#vadodarapolice – GNS NEWS

વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન; અલકાપુરી વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકી ડે તેવી રીતે ચલાવી ગાડી
(જી.એન.એસ) તા. 13

વડોદરા,

વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.

સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.

કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જોધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે; પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી
(જી.એન.એસ) તા. 11

વડોદરા,

વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી ગંભીર આપત્તિના સમયે પાદરા પોલીસની સમય સૂચક્તા અને સ્વની પરવાહ કર્યા વિના કરેલી કામગીરીની નોંધ લેવી ઘટે !

થયેલું એવું કે, પાદરા પોલીસ મથકના મોટા ભાગના પોલીસકર્મીઓને તા. ૮ના રોજ નાઇટ ડ્યુટી હતી. સામાન્ય રીતે નાઇટ ડ્યુટી હોય ત્યારે બીજા દિવસે સેકન્ડ શિફ્ટમાં કામ થતું હોય છે. પણ તા. ૯ના રોજ પાદરા તાલુકા પોલીસ મથકમાં પાછલા વર્ષોમાં પકડાયેલા દેશીવિદેશી શરાબના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી કરવાની હતી, એટલે સંબંધિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નાઇટ ડ્યુટી કરી હોવા છતાં વહેલા ઉઠી ગયા હતા.

હવે શરૂ થાય છે આપત્તિના સમયની વાત. થયું એવું કે, તા. ૮ના રોજ મુજપૂર પૂલની વડોદરા બાજુએ નવી જ બનાવવામાં આવેલી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. એટલે ત્યાં ફરજ ઉપર જવાનો હતા. એવામાં પાદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય ચારણને હોમગાર્ડનો ફોન આવ્યો કે, મુજપૂર પૂલ તૂટી ગયો છે અને વાહનો નીચે નદીમાં પડ્યા છે.

પીઆઇએ સમયને પારખીને તુરંત ટીમને એક્ટિવ કરી દીધી. પીએસઆઇ જે. ડી. ગઢવી ઘટના સ્થળથી નજીક રહેતા હોવાનો પીઆઇને ખ્યાલ હતો, એટલે વિના વિલંબે તેમણે શ્રી ગઢવીને ફોન કર્યો અને તત્કાલ સ્થળ ઉપર પહોંચવા જણાવ્યું. આ ઉપરાંત આ વિસ્તારથી સુપરિચિત અને બિટ કર્મી એવા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ગોહિલ તથા રાહુલ સભાડને પણ ફોન કરી સત્વરે ઘટના સ્થળે પહોંચવા જણાવ્યું.

બનાવ અંગે પીઆઇને ૭.૪૩ વાગ્યે ફોન આવ્યો અને તેમણે જે. ડી. ગઢવીને ૭.૪૮ વાગ્યે, જયદીપસિંહને ૭.૫૦ વાગ્યે, ડીવાયએસપીએ ૭.૫૨ વાગ્યે, મામલતદારને ૭.૫૩ વાગ્યે અને તે બાદ કન્ટ્રોલ રૂમ, ડિઝાસ્ટર, એસડીએમ સહિતના જવાબદાર અધિકારીઓને ફોન કરીને આ ગંભીર ઘટનાની જાણકારી આપી દીધી હતી.

ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચ્યા જે. ડી. ગઢવી, તેઓ ફોન મળ્યા બાદ ૧૩થી ૧૪ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા. આ ગંભીર સ્થિતિ પારખી તેમના બાદ તુરંત આવેલા બન્ને હેડ કોન્સ્ટેબલ પૂલ નીચે ઉતરી ગયા. એ દરમિયાન પીઆઇ ચારણ પણ મારતી ગાડીએ વીસેક મિનિટની અંદર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયસારણી એટલે જાણવી જોઇએ કે આવી આપત્તિને પોલીસે કેટલી ઝડપી રિસપોન્સ આપ્યો !

