમનાથ મહાદેવનુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજી રાજ્ય સરકાર આ ઘેલા સોમનાથ મંદિર પરિસર ખાતે એક તરફ વારસાની જાળવાણી માટેના કાર્યો હાથ ધરી રહી છે, તો બીજી બાજુ લાખો શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરી રહી છે. અને એટલે જ સોમનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં જે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તેવો જ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થવાનો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં સોમપિપલિયા ખાતે આવેલા સાડા પાંચ સો વર્ષ પ્રાતના સાંસ્કૃતિક પ્રતીકોના સંરક્ષણ-જીર્ણોદ્ધાર તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. ૬.૦૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો તો ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો થી ઝળહળશે મંદિર

ઘેલા સોમનાથ મંદિર નવીનીકરણ-આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ જે મહત્વના વિકાસ કાર્યો થવાના છે, તેમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌથી મહત્વનો છે. લેઝર એન્ડ સાઉન્ડ શોની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ છે અને તેણે કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યના મોટાભાગના મુખ્ય ધાર્મિક સ્થળોએ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ઊભી કરાઈ છે. તેવી જ રીતે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંકુલ પણ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે.

ઘેલા સોમનાથ મહાદેવ જે વિધાનસભા મત વિસ્તારમાં પડે છે, તે જસદણના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રયત્નશીલ છે.

મુખ્ય મંદિરનો કાયાકલ્પ અને જીર્ણોદ્ધાર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ ઉપરાંત અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે અનેક પ્રકારના આધુનિકીકરણ અને નવીનીકરણ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમાં મુખ્ય મંદિરનો કાયાકલ્પ-જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેના હેઠળ મંદિરનું મુખ્ય દ્વાર, પાળિયા સમાધિનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ ઉપરાંત; શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, મંદિરની આજુબાજુ પાક્કા માર્ગો, લેન્ડસ્કેપિંગ, બગીચા, શહીદ સ્મારકનું પુનર્નિર્માણ તથા સૌંદર્યીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે મુખ્ય માર્ગ, તેની બંને બાજુએ પુનર્નિર્માણ અને રાહ જોવાના સ્થળોનો વિકાસ કરાશે. આ ઉપરાંત; યજ્ઞશાળાનું પુનર્નિર્માણ કરવામાં આવશે.

શિવ શિલ્પો, પેઇન્ટિંગ, શોપિંગ સેન્ટર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ ઘેલા સોમનાથ મહાદેવ સંકુલ ખાતે મુખ્ય માર્ગના રૅમ્પના પગથિયા, બંને બાજુ લેન્ડસ્કેપ સાથે, જન્મથી નિર્વાણ સુધીના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતા શિવ શિલ્પોના વિવિધ સ્વરૂપોના પત્થરના ચિત્રપટ, ફ્રન્ટ રોડ સાઇડ કમ્પાઉન્ડ, વૉલમાં શણગારાત્મક પત્થરની કમાન તથા શિવ મહાત્મ્યનું ચિત્રપિટ પેઇન્ટિંગ, મુખ્ય મંદિરની સામે મીનળદેવી ટેકરીના પાયાની તળેટી ખાતે શોપિંગ સેન્ટર તેમજ પાર્કિંગ તૈયાર કરવામાં આવશે.

તદુપરાંત; મંદિરમાં રિનોવેશન પણ કરવામાં આવશે. જેમાં ગર્ભ ગૃહના માર્બલ, કંગરા, અને પ્લિન્થનું ક્લેડિંગ કરવામાં આવશે. હાલ યાત્રાળુઓ માટે પરિસરમાં બેસવાની જગ્યામાં વધારો થશે અને શોપિંગ માટે હાલ રસ્તાની બંને તરફ દુકાનો બનાવવામાં આવશે.