(જી.એન.એસ) તા. 27
અમદાવાદ,
અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન પ્લાનિંગની વધુ એક વખત ફેલ અને નાકામ જોવા મળી.
વરસાદને કારણે શહેરમાં લાઈફ લાઈન તરીકે ઓળખાતી AMTS અને BRTSની બસોને અસર થઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે AMTSની ૨૫થિ વધુ બસો બ્રેકડાઉન થતાં રૂટ બંધ અથવા ડાયવર્ત કરવામાં આવ્યો હતો.
ખાસ કરી ને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
અવિરત વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નારોલ, બાપુનગર, દાણી લીમડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચેનો રોડ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સ્થિતિમાં અનેક વાહન ચાલકો તેમના વાહનો બંધ થતાં ફસાયા હતાં.
ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ રોકાયા પછી પણ પાણીના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ગટર બેક મારવાની સમસ્યા: દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થઈ, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી છે. સાથેજ અનેક રહેણાક વિસ્તારોમાં ગટરમાંથી પાણી બેક આવાની સમસ્યાઓ પર જોવા મળી હતી.
તેમજ અમદાવાદ-વડોદરા જુના હાઈવે પર, ખાસ કરીને અસલાલીથી વડોદરા હાઈવે સુધી, અમુક ભાગોમાં પાણી ભરાયા હતા, જેનાથી વાહનવ્યવહારને અસર થઈ હતી.




























































































































































































































































































































































































































































































































































































































