(જી.એન.એસ) તા. 11
અમદાવાદ,
અમદાવાદ શહેરના શેલામાં ક્લબ ઓ’સેવન નજીક ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ‘કૃપાલ બચપન’ બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડવાની ઘટના બની હતી. નવી સાઈટના પાયાનું ખોદકામ કરતી વખતે કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી થઈ હતી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બિલ્ડિંગનું બેઝમેન્ટ ધસી પડવાની અને જાનહાનિ-જાનમાલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.



























































































































































































































































































































































































































































































































































































































