(જી.એન.એસ) તા. ૨૦
અમદાવાદ,
કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા ઉપર્યુકત તા.૧૧/૦૭/૨૦૨૫ અને તા.૧૯/૦૭/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા શાખા નહેરની સાંકળ ૦.૦૦ થી ૭૨.૪૬૦ કીમી આવે છે. જેના પર વિવિધ પુલો આવેલા છે. જે પૈકી રાજપુર થી આંબલીયારા માર્ગ પરનો બ્રિજ નં.૫૨૫૩૫ કિટીકલ કંડીશનમાં હોય જાહેર પરિવહન માટે બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અત્રેને રજુઆત કરેલ છે. જે પુલ બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા વંચાણે લીધેલ પોલીસ વિભાગના પત્રની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની દરખાસ્ત મળેલ છે.
આથી હું બી. આર. સાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છુ કે, તા. ૨૦/૦૭/૨૦૨૫ના રોજથી તા. ૧૭/૧૦/૨૦૨૫ સુધી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવા જણાવું છું.
ઉપરોકત જાહેરનામાના પ્રતિબંધિત હુકમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે.
પુલ નં. ૫૨૫૩૫
રાજપુર થી આંબલીયારા
વાસણા કેલીયા થી આંબલીયારા વૈકલ્પિક રોડ ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇરામો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ – ૧૩૧ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


























































































































































































































