(જી.એન.એસ) તા. 15
અમદાવાદ/ગાંધીનગર,
રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 સરખેજ ગાંધીનગર હાઇવે પર ખોડિયાર રેલવે ઓવર બ્રિજ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 પર અલગ અલગ સ્થળોએ ક્ષતિ પામેલા રસ્તાઓ પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 147 પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.




























































































































































































































































































































































































































































































































































































































