(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર,
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેમાં, પૂર્વ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
આ સમગ્ર બાબતે વાત કરીએ તો માતરના પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમુલના સહકારી આગેવાનો અને ખેડા પોલીસ અંગે ગમે તેવા વિષયો પર ફેસબુક લાઈવ કરતા હતા. જેને લઈને ભાજપ પાર્ટી દ્વારા આ શિક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે.



























































































































































































































































































































































































































































































































































































































