(જી.એન.એસ) તા. ૩૧

અમદાવાદ,

સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.

મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેની સામે પગલા લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત સીસીટીવી હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કર્યો હતો.CCTV બંધ અથવા નથી તેનો ખુલાસો કરવા આદેશ કરાયો હતો. કોર્ટે અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કર્યો હતો. જ્યારે ગૃહ વિભાગ પોલિસ સ્ટેશનમાં CCTV અંગે જવાબ રજુ કરે તેવો પણ આદેશ કરાયો હતો.

હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી, બંધ છે અથવા તો લગાવેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી તે પ્રકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.