એ દરમિયાન, બન્ને હેડ કોન્સ્ટેબલોએ ડબકા ગામના પોતાના પરિચીત હોય એવા તરવૈયાઓ, બોટવાળાને ફોન કરીને બોલાવી લીધા અને પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ પૂનમ સહિતના મહી નદીના કિચડમાં કુદી પડ્યા હતા. કિચડમાં અડધો પગ ખૂચી જતો હતો. છતાં, કોઇ પરવાહ કર્યા વિના તેઓ ઇજાગ્રસ્તોને બચાવવા માટે નદીમાં પહોંચી ગયા.

દરમિયાન, એક બોટ સાથે સાત, એ પછી બીજી બોટ સાથે ૧૫ જેટલા તરવૈયાઓ તૂટેલા પૂલ નીચે પહોંચી ગયા હતા. એવામાં સૌ પ્રથમ ૧૦૮ની બે એમ્બ્યુલન્સ ઉપર આવી ગઇ હતી. એમ્યુલન્સના સ્ટ્રેચરમાં રાખી ઘાયલોને નદીના પટમાંથી ઉપર લાવવામાં આવ્યા. અહીં સ્થિતિ એવી હતી કે, એક તરફ નદીના પટમાંથી ઉપર આવવા માટે કપરૂ ચઢાણ તો બીજી તરફ કાંટળા બાવળ વાળો રસ્તો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતમાં પણ પોલીસ જવાનો અને નાગરિકો કાંટાની પરવાહ કર્યા વિના ઘાયલોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન અનેક પોલીસ જવાનો, બચાવકર્મીઓને કાંટા વાગ્યા હતા. એ બાદ બીજી એજન્સીઓ પહોંચી હતી અને બચાવકામનો મોરચો સંભાળ્યો હતો.

આમ, ફર્સ્ટ રિસપોન્ડર તરીકે પોલીસની ત્વરિત કાર્યવાહી અને લોકોની મદદથી પાંચ લોકોના જીવ બચાવી શકાયા હતા.

પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે મુજપૂર – ગંભીરા બ્રિજ તૂટી પડ્યાનો પ્રાથમિક અહેવાલ સમિતિએ આપ્યો: મંત્રી શ્રી ઋષીકેશ પટેલ
(જી.એન.એસ) તા. 11

વડોદરા,

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની  ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રી ને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.

તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.

વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સભ્યોને પોલીસ ઝડપી પડયા
ટુ વ્હીલર લઇનને હાઇવે પર જતા વાહનો, ખાસ કરીનેટ ટ્રક ચાલકો અને એકલા જતા રાહદારીઓને અલગ અલગ કારણોસર રોકતા હતા

(જી.એન.એસ) તા.10

વડોદરા,

વડોદરામાં છાણી પોલીસ મથકની હદમાં મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી હતી કે, એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોક્યો હતો. બાદમાં તેને કહ્યું કે, એક્સિડન્ટ કરકે ક્યું ભાગા, અને ચાકુ બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર પાસેથી રોકડા રૂપિયા અને ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ છાણીના પોલીસ ઇન્સ્પેક્ટરદ્વારા વિવિધ ટીમો બનાવીને ટેક્નિકલ તેમજ હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લૂંટારૂઓ સુધી પહોંચવામાં છાણી પોલીસને સફળતા મળી છે.

એસીપી તેમજ છાણીના આ બનાવ બાદ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેન્સના આધારે તપાસ કરતા વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ગુનેગારોએ બનાવેલી ગેંગની વિગતો બહાર આવતા પાંચ જણાને ઝડપી પાડ્યા હતા. જેમાં દુમાડ વિસ્તારના પ્રતીક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને (ધવલ પગી,સમા) નો સમાવેશ થાય છે. જ્યારે એક સાગરીત ફરાર થઈ ગયો છે.

આ મામલે પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું કે, ઉપરોક્ત કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ બાપોદ, સમા, રાવપુરા, અને ગોરવા પોલીસ મથકમાં મળીને અત્યાર સુધીમાં 7 કેસો નોંધાઇ ચૂક્યા છે. મોટા ભાગના આરોપીને દબોચી લીધા બાદ વોન્ટેડ આરોપીને દબોચવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.