(જી.એન.એસ) તા. 21
અમદાવાદ,
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે.
સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (Vedanta International School) ના પંકજગીરી (Pankajgiri) નામના શિક્ષકે એક વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીનીને શરુઆતમાં ટયુશન આવવા માટે દબાણ કર્યુ હતું. જો કે તેની દાનત બર ન આવતા તેને આગળ પાસો ફેંક્યો હતો. આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ટયુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ પણ આપી હતી. આ શિક્ષક પર વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરવાનો પણ આરોપ લાગ્યો છે.
પંકજગીરી નામક શિક્ષકે એક વિદ્યાર્થીનીને ટ્યુશન આવીશ તો જ પરીક્ષામાં તને પાસ કરીશ તેવી લાલચ આપી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં ઈસનપુર પોલીસે દ્વારા તાત્કાલિક એકશનમાં આવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે લંપટ શિક્ષક પંકજગીરી સામે પોક્સો કલમ લગાડીને તેની ધરપકડ કરી તેને જેલભેગો કરવામાં આવ્યો છે.

























































































































































































































