ઘાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
(જી.એન.એસ) તા.2 આજે, હું 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું. રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં...

